અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનું કારણ બનતી પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ નવમી જુલાઈના દિવસે આગરાના આલિશાન મહેલમાં લગ્નના બંધનમાં બંધાશે.
સંગ્રામે તેની લવસ્ટોરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી પાયલ સાથે આગરા મથુરા રોડ પર પહેલી મુલાકાત થઈ હતી અને ત્યારબાદ અમે એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં. હવે અમે ટૂંક સમયમાં અગ્નિની સાક્ષીએ ફેરા લઈને સાત જન્મ સુધી એકબીજાના થવા જઈ રહ્યા છીએ. લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે. અમારા લગ્નમાં ફક્ત નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આગરા મોગલકાળના આર્કિટેચ્ર તથા હિંદુ મંદિરોની ખૂબસુરતી માટે જાણીતું છે.
નોંધનીય છે કે સંગ્રામે અગાઉ બે વાર પોતાના લગ્નને પોસ્ટપોન કરી ચૂક્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ક્યારેક પાયલે તો ક્યારેક તેના પરિવારે લગ્ન માટે દબાણ આપ્યું હતું.