દોહા: ફૂટબોલ વર્લ્ડ કપમાં સોમવારે મધરાતે દક્ષિણ કોરિયા અને બ્રાઝિલ વચ્ચે પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં પહેલી ૪૫ મિનિટની રમતમાં એકસાથે ચાર ગોલ બ્રાઝિલના ખેલાડીએ કરતા આખી મેચ પોતના ફેવરમાં કરી નાખી હતી.
ઇજાગ્રસ્ત નીમારે comeback કર્યું હતું અને એનો શાનદાર ફાયદો ઉઠાવતા શરૂઆતથી કોરિયાની ટીમ પર દબાણ સર્જ્યું હતું અને પહેલા હાફમાં એકસાથે ચાર ગોલ કરવાનો રેકોર્ડ કર્યો હતો
જોકે આ હારને જીરવી નહિ સકતા દક્ષિણ કોરિયાના કોચે તાત્કાલિક રાજીનામું આપતા આખા વર્લ્ડકપમાં સૌથી મોટો ઉહાપોહ મચી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મેચની વાત કરીએ તો બ્રાઝિલના તમામ પ્લેયર પહેલેથી આક્રમક રમ્યા હોવાથી દક્ષિણ કોરિયાનું સપનું ચકનાચૂર થયું હતું.
પહેલાં હાફમાં એક પણ ગોલ દક્ષિણ કોરિયાના પ્લેયર કરી શક્યા નહોતા, જ્યારે તેની સામે બ્રાઝિલના જુનિયર વિનીએ સાતમી મિનિટ, નેમારે ૧૩મી મિનિટ, ૨૯મી મિનિટે રિચર્લ્સને, લુકાસે ૩૬મી મિનિટે ગોલ કર્યા હતા. જોકે બીજા હાફમાં દક્ષિણ કોરિયાના પ્લેયર એ એક ગોલ કર્યો હતો પણ એ અંતે વ્યર્થ ગયો હતો. મેચના અંતમાં કોરિયા બ્રાઝિલ સામે ૪-૧થી હારી ગયું હતું.
૧૬ વર્ષ પછી પહેલી વખત દક્ષિણ કોરિયા પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં આવ્યા પછી બ્રાઝિલ સામે ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ ૨૦૧૦માં ઉરુગ્વે સામે પરાસ્ત થવું પડ્યું હતું. વાસ્તવમાં કોરિયાના કોચ પાઉલો બેન્તો હાર પચાવી નાં સકતા તત્કાલ અમલથી રાજીનામું આપ્યું હતું. મૂળ પોર્ટુગલના ૫૩ વર્ષના બેન્તો ટીમના નબળા પ્રદર્શનથી નિરાશ થઈને રાજીનામું આપી દીધું હતું.