ગુજરાત ATSએ દરોડા પાડી વડોદરાના ગ્રામ્ય વિસ્તાર સિંઘરોટમાંથી રૂ.500 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. સિંધરોટમાં આવેલા ફાર્મહાઉસની પાછળનાં ખેતરમાં આવેલા એક શેડમાં ડ્રગ્સ બનાવવાનું કારસ્તાન ચાલતું હતું. આ કેસની તપાસના તાર દુબઈ સુધી લંબાયા છે. ડ્રગ્સ બનાવવા માટે દુબઈથી હવાલા મારફતે પેમેન્ટ આવતું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં મુખ્ય આરોપી સૌમિલ પાઠકનો પાટર્નર સલીમ ડોલા દુબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે મિટિંગ કરીને કરોડોના પેમેન્ટની વ્યવસ્થા કરતો હતો.
ATS દ્વરા વડોદરા શહેર અને ગ્રામ્ય એમ બે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સિંધરોટ પાસેના ગોડાઉનમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવામા આવતુ હતુ. આ રો મટીરિયલનું ટેબ્લેટ ફોર્મમાં વેચાણ કરવામાં આવતું હતું. અહીંથી આ રો મટીરિયલને અમદાવાદ, મુંબઈ, કચ્છ મોકલવામાં આવતું હતુ. આ ગોરખ ધંધો આસરે એક મહિનાથી ચલાવવામાં આવતો હતો.
આ મામલે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
વડોદરાના સિંધરોટમાં ડ્રગ્સ બનાવવા દુબઈથી પેમેન્ટ આવતું હોવાનો ખુલાસો
RELATED ARTICLES