બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

હઘ એવરેટ -સુબ્રમણ્યન ચંદ્રશેખર
૧૯૫૭મા એવરેટની થીસિસ ડૉક્ટોરેટ ડિગ્રી માટે સ્વીકારાઇ અને તેનો ટૂંકો અહેવાલ રિવ્યુ ઑફ મોડર્ન ફિઝિક્સમાં છપાયો. તેનું શીર્ષક હતું “રિલેટિવસ્ટેટ ફોર્મ્યુલેશન ઑફ કવોન્ટમ મિકેનિકસ.તે જ સામયિકમાં એવરેટના ગુરુ જૉહન વ્હિલરે એવરેટની થિયરીની પ્રશંસા કરતું સંશોધનપત્ર પણ લખ્યું. એવરેટનું સંશોધન પત્ર છપાયું. પણ કોઇને પણ તે અગત્યનું લાગ્યું નહોતું. વ્હીલરે એવરેટને ક્વોન્ટમ મિકેનિકસમાં આગળ સંશોધન કરવા પ્રોત્સાહન આપ્યું, પણ એવરેટે તે હતાશામાં ધ્યાન પર લીધું નહીં. એવરેટ આધ્યાત્મિક ન હોતા. તેથી તે હતાશ થઇ ગયેલા. આવી જ ઘટના વિખ્યાત ખગોળ-ભૌતિકશાસ્ત્રી સુબ્રમણ્યન ચંદ્રશેખરના જીવનમાં બની હતી. ચંદ્રશેખરે સૂર્ય જેવા તારાનું મૃત્યુ વ્હાઇટ ડવૉર્ફ (વામન) તારાના સ્વરૂપે કેવી રીતે થાય તેની થિયરી આપેલી જેનો તે વખતનાં માંધાતા ખગોળ-ભૌતિકશાસ્ત્રી આર્થર સ્ટેન્લી એડીંગ્ટને વિરોધ કર્યો. ચંદ્ર બિચારા વર્ષો સુધી સૂન-મૂન થઇ ગયેલા પણ તેઓ આધ્યાત્મિક હતા, તેથી ટકી શકયા. પણ ધીરે ધીરે તેમની થિયરી સાચી સાબિત થઇ, વામન તારાની શોધ થઇ, એટલું જ નહીં પણ તે થિયરીએ ન્યુટ્રોનસ્ટાર, બ્લેક હોલની થિયરીને જન્મ આપ્યો. તે બદલ ચંદ્રને ૧૯૮૩માં, પચાસ વર્ષ પછી નૉબેલ પ્રાઇઝ મળ્યું. ચંદ્ર એ રીતે ભાગ્યશાળી હતા કે તેઓ ત્યાં સુધી (૧૯૯૫ સુધી) જીવતા રહ્યાં. કારણ કે ચંદ્ર આધ્યાત્મિક હતા. એવરેટ એટલા ભાગ્યશાળી ન હતા. જ્યારે કોઇ સંશોધક-સંશોધનપત્રનો અસ્વીકાર કરવામાં આવે છે ત્યારે તે હતાશાના ગર્તમાં પડી જાય છે. સંશોધન સાચું છે કે ખોટું તે માત્ર રેફરી જ નક્કી કરે અને રેફરીને પડકારવા અઘરા પડે. રેફરી તરીકે રેફરી શા માટે સંશોધનપત્રનો અસ્વીકાર થયો છે. તેના વિસ્તૃત કારણો પણ આપતાં નથી અને સંશોધનને થોડું સુધારી બચાવી શકાય કે નહીં કે તે ખરેખર મૂળમાં અસ્વીકાર યોગ્ય છે તે જણાવતાં નથી. ઘણીવાર તેમને જ સંશોધન પત્ર સમજાયું હોતું નથી અને તેઓ સંશોધકોને અન્યાય કરી બેસે છે.
સંશોધનપત્રના રેફરી (એકઝામિનર) તરીકે પ્રોફેસર પી. સી. વૈદ્ય નંબર એક પર આવે. કારણ કે તે થીસિસનો કે સંશોધનપત્રનો અસ્વીકાર નહીં કરે પણ એવા સૂચનો આપે કે સંશોધક તેના સંશોધનને સુધારી તેને ફરીથી પ્રકાશિત કરી શકે. હાલમાં સંશોધન પત્રના આવા રેફરી (એકઝામિનર) બહુ ઓછાં છે. મેં ૪૦ સંશોધન પત્રો નેશનલ ઇન્ટરનૅશનલ વિજ્ઞાન સામયિકોમાં પ્રસિદ્ધ કરેલા છે. તેમાં એક પણ વાર પ્રોફેસલી પી. સી. વૈદ્ય સંશોધન પત્રના રેફરી નહીં હતા. મારી જ વાત કરું, મેં ૧૯૮૨ની સાલમાં સૂર્યમંડળના દરેકે દરેક સરખા ગ્રહ, ઉપગ્રહ પર ભરતી-ઓટ (Tidd Forces) ની શું અસર થાય છે તેનું સંશોધન કર્યું. આ બળો જો વધારે શક્તિશાળી હોય તો તે આકાશીપિંડની સપાટી (surface) ઊંચી કરે. જો આ સપાટીને તે વધારે ઊંચી કરી શકે તો તેને જવાળામુખીનું રૂપ ધારણ કરી શકે. આપણો ચંદ્ર કોઇ કોઇવાર પૃથ્વીના પડને થોડું ઊંચુ કરે છે. જયારે પૂર્ણિમાં કે અમાસ હોય ત્યારે સૂર્ય-ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળવાન બને છે. સૂર્યમાળાના બધા સભ્યો પર ખાસ કરીને તેના પિતૃપિંડના ભરતી-ઓટના બળો વધારે લાગે છે. ગણતરી કરતા નેપ્ચ્યુનના ભરતી-ઓટના બળો તેના ઉપગ્રહ ટ્રાયટન પર અસાધારણ રીતે લાગતા જણાયા. તેથી મેં મારા સંશોધન પત્રમાં આગાહી કરી કે ટ્રાયટન પર જવાળામુખી ભભૂકતા હોવા જોઇએ. આ સંશોધનપત્ર મેં નૅશનલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરવા મોકલ્યું. રેફરીએ તેનો અસ્વીકાર કર્યો અને જેવી તેવી કોમેન્ટ લખીને તેનો જવાબ આપ્યો. એટલે હતાશામાં આપણે સૂન-મૂન થઇને બેસી રહ્યાં. પણ રસપ્રદ વાતે એ બની કે સાત વર્ષ પછી જ્યારે નાસાનું વૉયો (જર-૨) અંતરીક્ષયાન નેપ્ચ્યુન અને તેના ઉપગ્રહ ટ્રાયટન પાસે ગયું. ત્યારે તેને છાયાચિત્રો મોકલાવી દર્શાવ્યું કે ટ્રાયટન પર જવાળામુખીઓ ભભૂકે છે. પણ આ બાબતે મારી શોધનો કલેઇમ (claim, ક્રેડિટ)તો ગઇને? ઘણીવાર સંશોધનપત્રના પરીક્ષકો સંશોધકોને અન્યાય કરે છે. પણ તેમાં વધારે કાંઇ થઇ, શકે નહીં. રેફરીના રિપોર્ટ સામે દલીલ કરી શકાય પણ જર્નલના તંત્રીઓ રેફરીનો નિર્ણય અંતિમ લે છે.
મારી બાબતમાં બીજો એક દાખલો ટાંકુ. મેં ૧૯૮૦માં સૂર્યમાળામાં ચાલતાં ગુરુત્વીય સ્પંદનોની મદદ લઇ એક સંશોધન કર્યું. એમાં એમ સ્પષ્ટ થતું હતું કે સૂર્ય અને બુધ વચ્ચે એક કે બે અજાણ્યા ગ્રહો છે. સૂર્યને પોતાને શનિ જેવી વલયમાળા છે, નેપ્ચ્યુનગ્રહને ત્યાં સુધી ન શોધાયેલી પૂરી વલયમાળા છે. મંગળનો ઉપગ્રહ ફોઓઝને મંગળગ્રહ તેના ભરતી-ઓટ (Tidal forces)થી તોડે છે. જેથી ભવિષ્યમાં મંગળનેે પણ પાંખી વલયમાળા બનશે. આ સંશોધનપત્રને મેં “અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ નામના ઇન્ટરનૅશનલ સાયન્સ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરવા મોકલ્યું. તે ૧૯૮૧માં પ્રકાશિત થયું. પછી બીજા વિજ્ઞાન સામયિકોએ તેની ખૂબ જ સરસ નોંધ લીધી કે રાવલ કહે છે કે યુરેનસગ્રહને એક બહારનું વલય છે અને બીજા નહીં શોધાયેલ ઉપગ્રહો છે. જ્યારે વોયોજર યાન અંતરીક્ષની વિષમ પરિસ્થિતિમાં હેમખેમ યુરેનસ પાસ પહોંચશે ત્યારે શું રાવલે દર્શાવેલ યુરેનસનું બહારનું વલય અને તેના હાલ સુધી નહીં શોધાયેલ ઉપગ્રહો શોધશે? જયારે વૉયોજર યાન ૧૯૮૯માં નેપ્ચ્યુન પાસે પહોંચશે ત્યારે શું તે રાવલે દર્શાવેલ નેપ્ચ્યુનની વલયમાળા અને હાલ સુધી નહીં શોધાયેલા નેપ્ચ્યુનના ઉપગ્રહો શોધશે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે તારાએ સંશોધનપત્રની ૧૯૮૧ની સાલમાં ચર્ચા થઇ હતી. આ કારણ મેં ત્યાર વખતના નેહરુ સેન્ટરના જનરલ સેક્રેટરી અને ત્યાર વખતના ઍટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જીના સેક્રેટરી ડૉ. રાજા રામન્નાને જાણ કરવા માટે એ સંશોધનપત્રની કોપી મોકલી. મેં તેમણે એ જાણ કરવા માટે જ મોકલી હતી. તેમણે એ મારું સંશોધનપત્ર ત્યારના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ એસ્ટ્રોફિઝિકસના ડિરેક્ટર અને ઇન્ટરનૅશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના ચેરમેન વિખ્યાત ખગોળશાસ્ત્રી હકીકતમાં ખગોળ નિરીક્ષક પ્રોફેસર વેણુવપ્પુને મોકલી દીધું. તેણે એ સંશોધનપત્રની પ્રશંસા તો કરી પણ છેલ્લે એક વાક્ય એ લખ્યું કે રાવલની થિયરી નેસેસરી કન્ડિશન તો સાબિત કરે છે પણ સફીસ્યન્ટ કન્ડિશનનું શું? આમ તેમણે ઠેસી મારી અને એ સંશોધનપત્રની આડકતરી રીતે વેલ્યૂ ઘટાડી દીધી. એ યોગ્ય ન હતું. હવે જયારે સાત વર્ષ પછી મારું સંશોધન વૉયોજરે સાચું સાબિત કર્યું. પણ પ્રોફેસર બપ્પુ હાર્ટ ઑપરેશન કરાવવા ૧૯૮૩માં જર્મની ગયા હતા. ત્યાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. જયારે વૉયોજરે મારી થિયરી સાબિત કરી ત્યારે નહેરુ પ્લેનેટેરિયમના ડિરેક્ટર ડૉ. વેંકટવરદન હતા અને હું જોઇન્ટ ડિરેક્ટર હતો. તેમણે પણ આ બાબતે કોઇ ઇનિસિએટીવ લીધી નહીં. તેને નહેરુ સેન્ટરના હાયર ઓથોરિટી બનાવ્યું નહીં. આમ દેશમાં મને જે ક્રેડિટ મળવી જોઇએ.નેહરુ સેન્ટરમાં મને જે ક્રેડિટ મળવી જોઇએ તે મને મળી નહીં. ખેર, મને તેનો જરા પણ રંજ નથી. આમ દરેકે દરેક વિજ્ઞાનીના જીવનમાં આવું બને જ માટે વિજ્ઞાની જ આધ્યાત્મિક સ્વભાવનો હોય તો તેને આનુ દુ:ખ કે ધક્કો લાગે નહીં કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન એ ગીતામાં કહેલું શ્રીકૃષ્ણ ભગવાનનું વિધાન આવા પ્રસંગે માનવીને સ્થિર રાખે છે.
મેડમ કયૂરીની પુત્રી બે વાર નૉબેલ ઇનામ જીતતા રહી ગઇ કારણ કે તેણીને તેની શોધનું અર્થઘટન કરતા આવડયું નહીં. તેમ છતાં તેની આધ્યાત્મિકતાને લીધે તેને કાંઇ ધક્કો લાગ્યો નહીં કેમ કે તે મેડમ કયૂરીની દીકરી હતી, આધ્યાત્મિક હતી. અને છેવટે તેણીને તેની બીજી શોધ માટે નૉબેલ પ્રાઇઝ મળ્યું.

Google search engine