જામનગરના નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનું ટ્રાન્સફર બંધ કરો- હાઈ કોર્ટમાં PIL

આપણું ગુજરાત

Jamnagar: જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વિશ્વના સૌથી વિશાળ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને એ માટે દેશ વિદેશમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓના ટ્રાન્સફર પર રોક માટે એક PIL કરવામાં આવી હતી. હાલાર ઉત્કર્ષ સમિતિ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી PILમાં જંગલી પ્રાણીઓના પ્રાઈવેટ ઝૂમાં ટ્રાન્સફર પર રોક લગાવવા કોર્ટને વિનંતી કરવામાં આવી છે.

આ PILમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) અને રાજ્યના પ્રસાશનને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓને સ્થાનાંતરિત ન કરવામાં દેવા માંગ કરી હતી. આ ઉપરાંત ખાનગી પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપતા CZAના ઓગસ્ટ 2020ના આદેશ પર સ્ટે મૂકવાની માગણી કરી કરવામાં આવી છે. અરજદારના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે કાયદામાં ખાનગી પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવાની કોઈ જોગવાઈ નથી. ઝૂ રૂલ્સ, 2009ના નિયમ 9 હેઠળ મિની ઝૂની કેટેગરી હેઠળ માન્યતા આપવામાં આવી છે પરંતુ મિની ઝૂને 10 હેક્ટરથી ઓછી જમીન ફાળવવામાં આવે છે. જયારે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. જોકે 2020માં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ અનુસૂચિત શ્રેણીમાં આવતા 94 જંગલી પ્રાણીઓને મોરોક્કોથી જામનગર લાવવામાં આવ્યા હતા, જેને આધાર બનાવીને આ PILમાં કહેવામાં આવ્યું હતું કે જામનગરનું વાતાવરણ મોરોક્કોના પ્રાણીઓ માટે યોગ્ય છે કે કેમ અને પ્રાણીઓને ટ્રાન્સફર કર્યા પહેલા યોગ્ય માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા હતા કે કેમ એ અંગે કંપનીના રીપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી.

જોકે હાઇકોર્ટે આ પીઆઈએલ પેન્ડિંગ રાખી હતી. કોર્ટે આ તબક્કે આ મુદ્દામાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) દ્વારા 17 ઓગસ્ટ, 2020 ના રોજ પસાર કરાયેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ગ્રીન ઝૂઓલોજિકલને એન્ડ રિહેબિલિટેશન સેન્ટરને મંજુરી આપતા આદેશની નકલ કોર્ટમાં આપી શક્યા ન હતા. કોર્ટે અરજદારને પહેલા આદેશની નકલ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ જ PILની યાગ્યતા નક્કી કરાશે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.