(અમારા પ્રતિનિધિ તરફથી)
અમાદાવાદ: ભારતીય રિર્ઝવ બેન્ક દ્વારા બે હજારની નોટ પરત ખેંચવાના નિર્ણયના હવે ગુજરાતમાં ધીરે ધીરે અસર જોવા મળી રહી છે. લોકો અને વેપારીઓને હાલાકી પડતી જોવા મળી રહી છે. રાજકોટમાં પેટ્રોલપંપ પર બે હજારની નોટ નહીં સ્વીકારવામાં આવે તેવાં બેનરો લગાવામાં આવ્યા હતા. લોકો ૧૦૦-૨૦૦ રૂપિયાનું પેટ્રોલ પૂરાવવા છે અને ૨ હજારની નોટ આપે છે. જેના કારણે ફરી છૂટા આપવાની સમસ્યા ઊભી થાય છે. જેથી પેટ્રોલપંપ સંચાલકે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
પેટ્રોલપંપ સંચાલકે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી લોકોને ફાયદો જ થવાનો છે. સાથે સરકારે જે નિર્ણય લીધો છે એ સમજી વિચારીને જ લીધો હશે. અમારે ત્યાં પેટ્રોલ ભરવા આવેલા ગ્રાહકો ૧૦૦,૨૦૦,૩૦૦ જેટલાનું પેટ્રોલ ભરાવી ૨૦૦૦ની નોટ આપે છે. આથી છુટ્ટા દેવામાં પણ અમારે હાલાકી થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારથી આરબીઆઇએ આ નિર્ણય લીધો છે ત્યારથી અમારા પેટ્રોલપંપ પર બે હજારની નોટનો પાંચ ગણો વધારો થયો છે. પહેલા કરતા પાંચ ગણી વધુ બે હજારની નોટ આવી રહી છે. લોકો રૂ. ૧૦૦-૨૦૦નું પેટ્રોલ પૂરાવવા પેટ્રોલ પંપ પર આવે છે. પછી છૂટ્ટાની તકલીફ વધુ થઇ રહી છે. જેથી બે હજારની નોટ પેટ્રોલ પંપ પર સ્વીકારવાનું બંધ કર્યું છે.
એક સાથે વધુ પ્રમાણમાં બે હજારની નોટ બેન્ક