પતરા ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા બન્યા આક્રમક

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: ગોરેગાંવ ખાતે સિદ્ધાર્થનગર પુનર્વિકાસ (પતરા ચાલ) પ્રોજેક્ટમાં ઘરની ખરીદી કરનારા ગ્રાહકો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. છેલ્લાં આઠ વર્ષથી ઘરની પ્રતીક્ષા કરી રહેલા ગ્રાહકોએ પોતાની બિલ્ડિંગને મ્હાડાએ તાબડતોબ ઓસી આપવાની માગણી કરી છે. આ માગણી માટે ગ્રાહકોએ બુધવારે મોરચાની હાકલ પણ કરી છે. મૂળ રહેવાસીઓની અને મ્હાડાની છેતરપિંડી કરીને એક હજાર કરોડથી પણ વધુ રકમનો ગોટાળો થયેલો પ્રોજેક્ટ એટલે સિદ્ધાર્થનગર પુનર્વિકાસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ મ્હાડાએ તાબામાં લીધો હોવાથી પુનર્વસન બિલ્ડિંગનું કામ શરૂ થયું છે. ટૂંક સમયમાં જ મ્હાડાની આગેવાનીમાં બિલ્ડિંગનું કામ શરૂ થવાનું છે. આમ છતાં આ પ્રોજેક્ટના જે ઘરના વેચાણ થયાં છે એ ઘરો ડેવલપર પાસેથી ખરીદી કરનારા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઘર ખરીદતાં જ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો હોવાથી હવે ઘર કેવી રીતે અને ક્યારે મળશે, એવો સવાલ ઊભો થયો છે.

તાજેતરમાં, શિવસેનાના નેતા સંજય રાઉતની પ્રોજેક્ટમાંથી ભંડોળના ગેરઉપયોગમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.