હાર્દિક પટેલના નિવેદનથી પાટીદારો ધુઆંપુઆ: પોસ્ટર પર કાળો કલર લગાવી કર્યો વિરોધ, હુમલાના ડરે ગૃહ વિભાગે વધારી સુરક્ષા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ભાજપની સરકાર વિરુધ આંદોલન કરી નામના મેળવીને ભાજપમાં જ જોડતા હાર્દિક પટેલ સામે પાટીદારોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપમાં જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે પાટીદાર અનામત અંદોલન દરમિયાન થયેલી તોડફોડ અને આગચંપીની ઘટનાઓથી છેડો ફાડી આવું કરનારને અસામાજિક તત્વો કહેતા પાટીદારો રોષે ભરાયા છે. મહેસાણાના ઉનાવા ખાતે પાટીદાર અગ્રણીઓએ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળો રંગ લગાવીને રોષ ઠાલવ્યો હતો. ત્યારે હુમલાના ડરે ગૃહ વિભાગે હાર્દિક પટેલની સુરક્ષામાં વધારો કર્યો છે.

ભાજપમાં જોડાવાનો હર્દીકનો દાવ ઉલટો પડતો હોય એવું જણાઈ રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સોશિયલ મેડિયા પર હાર્દિક પટેલનો સખત વિરોધ થઇ રહ્યો છે ત્યારે હાર્દિકનો તમામ સ્થળે વિરોધ કરવા માટેની તૈયારીઓ પાટીદાર સમાજે આરંભી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ સમાજના અનેક અગ્રણીઓ દ્વારા એક ચળવળ શરુ કરવામાં આવી છે. ત્યારે ભજાપના અગ્રણીઓ પણ હાર્દિકને પાર્ટીમાં સામેલ કરીને મુંજાયા છે. હાર્દિકના ભાજપ પ્રવેશ સામે ભાજપમાં પણ છૂપી નારાજગી છે.

પાટીદાર આંદોલન વખતે હાર્દિકના જીવને ખતરો છે તેવા આઇબી ઈન્પુટ પછી આનંદીબેન સરકારે હાર્દિકને પોલીસ રક્ષણ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ જાસૂસી થવાના ડરે હાર્દિકે પોલીસ રક્ષણ લેવાનું ઇનકાર કર્યો હતો. ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ ગૃહ વિભાગે હાર્દિક પર હુમલો થવાની શક્યતાઓને લઈને બે કમાન્ડોનું રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે હાર્દિક રક્ષણ સ્વીકારશે કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી.

નોંધનીય છે કે પાટીદાર અનામત અંદોલન સમયે ગુજરાતની ભાજપ સરકાર અને મુખ્યપ્રધાન આનંદી બેન તથા વડાપ્રધાન મોદી વિરુધ આકરા નિવેદનો આપી હાર્દિક પટેલ લાઈમ લાઈટમાં આવીને સમાજ માટે હીરો બન્યા હતા. હવે એ જ પાર્ટીમાં જોડાઈને વડપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. આ ઉપરાંત ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના સમયગાળા દરમિયાન ‘કેટલાક અસામાજિક તત્વોએ જાહેર મિલકતને નુકસાન કર્યું હતું’ તેવું જણાવ્યું હતું. જેથી આડકતરી રીતે પાટીદાર યુવાનોને જ તેણે અસામાજિક તત્વો ગણાવ્યા હોવાનું પાટીદાર સમાજના અગ્રણીઓ માની રહ્યા છે. જેના કારણે પાટીદારોમાં હાર્દિક પ્રત્યે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ખાતે હાઇવે પર ભાજપ દ્વારા હાર્દિક પટેલનાં સ્વાગત માટે લગવાયેલા પોસ્ટરો પર પાટીદાર અગ્રણીઓએ કાળી શાહી ચોપડીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. હાલ તો હાર્દિકના મોઢા પર અને નામ પર કાળી શાહી લગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.