ફિલીપાઈન્સઃ બુધવારે ફિલીપાઈન્સ ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું હતું. જોકે, હજી સુધી આ ભૂકંપને કારણે જાનહાનિ થઈ હોય એવા કોઈ અહેવાલો મળી નથી રહ્યા.
બુધવારે ફિલીપાઈન્સના દક્ષિણ ભાગમાં 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને અધિકારીઓએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હજી સુધી આ ભૂકંપને કારણે જોઈ જાનહાનિ કે નુકસાન થયું હોવાની માહિતી નથી મળી.
સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ ભૂકંપ બપોરે 2.06 કલાકે પશ્ચિમી પ્રાંતના સારંગાની શહેરથી આશરે 353 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 64 કિલોમીટરના ઉંડાણમાં આવ્યો હતો. ટેક્ટોનિક ભૂકંપ આફ્ટર શોક્સને ટ્રીગર કરશે અને ફિલીપાઈન્સના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓના અનેક ઠેકાણે ભૂંકપના આંચકા અનુભવાશે.
પ્રશાંત રિંગ ઓફ ફાયરની રેન્જમાં હોવાને કારણે ફિલીપાઈન્સે અવારનવાર ભૂકંપ, જ્વાળામુખી કે પછી સુનામી જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે.