પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારીનો ફતવો: વિધાર્થીઓને જબરદસ્તી રાજ્ય અને કેન્દ્ર સરકારના વખાણ કરતા પત્ર લખવા કહેવાયું

આપણું ગુજરાત

આગામી 15મી ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પુરા થઇ જવા રહ્યા છે જે નિમિતે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારીએ બહાર પડેલા ફતવા બાબાતે વિવાદ ઉભો થયો છે. પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળા આચાર્યોને પત્ર લખી શાળાના વિદ્યાર્થીઓને રાજ્ય અને કેન્દ્રના વખાણ કરતા પત્ર લખવાનું ફરમાન મોકલાયું હતું.
પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જીલ્લાની તમામ માન્ય સરકારી, ગ્રાન્ટેડ બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યને સંબોધીને પત્ર લખી કહ્યું હતું કે ભારત સરકાર દ્વાર ધો-૧ થી ૧૨ તથા ઉચ્ચશિક્ષણ માટે જુદી જુદી ખાસ વિવિધ સહાય આપવામાં આવે છે તો તેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ માન.પ્રધાનમંત્રીશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીને સંબોધીને દરેક વિદ્યાર્થી પાસે લખવીને મોકલવા.
નોંધનીય છે કે બંધારણની કલમ 21-A મુજબ મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું એ દેશના છ થી ચૌદ વર્ષની વયજૂથના દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. ત્યારે સરકાર વિવિધ સહાયની આપી વિદ્યાર્થીઓ પર ઉપકાર કરતી હોય એવો વર્તાવ કરી રહી છે અને સરકારના અધિકારીઓ સરકારનો આભાર માનતા પત્ર બાળકો પાસે લખાવવા ફતવા બહાર પાડે છે.
આવારનવાર શાળાના શિક્ષકોને શિક્ષણ કર્યા ઉપરાંત અન્ય જવાબદારીઓ સોંપવામાં આવે છે. જેણે લઈને શિક્ષકો સરકારને અનેક રજુઆતો કરી ચુક્યા છે છતાં તેમણે કામનું ભારણ સોંપવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.