શિંદે સરકારે આપી મોટી ભેટ! મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવમાં 5 અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રની નવી બનેલી શિંદે સરકારે નાગરિકોને મોટી ભેટ આપી છે. ગુરુવારે સવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને ઓછું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ અનુક્રમે 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીઝલ અને પેટ્રોલ પર વેલ્યુ એડેડ ટેક્સ ઘટાડવાના નિર્ણયની જાહેરાત સીએમ એકનાથ શિંદેએ 4 જુલાઈએ યોજાયેલા ફ્લોર ટેસ્ટ દરમિયાન કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયને આવકારતાં ટ્વિટ કર્યું હતું કે મહારાષ્ટ્રીયન અને મરાઠી માણુસને મોટી રાહત! એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે સીએમ એકનાથરાવ શિંદે હેઠળની નવી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ₹5/લિટર અને ₹3/લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. માનનીય પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા સામાન્ય નાગરિકોના લાભ માટે કરેલી અપીલ તરફ આ અમારું પગલું છે. આ નિર્ણય માટે રાજ્ય પર ₹6000 કરોડનો બોજ પડશે.”

“>

 

હાલમાં મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹ 111.35 પ્રતિ લિટર છે અને ડીઝલ ₹ 97.28 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.કેન્દ્ર સરકારે મે મહિનામાં પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ₹ 8 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹ 6 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.