આગામી 5 વર્ષમાં રસ્તા પરથી પેટ્રોલ વાહનો ગાયબ થઈ જશે, નીતિન ગડકરીનો મોટો દાવો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં વાહનોમાં પેટ્રોલનો ઉપયોગ પાંચ વર્ષ પછી અદૃશ્ય થઈ જશે . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગ્રીન ફ્યુઅલ પેટ્રોલની જરૂરિયાતને સમાપ્ત કરશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કાર અને સ્કૂટર કાં તો ગ્રીન હાઇડ્રોજન, ઇથોનલ ફ્લેક્સ ફ્યુઅલ, સીએનજી અથવા એલએનજી પર ચાલતા હશે. તેમણે મહારાષ્ટ્રના અકોલામાં આ નિવેદન આપ્યું હતું. ભાષણ દરમિયાન, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રીએ ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ અને અન્ય ગ્રીન ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
“સંપૂર્ણ વિશ્વાસ સાથે, હું કહેવા માંગુ છું કે પાંચ વર્ષ પછી દેશમાંથી પેટ્રોલ ગાયબ થઈ જશે. તમારી કાર અને સ્કૂટર કાં તો ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ ફ્લેક્સ-ઈંધણ, સીએનજી અથવા એલએનજી પર ચાલતા હશે,” એમ તેમણે કહ્યું હતું.
ગડકરીએ કૃષિ સંશોધકો અને નિષ્ણાતોને આગામી પાંચ વર્ષમાં કૃષિ વિકાસને 12 ટકાથી વધારીને 20 ટકા કરવા પર કામ કરવાની અપીલ પણ કરી હતી.
મહારાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પ્રતિભાશાળી છે, એમ જણાવતા તેમણે તેમને નવા સંશોધન અને ટેક્નોલોજી સાથે માર્ગદર્શન અને તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.