અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે 2007માં નોંધાયેલ કેસને ફરીથી ખોલવા માટે બે વારંવાર અરજી દાખલ કરનાર વ્યક્તિને એક લાખનો દંડ ફટકાર્યો છે . હાઈકોર્ટે સત્તાવાળાઓને આ વ્યક્તિનું બેંક એકાઉન્ટ ચેક કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે 2007માં નોંધાયેલ કેસને ફરીથી ખોલવા માટે એક વ્યક્તિએ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને ઉલટું એક લાખનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે તેની અરજી ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો અને તપાસ અધિકારીઓને આ વ્યક્તિના બેંક ખાતાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ દિનેશ કુમાર સિંહે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 (હાઈકોર્ટની સત્તાઓ) હેઠળ પરવાઝ અને અન્ય લોકોની અરજી ફગાવી દીધી અને ચાર અઠવાડિયામાં એક લાખ રૂપિયા આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવવાનો દંડ ફટકાર્યો. આમ કરવામાં નિષ્ફળ જતા અરજદારની મિલકતમાંથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો
27 જાન્યુઆરી, 2007ના રોજ, ગોરખપુરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક હિન્દુ વ્યક્તિનું મોત થયું હતું. અરજદાર પરવેઝ પરવાઝે 26 સપ્ટેમ્બર, 2008ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપના તત્કાલીન સ્થાનિક સાંસદ આદિત્યનાથે યુવકના મૃત્યુનો બદલો લેવા માટે ભાષણ આપ્યું હતું અને તેનો વીડિયો તેની પાસે હતો. રાજ્ય સરકારે કાર્યવાહીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી. અરજદારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી. અરજદારે 11 ઓક્ટોબર, 2022 ના રોજ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટે રમખાણ કેસમાં પોલીસના અંતિમ અહેવાલ સામે વિરોધ અરજીને ફગાવી દીધી હતી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે આ ફગાવી દીધો હતો. અરજદારને એક જ મુદ્દો વારંવાર ઉઠાવવાની મંજૂરી આપી શકાય નહીં. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેસની તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે યોગી વિરુદ્ધ નોંધાયેલા કેસમાં તપાસ માટે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.