મહારાષ્ટ્રમાં આવેલું રાજકીય સંકટ ગહેરાય રહ્યું છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. એકનાથ શિંદે તેમની સાથે શિવસેનાના ધારાસભ્યોને લઇને સુરતની એક હોટેલમાં શિફ્ટ થઇ ગયા છે.
શિવસેના તેમને મનાવવાનો સતત પ્રયત્ન કરી રહી છે, પણ હજુ સુધી કોઇ સકારાત્મક પરિણામ જોવા મળ્યુ નથી. આ દરમિયાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને અલ્ટીમેટમ આપ્યું છે.
એમણે કહ્યું છે કે ભાજપ સાથે ગઠબંધન કરી લો નહીંતર પાર્ટીમાં ફૂટ પડીને રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે આશરે 10 મિનિટ ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે જો પાર્ટીનું વિભાજન થતુ રોકવુ હોય ચો ભાજપ સાથે ગઠબંધન કરી લો.
આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને મુખ્ય પ્રધાન પદની કોઇ લાલચ નથી. શિંદેએ વાતચીત દરમિયાન દાવો કર્યો છે કે તેમની પાસે 34 ધારાસભ્યોનું સમર્થન છે.