સુરતમાં શાળાના આચાર્યની વિકૃત કરતુત, જાહેરમાં વિદ્યાર્થીના કપડા કાઢી અડપલા કર્યા

આપણું ગુજરાત

Surat: સુરતમાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવે તેવી ઘટનાનો વિડીયો સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ બોલવી બે વિડીયો જાહેર કર્યા હત. આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે આ વિડીયો પાલિકાની શિક્ષણ સમિતિની પુણામાં આવેલ 300 નંબરની સ્કૂલનો છે. વિકૃત માનસિકતા ધરાવતો આચાર્ય વિદ્યાર્થીની જાતીય સતામણી કરતો હોવાનું વિડીયોમાં દેખાય છે. શાળાનો આચાર્ય વિદ્યાર્થીના કપડા કાઢી અડપલા કરતો દેખાય છે. આમ આદમી પાર્ટીએ આ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા લેવા સરકારને માંગ કરી છે.
મળતી માહિતીમુજબ આ ઘટના ત્રણ મહિના પહેલાની છે છતાં માનસિક વિકૃત આચાર્યને સસ્પેન્ડ કરી ફોજદારી પગલા લેવાની કડક કાર્યવાહી કરવાને બદલે શિક્ષણ સમિતિએ આચાર્યની બદલી કરીને સંતોષ માન્યો હતો. આમ આદમી પાર્ટીએ આ આચાર્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધવા શાસકોને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. એફઆઈઆર નહીં નોંધાય તો AAP પોલીસ કમિશનર પાસે પુરાવા સાથે ફરિયાદ નોંધાવશે. આમ આદમી પાર્ટીના કહ્યા પ્રમાણે આચાર્યના લેપટોપની તપાસ કરવામાં આવે તો હજુ ચોંકાવનારા વીડિયો પણ સામે આવી શકે.
આ આચાર્યના બે વિડીયો બહાર આવ્યા છે એક એક વીડિયોમાં સ્ટાફ રૂમમાં બાળકને નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરે છે. બીજા વિડીયોમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હોવાનું દેખાય છે.
હાલ આ આચાર્ય ભોયરામાં ઉતરી ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.