ક્યારેય વિચાર્યું છે તમે ઉંઘતી વખતે જે ઓશિકું ઉપયોગમાં લો છો એ ઓશિકું જ તમારી સુંદરતામાં અવરોધ ઊભો કરી શકે છે?સવાલ સાંભળીને જ ચોંકી ઉઠ્યા ને કે આખરે સુંદરતા અને ઓશિકાને શું સંબંધ તો તમારા સવાલનો જવાબ જ તમને આજે આ લેખમાં આગળ જતાં મળશે.
પણ સૌથી પહેલાં તો તમારી જાણ માટે કે તમે અઠવાડિયામાં એકાદ વખત ઓશિકાનું કવર બદલીને આશ્ચર્યકારક પરિવર્તન મેળવી શકો છો. આવું માત્ર અમે જ નહીં પણ એક રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં અઠવાડિયામાં એકાદ વખત ઓશિકાનું કવર બદલાવવું ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે એવું જાણવા મળ્યું હતું. આ નાનકડાં પગલાંથી તમે પિમ્પલ્સ, ડેડ સ્કીન અને બેક્ટેરિયાથી બચી શકો છો. પણ એ પહેલાં જાણીએ કે આખરે કઈ રીતે આ ઓશિકું તમારી સુંદરતા બગાડવામાં નિમિત્ત બને છે એ-
આપણે જે ઓશિકા પર માથું રાખીને ઉંઘીએ છીએ એ ઓશિકું તમે કે હું વિચારીએ છીએ એના કરતાં વધુ ગંદી હોઈ શકે છે. ધૂળના કણ, બેક્ટેરિયા, માથામાં લગાવેલું તેલ, વાળ અને આવી અનેક વસ્તુઓ કવર પર ચોંટેલી હોય છે. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે ઓશિકા પર માથું રાખીએ ઉંઘીએ છીએ ત્યારે આપણો ચહેરો પણ આ બધાના સંપર્કમાં આવે છે. આ બધી ગંદકી ચહેરા પરના છિદ્રોના માધ્યમથી ત્વચામાં પ્રવેશે છે અને તેને કારણે ત્વચાના છિત્રો બંધ થઈ જાય છે. આ કારણસર ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ઉંઘમાં અનેક વખત આપણો ચહેરો ઓશિકાના કવર સાથે સંપર્કમાં આવે છે, જેને કારણે ત્વચા સંબંધિત સમસ્યા તો પેદા થાય જ છે, પણ તેની સાથે સાથે ઘણી વખત વાળ સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.
આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને પોતાના ઓશિકા વિના ઉંઘ ના આવતી હોય અને વર્ષોના વર્ષો સુધી એક જ ઓશિકું વાપરે છે, પણ એ ખોટું છે. વર્ષમાં એકાદ વખત તો ઓશિકું બદલવું જોઈએ. એટલું જ નહીં ઉંઘતી વખતે વાળ બાંધીને ઉંઘવું જોઈએ. ખુલ્લા વાળ રાખીને ઉંઘવાથી વાળને નુકસાન થઈ જશે છે.
અઠવાડિયામાં એકાદ વખત ઓશિકાના કવર ધોવા માટે કાઢવા જોઈએ, જેથી તેની ઉપરની ગંદકી દુર થાય. બેડશીટ, મેકઅપ બ્રશ, બ્યુટી બ્લેન્ડર અને ટોવેલ જેવી પર્સનલ યુઝની વસ્તુઓને નિયમીતપણે સાફ-સુથરી રાખવી જોઈએ. આને કારણે તમને ત્વચા સંબંધિત સમસ્યામાં રાહત મળશે અને પિંપલ્સ, ડેડ સ્કીની સમસ્યા નહીં સતાવે.
ઓશિકાનું કવર બને છે તમારી સુંદરતામાં અવરોધરૂપ
RELATED ARTICLES