બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાન’ બોક્સ પર ધૂમ મચાવી રહી છે. વિવાદો વચ્ચે રિલીઝ થયેલી પઠાન ફિલ્મ દર્શકો દર્શકોને ખુબ પસંદ પડી રહી છે. પહેલા દિવસે રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. 26 જાન્યુઆરીએ ફિલ્મે 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
રીલીઝના પહેલા જ દિવસે પઠાને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો. પઠાને કલેક્શનના મામલે KGF 2 અને War જેવી ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. શાહરૂખ ખાનની સ્પાય થ્રિલરે પહેલા દિવસે ભારતમાંથી હિન્દી ભાષામાં 55 કરોડનું કલેક્શન કર્યું હતું જ્યારે અન્ય ભાષાઓમાં 2 કરોડની કમાણી કરી હતી. તો બીજા દિવસે ફિલ્મને પ્રજાસત્તાક દિવસની રજા હોવાનો પૂરેપૂરો લાભ મળ્યો અને પહેલા દિવસ કરતાં વધુ કલેક્શન કર્યું છે. અહેવાલો અનુસાર, ‘પઠાન’ ફિલ્મે રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણીનો આંકડો માત્ર બે દિવસમાં 100 કરોડને પાર થઇ ગયો છે. ફિલ્મનું કુલ કલેક્શન 122 કરોડ સુધી પહોંચી ગયું છે.
‘પઠાન’ની જબરદસ્ત કમાણી જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ફિલ્મ વીકએન્ડમાં વધુ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ‘પઠાન’ ફિલ્મમાં શાહરૂખ ખાનના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ 250 કરોડના બજેટમાં બની છે જેને વર્લ્ડ વાઈડ 8 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે બાદમાં 300 સ્ક્રીન વધારવામાં આવી હતી.
પઠાને બોક્સ પર ધૂમ મચાવી, બીજા દિવસે પણ રેકોર્ડ તોડ કમાણી કરી
RELATED ARTICLES