PFIમાં RSSની જેમ આપવામાં આવે છે તાલિમ! પટનાના SSPના નિવેદન પર બબાલ, ભાજપ નેતા ભડક્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પટના પોલીસે બુધવારે આતંકવાદીઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વિવાદિત સંગઠન PFI (Popular Front of India) ના કાર્યાલયમાં ચાલી રહેલા આતંકી ટ્રેનિંગ કેમ્પનો ભાંડો ફોડી નાંખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના બિહાર ટૂર પહેલા આઈબીએ આપેલા ઈન્પુટ પર પોલીસે બે આંતકવાદીઓની ધરપકડ કરી હતી, જે ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે મિશન 2047 પર કામ કરી રહ્યા હતાં. આ મામલે પટનાના SSP માનવજીત ઢિલ્લોને નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. SSPએ કહ્યું હતું કે, જે રીતે RSSની બ્રાન્ચ હોય છે અને સ્વયંસેવકોને તાલિમ આપવામાં આવે છે એવી જ રીતે PFI (Popular Front of India) માં પણ તેના યુવાનોને બોલાવીને માર્શલ આર્ટ જેવી ટ્રેનિંગ આપે છે અને બ્રેન વોશ કરે છે.

જોકે, SSPના નિવેદન પર ભાજપના નેતાઓ રોષે ભરાયા છે અને તેમની આકરી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. SSPને તાત્કાલિક પદ પરથી હટાવી નાંખે એવી માગણી કરી છે. જોકે, RJD SSPના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે.

ભાજપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પટનાના એસએસપી, પીએફઆઈના પ્રવક્તાની જેમ બોલી રહ્યા છે, તેને તાત્કાલિક પદ પરથી હટાવી નાંખવા જોઈએ. આરએસએસની તુલના પીએફઆઈ સાથે કરવામાં આવે તે સાંખી લેવામાં આવશે નહીં. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એ સાંસ્કૃતિક અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલું સંગઠન છે. ભાજપ નેતા હરીશ ભુષણ ઠાકુરે જણાવ્યું હતું કે, એસએસપીનું નિવેદનથી તેમના માનસિક વિચારો છતા થાય છે. તેમને બ્રેન ચેક અપ કરાવવું જોઈએ તેમને તાત્કાલિક માફી માંગવી જોઈએ નહીં તો સરકારને કડક પગલાં લેવા જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.