મુંબઈ: મહાનગરમાં આતંકવાદી હુમલાની ફરીથી ધમકી મળી છે. આ વખતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને ઇ-મેઇલ મોકલાયો હતો, જેમાં આતંકવાદી સંગઠન તાલિબાન સાથે કડી ધરાવતી વ્યક્તિ મુંબઈમાં ‘હુમલા’ કરશે, એવી ધમકી આપવામાં આવી હતી. એનઆઇએની મુંબઈ ઓફિસને ગુરુવારે ધમકીભર્યો ઇ-મેઇલ પ્રાપ્ત થયો હતો, જેને પગલે પોલીસ, મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) તેમ જ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ધમકીભર્યો સંદેશ મોકલવા માટે જે ઇ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરાયો હતો તેના પર ‘સીઆઇએ’ હતું અને મોકલવારે દાવો કર્યો હતો કે તાલિબાન સાથે કડી ધરાવતો શખસ મુંબઈમાં હુમલા કરશે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આઇપી એડ્રેસ પાકિસ્તાનમાં ટ્રેસ થયું હતું. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફેડરલ એજન્સીને પણ આવો જ મેઇલ મોકલવામાં આવ્યો હતો, જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ આવો મેઇલ મોકલવામાં આવ્યો હોવાથી પોલીસને શંકા છે કે કોઇએ મજાક કરી છે. (પીટીઆઇ)
તાલિબાન સાથે કડી ધરાવતી વ્યક્તિ મુંબઈમાં ‘હુમલા’ કરશે: એનઆઇએને મળ્યો ધમકીભર્યો મેઇલ
RELATED ARTICLES