કોંગ્રેસ નેતા પવન ખેડાની આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને રાયપુર જતી ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે સવાલ કર્યો કે ખેડાને કયા આધારે નીચે ઉતારવામાં આવ્યા? અને શું દેશમાં કાયદાનું શાસન છે? પવન ખેડા ઈન્ડિગોના એરક્રાફ્ટ નંબર 6E 204માં સવાર થઇ ગયા હતા ત્યાર બાદ તેમને નીચે ઉતારવાનું કહેવામાં આવ્યું હતું અને વિરોધમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ વિમાનમાંથી નીચે ઉતરીને વિરોધ કર્યો હતો.
पवन खेड़ा जी को असम पुलिस गिरफ्तार करके ले जा रही है।
उन्होंने कौन सा ऐसा जुर्म किया है कि उन्हें गिरफ्तार किया गया?
ये तानाशाही नहीं तो और क्या है?
: @SupriyaShrinate जी pic.twitter.com/PqUVYG0QKK
— Congress (@INCIndia) February 23, 2023
“>
પવન ખેડાની ધરપકડ બાદ આસામ પોલીસે જણાવ્યું કે, અમે દિલ્હી પોલીસને પવન ખેડાની ધરપકડ કરવા અપીલ કરી હતી. સ્થાનિક કોર્ટની પરવાનગી લીધા બાદ અમે તેમને આસામ લાવીશું. આસામના દિમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસના સંદર્ભમાં, આસામ પોલીસની એક ટીમ પવન ખેડાના રિમાન્ડ લેવા માટે દિલ્હી જવા રવાના થઈ છે.
કોંગ્રેસે આ મામલે ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ આ મામલાને છત્તીસગઢ થવા જઈ રહેલા કોંગ્રેસના સત્ર સાથે જોડી દીધો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાયપુરમાં યોજાનાર રાષ્ટ્રીય સંમેલનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.
પવન ખેડાએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ ખેડાની ધરપકડની માંગ કરી હતી.