Homeસ્પેશિયલ ફિચર્સફેસ્ટિવ સિઝનમાં જોરદાર ફોટો ક્લિક કરવા માટેની ટીપ્સ

ફેસ્ટિવ સિઝનમાં જોરદાર ફોટો ક્લિક કરવા માટેની ટીપ્સ

મુંબઇ: કોઈપણ તહેવારમાં ફોટો પાડવો એ સામાન્ય બાબત છે અને મહત્વપૂર્ણ પણ છે. સારા ફોટા માટે આપણે ઘણા બધા ફોટા પાડીએ છીએ અને એમાથી સારા ફોટા પસંદ કરીએ છીએ. દિવાળી પર સારા ફોટો અને વીડિયો બનાવવા માટેની કેટલીક સરળ ટિપ્સ.
દેશભરમાં આજે દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર લોકોને સૌથી વધુ ક્રેઝ અવનવી વાનગીઓ ખાવાનો, ફટાકડા ફોડવાનો અને નવા-નવા કપડાં પહેરવાનો હોય છે. આજના આધુનિક યુગમાં ફોન જ્યારે હંમેશા હાથમાં હોય છે, ત્યારે ફોટા પણ સતત ક્લિક કરવામાં આવે છે. રંગોળીનો ફોટો ક્લિક કરવાનો હોય કે પછી મિત્રો કે પરિવાર કે સંબંધીઓ કે કયાંક બહાર ફરવા ગયા હોઇએ એ સમયે સેલ્ફી લેવાની હોય કે ફટાકડા ફોડતી વખતે વીડિયો બનાવવાનો હોય એના માટે આપણે સતત બિઝી જ હોઇએ છીએ. કોઈપણ તહેવારમાં ફોટો ક્લિક કરવાનું ખૂબ જ ગમે છે. તેથી સારામાં સારા ફોટો માટે ઘણા ફોટા પાડતા હોઇએ છીએ. જો તમે પણ આ દિવાળીમાં શ્રેષ્ઠ ફોટો કે વિડિયો ઇચ્છતા હોવ તો અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ છીએ.

નાઇટ મોડ : નાઇટ મોડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ઓછા પ્રકાશમાં ફ્લેશ વિના સારા ફોટા પાડી શકાય છે. નાઇટ મોડનો ઉપયોગ કરીને દિવાળીના શોટ્સ જેવા કે દિવાઓ, ફટાકડા કેપ્ચર કરવા માટે સારા ફોટા ક્લિક કરી શકાય છે. આ મોડ આપમેળે શટરની ઝડપ ઘટાડે છે, જેનાથી વધુ લાઇટ કેપ્ચર થાય છે.
ઝૂમ કરવાનું ટાળો: કોઈપણ ફોટો ક્લિક કરતા સમયે ક્યારેય વધારે ઝૂમ ન કરો. આમ કરવાથી ફોટોનું રિઝોલ્યુશન બગડી શકે છે અને પિક્ચર ક્વોલિટી નબળી રહે છે.

વિડીયો માટે : જો તમે ફટાકડાને કેપ્ચર કરવા માગતા હોવ એટલે કે ફટાકડા સળગાવતા હોવ એ સમયે ફોટો પાડવા માગતા હોવ તો સ્લૉ મોશન મોડનો ઉપયોગ કરો. તેનાથી પાડવામાં આવેલા ફોટો અને વીડિયો જોવામાં ખૂબ જ અનોખા અને સુંદર લાગે છે.

લેન્ડસ્કેપ : દિવાળી પર લેન્ડસ્કેપ મોડમાં ફોટા ક્લિક કરો. જે ફ્રેમમાં વધારેમાં વધારે વસ્તુઓને આવરી લે છે. ફોટો ક્લિક કરતી વખતે બેકગ્રાઉન્ડમાં દીવા, લાઇટ જેવા પ્રોપ્સનો પણ ઉપયોગ કરો, જે તમારા ફોટાને વધારે સારો દેખાવ આપશે.

ગ્રુપ ફોટો : ગ્રુપ ફોટો માટે અર્ધવર્તુળમાં ઊભા રહીએ ત્યારે જો ફોટો પાડવામાં આવે તો તે પરફેક્ટ આવે છે.

ટ્રાઇપોડ : તમારા ફોનમાંથી સ્થિર શોટ્સ લેવા માટે ટ્રાઇપોડનો ઉપયોગ કરો. જો તમે પ્રકાશનો ફોટો ક્લિક કરી રહ્યા છો, તો સેલ્ફ-ટાઈમર અથવા ટ્રાઇપોડનો ઉપયોગ કરો જેથી ફોટો હલી ન જાય.

RELATED ARTICLES

Most Popular