ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર પર બંનેના તાજેતરના નિવેદનો ભારતના બંધારણમાં તેમના વિશ્વાસનો અભાવ દર્શાવે છે. આ કિસ્સામાં, તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ.
નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ એ તાજેતરમાં કોલેજિયમ સીસ્ટમ, ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ વિષે ટીપ્પણી કરી હતી. તેમના નિવેદનો બદલ બોમ્બે લોયર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે હાઇકોર્ટ ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન રિજિજુને તેમની સત્તાવાર ફરજો નિભાવવાથી રોકે અને બંનેને બંધારણીય હોદ્દા પર રહેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે “ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન જાહેર મંચ પર કોલેજિયમ સિસ્ટમ તેમજ બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંત પર ખુલ્લેઆમ હુમલો કરી રહ્યા છે. બંધારણીય હોદ્દાઓ ધરાવતા લોકો દ્વારા આ પ્રકારનું અયોગ્ય વર્તન કરી લોકોની નજરમાં સર્વોચ્ચ અદાલતની વિશ્વસનીયતા ઓછી કરી રહ્યા છે.”
જાહેર હિતની આ અરજી હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની બાકી છે.
ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને કિરેન રિજિજુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી, પદ પરથી હટાવવાની માંગ
RELATED ARTICLES