ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે મેરેજ કર્યા

દેશ વિદેશ સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે તેની પાર્ટનર બેકી બોસ્ટન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ ન્યૂ સાઉથ વેલ્સના બાયરન બેમાં એક લક્ઝરી વિલામાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં તેમનો 9 મહિનાનો પુત્ર એલ્બી પણ સામેલ થયો હતો. આ સમારોહમાં પેટ અને બેકીનો પરિવાર અને મિત્રો તેમજ કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા.
તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી છે. લગ્નની વિધિઓ દરમિયાન બેકીએ સફેદ ગાઉન પહેર્યું હતું અને પેટે બ્લેક સૂટ પહેર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેન અને સ્પિનર ​​નાથન લિયોન સમગ્ર સમારંભ દરમિયાન હાજર રહ્યા હતા.
બેકી બોસ્ટન ઈંગ્લેન્ડની રહેવાસી છે અને વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઈનર છે. તે કમિન્સ કરતાં લગભગ અઢી વર્ષ મોટી છે. બેકી ઓનલાઈન સ્ટોર દ્વારા લક્ઝરી હોમ ફર્નિશિંગ વેચે છે. બેકી એક ફર્મની માલિક પણ છે.
પેટ અને બેકી 2014થી સાથે છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્ષ 2014થી એકબીજાની તસવીરો જોઈ શકાય છે. લાંબા સંબંધો પછી પેટ કમિન્સે વર્ષ 2020માં બેકીને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું. કમિન્સે એક પિકનિક સ્પોટ પર જઇ બેકીને ઘૂંટણિયે પડી બેકીને પ્રપોઝ કર્યું હતું. આ વાત ખુદ બેકીએ એક ઈન્ટરવ્યુમાં કહી હતી. લાંબા સમયથી આ કપલ લગ્ન કરવા માંગતુ હતું, પરંતુ કોરોનાને કારણે તેમાં વિલંબ થયો હતો. દરમિયાન, ઓક્ટોબર 2021માં કપલ પણ માતાપિતા બની ગયું હતું. તેમના પુત્રનું નામ એલ્બી બોસ્ટન કમિન્સ છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ સારા સમાચાર આપ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.