હિન્દુ-મુસ્લિમની એકતા: મુસ્લિમ પરિવારે હિન્દુની નનામીને કાંધ આપી, રામ નામ બોલતા-બોલતા ઘાટ પર લઈ જઇ અંતિમ સંસ્કાર કર્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશના કેટલાક રાજ્યોમાં એત તરફ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે બિહારની રાજધાની પટનામાં હિન્દુ-મુસ્લિમની એકતાનો પરિચય આપતો કિસ્સો સામે આવ્યો છે.

સમનપુરા વિસ્તારના રાજા બજારમાં મુસ્લિમ પરિવારે એક હિન્દુની નનામીને કાંધ આપી હતી અને ‘રામ નામ સત્ય હૈ’ બોલીને તેને ઘાટ પર લઇ જઇ હિન્દુ રિતી રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

જે શખસનું નિધન થયુ તેઓ 25 વર્ષથી મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા. મોહમ્મદ અરમાનના પરિવારે વર્ષો પહેલા એક હિન્દુ શખસ રામદેવને પોતાની ત્યાં નોકરી આપીને પછી પરિવાર સાથે જ રાખી લીધા હતા. રામદેવની ઉંમર 75 વર્ષ હતી અને તેમનુ આ દુનિયામાં બીજુ કોઇ નહોતુ.

25થી 30 વર્ષ પહેલા રામદેવ નામનો વ્યક્તિ રાજા બજારના સમનપુરા પહોંચ્યો હતો. એ ઘણો ભૂખ્યો હતો. એ સમયે આ મુસ્લિમ પરિવારે તેને ભોજન આપ્યું હતું અને એટલું જ નહીં પોતાની દુકાનમાં સેલ્સમેનની નોકરી પણ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.