દિલ્હી જઈ રહેલા સ્પાઈસજેટ એરક્રાફ્ટના એન્જિનમાં હવામાં આગ લાગી, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આગના સમાચાર જાણવા મળ્યા છે. દિલ્હી જતી સ્પાઈસજેટના એરક્રાફ્ટના એન્જિનમાં ખામી સર્જાતા વિમાન પટના એરપોર્ટ પર પાછું ફર્યું હતું. ફ્લાઈટના ટેકઓફ બાદ આગના સમાચાર મળ્યા હતા.
પ્લેનની અંદર આગ લાગવાના અહેવાલ બાદ સ્પાઈસ જેટના એક વિમાનને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તમામ 185 મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે.
“વિમાનની ડાબી પાંખ પર જ્વાળાઓ જોવા મળી હતી. તે તરત જ ઉતરી ગયું હતું. વિમાનની બે બ્લેડ વાંકી વળી ગઇ હતી. ફુલવારી શરીફ (જગ્યાનું નામ)ના લોકોએ પ્લેનની જ્વાળાઓ જોઈ અને એરપોર્ટ સત્તાવાળાઓને જાણ કરી હતી,” એમ પટના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું.
સ્પાઈસજેટ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

#WATCH Delhi bound SpiceJet flight returns to Patna airport after reporting technical glitch which prompted fire in the aircraft; All passengers safely rescued pic.twitter.com/Vvsvq5yeVJ

— ANI (@ANI) June 19, 2022

“>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.