Homeઆપણું ગુજરાતજૈસે કો તૈસાઃ નગરપાલિકાએ કચરો ન ઉપાડ્યો તો લોકોએ કચેરીમાં જ ઠાલવી...

જૈસે કો તૈસાઃ નગરપાલિકાએ કચરો ન ઉપાડ્યો તો લોકોએ કચેરીમાં જ ઠાલવી દીધો

 

પોતાના અધિકારક્ષેત્રની હદમાં સ્વચ્છતા જાળવવી અને કચરાનો યોગ્ય નિકાલ કરવો તે નગરપાલિકાની મુખ્ય જવાબદારી હોય છે. પાલિકા દ્વારા જ્યારે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં ન આવે ત્યારે લોકોનું જીવવું મુશ્કેલ થઈ જાય છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં નાગરિકોએ આવો ત્રાસ ભોગવ્યા બાદ પાલિકાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

જામનગરની ધ્રોલ નગરપાલિકામાં અનેક વિસ્તારોમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની લોકોની ફરિયાદ છે. આજે વોર્ડ નંબર 4ના લોકોએ પોતાના વિસ્તારનો કચરો એકત્ર કરી પાલિકામાં ઠાલવી રોષ વ્યકત કર્યો હતો. લોકો એ પોતાના વિસ્તારમાંથી  ટ્રેકટરમાં કચરો એકત્ર કરી પાલિકાના મુખ્ય ગેટ પાસે ઠાલવી દેવાયો હતો.

ધ્રોલમાં આવેલ મેમણ ચોક, વાણંદ શેરી સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં એક મહિનાથી સાફ સફાઈ થતી ન હોય, આ વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈના અભાવે વિસ્તારોમાં ગંદકીના પરિણામે રોગચાળાનો ડર પણ રહે છે. આ અંગે નાગરિકો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચે ત્યારે ચીફ ઓફિસર પણ હાજર હોતા નથી અને બપોર બાદ જ ચીફ ઓફિસર આવતા હોવાનું પણ લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. છેલ્લાં એક મહિનાથી ધ્રોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ ન થતી હોય, લોકોએ ધ્રોલ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે કચરો ઠાલવી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.

જોકે ઘણા શહેરોમાં લોકો આ રીતે સરકારી તંત્રની આંખ ખોલવાની કોશિશ કરતા હોય છે, પરંતુ તંત્ર મચક આપતું નથી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular