Homeઆપણું ગુજરાત‘સંતો મંજૂરી આપશે તો જ પઠાન ફિલ્મ રિલીઝ થવા દેશું’ બજરંગદળ...

‘સંતો મંજૂરી આપશે તો જ પઠાન ફિલ્મ રિલીઝ થવા દેશું’ બજરંગદળ અને VHPનું નિવેદન

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાન 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે, ફિલ્મના શોનું પ્રિબુકિંગ પણ શરુ થઇ ગયું છે. ફિલ્મની રીલીઝની વિરોધ કરી રહેલા હિન્દુત્વવાદી સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ(VHP) અને બજરંગ દળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જો સંતો મંજુરી આપશે તો જ ફિલ્મ રિલીઝ થવા દેશે.
VHP અને બજરંગ દળ બંને જૂથો પઠાન ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યાં છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુંડાગર્દી કરી અમદવાદના મલ્ટીપ્લેક્સમાં તોડફોડ પણ કરી હતી. ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મલ્ટિપ્લેક્સ માલિકોને સંપૂર્ણ પોલીસ સુરક્ષાની ખાતરી આપી છે, જેના એક દિવસ પછી, બંને જૂથોના પ્રવકતા દ્વારા મનમાની ભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યા છે.
VHP ગુજરાતના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કેટલાક સંતો, VHP પદાધિકારીઓ અને બજરંગ દળના નેતાઓ માટે પ્રદર્શિત કરવા આવે. જો અમે સંતુષ્ટ થઈએ અને સંતો મંજુરી આપે તો અમે ફિલ્મનો વિરોધ કરીશું નહીં. જો જો વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં નહીં આવે, તો ફિલ્મની રિલીઝને મંજૂરી ન આપવાનો નિર્ણય યથાવત રહેશે.’
દરમિયાન, ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન (GMOA) ના સભ્યોએ જણાવ્યું હતું કે સિનેમા હોલને રિલીઝના દિવસે જ કોપી મળે છે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, “તમામ શહેરના પોલીસ કમિશનરો અને એસપીને કાયદો અને વ્યવસ્થાના જાળવવા માંટે તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટરોની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ બદમાશો તોફાન કરે કે સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે. સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ધરપકડ કરવામાં આવશે.’
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને મંજરી આપી દીધી છે, ગુજરાત સરકારે પણ ફિલ્મ રિલીઝ કરવા મલ્ટીપ્લેક્સ માલિકોને સલામતીની ખાતરી આપી છે ત્યારે VHP અને બજરંગ દળ મંજુરી આપવા વાળા છે કોણ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular