ગ્લોબલ આઈકોન એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીના જન્મદિવસ પછી પીસી મધુરહૂડને એન્જોય કરી રહી છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરા સૌથી પહેલી વખત એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને સરોગસીની ખુલ્લેઆમ વાત કરી છે.
ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાએ સરોગસી શા માટે પસંદ કર્યું અને તેની સામે લોકોની ટીકાનો પણ ભોગ બનવું પડ્યું હતું. કહેવાય છે કે બ્રિટિશ મેગેઝીન બ્રિટિશ વોગ માટે સૌથી પહેલી વખત ફોટોશૂટ કરાવ્યું છે અને લાખો લોકોનું પ્રિયંકાએ જ નહીં, પરંતુ તેની ક્યુટ દીકરીએ દિલ જીતી લીધું છે. 19મી જાન્યુઆરી, 2023ના પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટોગ્રાફ શેર કર્યો છે.
તસવીરમાં પ્રિયંકા ચોપરાએ રેડ બોડી હગિંગ ડ્રેસ પહેરેલો છે, જેમાં તે ફુલ સ્લીવ્સ અને ટર્ટલ-નેક હતી. પીસી તેના ચાર્મિંગ લૂકમાં એક યુનિક નેકલેસ, ડેવી મેકઅપમાં જોવા મળે છે, જ્યારે મેચિંગ કલરમાં ટ્યુનિક ડ્રેસમાં તેની દીકરી બહુ ક્યુટ લાગે છે. આ ફોટોગ્રાફ શેર કરતા પ્રિયંકાએ લખ્યું છે કે
View this post on Instagram
Another one of our many firsts together…#MM
આ ફોટોગ્રાફને લોકોએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે અને તેના પર હજારો લોકો ટિપ્પણી કરી રહ્યા છે.
આ ફોટોમાં પ્રિયંકા તો જોવા મળી રહી છે, પરંતુ માલતીનો ચહેરો જોવા મળતો નથી. ઈન્ટરવ્યૂ વખતે પ્રિયંકાએ કહ્યું હતું કે માલતીનો જન્મ થયો ત્યારે તે ઓપરેટિંગ રુમમાં હતી. તે મારા હાથ કરતા પણ બહુ નાની હતી. મેં જોયું કે ઈન્ટેન્સિવ કેરમાં નર્સ શું કરે છે, પણ તમે એમને ભગવાનથી ઓછી આંકી શકો નહીં. મને મેડિકલ પ્રોબ્લમ હોવાથી હું બાળકને જન્મ આપી શકું એમ નહોતી, પણ મને સરોગસી મારફત બાળકને જન્મ આપવાની તક મળી એ વાતથી મને ખૂબ નસીબદાર માનું છું.