મુંબઈ: અત્યારના સમયમાં ફોન અને કમ્પ્યૂટર રોટી, કપડાં ઔર મકાન જેટલા જ ઈમ્પોર્ટન્ટ થઈ ગયા છે અને અવારનવાર આપણે ફોન કે કોમ્પ્યુટર હૅકિંગના સમાચાર આપણે વાંચતા જ હોઈએ છીએ. પણ આ વાંચ્યા પછી એક સવાલ તો મનમાં ચોક્કસ જ થાય કે આખરે ખબર કઈ રીતે પડે કે ફોન કે કોમ્પ્યુટર હેક થયું છે કે નહીં? તમારા આ સવાલનો જવાબ આજે તમને અહીં મળી જશે. જો તમારો ફોન કોઈએ હૅક કર્યો છે કે નહીં એ જાણવું ખૂબ જ સહેલું છે.
જો તમારો ફોન હૅક થયો હશે તો તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરી જશે.
ફોન સ્લો થઈ જશે અને વારંવાર ગરમ થવા લાગશે. એટલું જ નહીં તમારા મોબાઈલનો ડેટા પણ ખૂબ જ ઝડપથી વપરાવા લાગશે અને મોબાઈલમાં રહેલી અનેક એપ્લિકેશન બંધ પડી જશે.
ફોન જાતે જાતે બંધ પડી જશે કે ઓન-ઓફ થવા લાગશે.
તમને વધારાના એસએમએસ અને અન્ય વધારાના ચાર્જિસ બીલ સાઈકલમાં કે બેલેન્સમાં દેખાશે.
ફોન હૅક થયો છે? જાણો આ રીતે…
RELATED ARTICLES