મારી નિ:સ્વાર્થતાની પા… પા… પગલી

ઇન્ટરવલ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ એટલે સ્વયંનું નીરિક્ષણ અને પરીક્ષણ કરવાનો અવસર.
આ પર્યુષણમાં check કરો કે તમારા પર્યુષણ routine કે થશે કે root in?
આ પર્યુષણમાં સંકલ્પ કરો કે, મારે નિ:સ્વાર્થતાના rootsને મારી આત્મધરાના ઊંડાણ સુધી લઈ જવા છે. routine પર્યુષણ તો ઘણા કર્યાં, આ વર્ષે ગુણ પ્રાગટ્યના પર્યુષણ કરવા છે.
એકવાર આંખો બંધ કરી અનુપ્રેક્ષા કરો, તમે ક્યાં-ક્યાં, કોની-કોની સાથે સ્વાર્થ કર્યો છે? કેવો છે તમારો selfish nature?
આ જિંદગીમાં અને આ જગતમાં દરેક problemsનું મૂળ કારણ સ્વાર્થ હોય છે. સ્વાર્થ એ અવગુણ છે, જેમાં બધાં ગુણોને ખોઈ નાંખવાની ક્ષમતા છે.
જે સ્વાર્થી હોય, એના mindમાં એક calculatorહોય છે, સ્વાર્થનું calculator સવાર પડે અને એનું calculator onજ્ઞક્ષ થઈ જાય. એનું calculation શરૂ થઈ જાય, આજે મને શું મળશે, આજે મને કેટલું મળશે?
સ્વાર્થ એ એન્જિન છે, જેની પાછળ જોડાયેલાં બધાં ડબ્બાં પણ સ્વાર્થના, લોભના, રાગ-દ્વેષના અને અવગુણોના બની જાય છે. જેમની lifeમાંથી સ્વાર્થ નામનું એન્જિન disconnect થાય છે એના અવગુણોના ડબ્બા બધાં છૂટા પડી જાય છે.
સ્વાર્થ વ્યક્તિને અવગુણોની દિશામાં લઈ જાય છે, જ્યારે નિ:સ્વાર્થતા સત્યની, ગુણની અને મોક્ષની દિશામાં લઈ જાય છે.
માસક્ષમણ કરવું સહેલું છે, સાધુ બનવું સહેલું છે, પણ નિ:સ્વાર્થ બનવું બહું અઘરું છે.
જે નિ:સ્વાર્થ બને છે, એનો આત્મા ઉચ્ચત્તમ આરાધક બને છે. નિ:સ્વાર્થ બનવા શું કરવું જોઈએ? નિ:સ્વાર્થી બનવા મનની વાતને માનવાનું stop કરવું જોઈએ. મન ઈચ્છે એની વિરુદ્ધ કરવાનું શરૂ કરો.
નિ:સ્વાર્થતાના પ્રાગટ્ય માટે જીવનમાં ગુરુ હોવા જરૂરી હોય છે.
ગુરુ સ્વાર્થને ઘટાડે છે અને સમર્પણતાને વધારે છે.
જેમ જેમ સમર્પણતા વધે, તેમ તેમ હું, મને અને મારું ઘટે અને સર્વ પ્રત્યે પ્રેમ વધે.
જ્યાં પ્રેમ હોય ત્યાં નિ:સ્વાર્થતા હોય. જ્યાં રાગ હોય ત્યાં સ્વાર્થ હોય.
સ્વાર્થ સ્વયંને, પરિવારને, શાસનને, સમાજને બધાંને નુકસાન પહોંચાડે છે.
એકવાર નિ:સ્વાર્થતા તરફ પા… પા પગલી ભરવાનું શરૂ કરશો તો સ્વાર્થની દોડ ધીમી પડી જશે.
જેમ તેમ નિ:સ્વાર્થતા વધે છે, તેમ તેમunconditional love પણ
વધે છે.
સ્વાર્થી વ્યક્તિના ચહેરાનું smile up-down થયા કરે, પણ નિ:સ્વાર્થીના ચહેરા પર સદાય પ્રભુ જેવું smile હોય.
મોટા સ્વાર્થને છોડી નથી શકતાં તો નાનકડું નિ:સ્વાર્થનું સત્કાર્ય શરૂ કરી દો, એક દિવસ તે અવશ્ય મોટું થઈ જશે.
સ્વાર્થમાંથી નિ:સ્વાર્થતા તરફ લઈ જનાર તત્ત્વ છે પ્રેમ! જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવ વધારી દો. નિ:સ્વાર્થતાના ગુણરૂપી roots આત્મધરાની અંદર ઊંડા… ઊંડા ઊતરતા જશે.
————————-
પર્યુષણની પરમ પ્રેરણા
– મારા માટે પર્યુષણ routine નહીં, પણ root in હોવા જોઈએ.
– સાધનાની penમાં જો ગુણોની યિરશહ ન હોય તો, આપણે આપણી selfની Examમાં રફશહ થઈ જઈએ છીએ. જે સ્વયંની Examમાં Fail થાય છે, ભગવાન પણ એનેPass ન કરાવી શકે.
– જેમણે પોતાના જીવનમાં નિ:સ્વાર્થતાના ભાવ પ્રગટાવી દીધા હોય, એમની આંખોમાં મૃત્યુ સમયે સંતોષનું certificate હોય.
– આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ પાપ કે દોષ હોય તો તે ‘સ્વાર્થ’ છે.
– જ્યાં સ્વાર્થ હોય ત્યાં શર્ત હોય.
– જ્યારે સ્વાર્થનું મૃત્યુ થાય, ત્યારે પરમ સુખનો જન્મ થાય.
– આપણી અંદરમાં રહેલાં સુખબુદ્ધિનાં Cells આપણને calculations કરાવતાં રહે છે.
– સ્વાર્થને Minus કરવા માટે, આપણે વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેના પરિગ્રહભાવને ઘટાડવો જોઈએ.
– વસ્તુ કે વ્યક્તિનો પરિગ્રહ એટલે આપણા સ્વાર્થનું charger!
– આપણને વસ્તુ કે વ્યક્તિ નહીં પણ એના દ્વારા મળતું સુખ પ્રિય લાગતું હોય છે.
– સ્વાર્થ નામનો એક અવગુણ તમામ ગુણોને ભસ્મીભૂત કરી નાંખે છે.
– સ્વાર્થના engineની પાછળ જોડાતાં પાછળના બધાં જ compartments અવગુણોના જ હોય.
– સ્વાર્થ ઘટે તેને મોક્ષની દિશા દેખાવા લાગે.
– નિ:સ્વાર્થી બનવા માટે શું કરવું જોઈએ? મનની વાતને માનવાનું બંધ કરવું જોઈએ. મન જે ઈચ્છે, તેના વિરુદ્ધનું કરવા લાગશો તો સ્વાર્થ ઘટવા લાગશે.
– નિ:સ્વાર્થતા તરફની પા… પા પગલી, સ્વાર્થની દોડને ઘટાડે છે.
– ગુરુનું કર્તવ્ય હોય છે; શિષ્યના સ્વાર્થને ઘટાડવાનું અને સમર્પણતાને વધારવાનું! સમર્પણતાથી હું, મને અને મારું ઘટવા લાગે છે.
– જ્યાં રાગ હોય, ત્યાં સ્વાર્થ હોય. જ્યાં પ્રેમ હોય, ત્યાં નિ:સ્વાર્થતા હોય.
– તમારો સ્વાર્થ ક્યારેક કોઈને ધર્મથી દૂર કરી શકે છે, તો તમારો નિ:સ્વાર્થભાવ ક્યારેક કોઈને ધર્મ સાથે જોડી શકે છે.
– સ્વાર્થીના ચહેરા પરની પ્રસન્નતા શેરબજારના Graphની જેમ updownથતી હોય છે, જ્યારે નિ:સ્વાર્થીની પ્રસન્નતા કાયમ એક સમાન રહેતી હોય છે.
—————————
પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા
આશા દીપ ચેરિટેબલ ટ્રસ્ટ: ૨૪મી ઑગસ્ટના ડૉ. સ્વપ્નીલ કોઠારીનું દૃષ્ટિકોણમાં બદલાવ કે માધ્યમ સે આધ્યાત્મિક સમૃદ્ધિ વિષય પર વ્યાખ્યાન અને ધવલ કોઠારીના સંગાથે ભક્તિભાવનાનું નાણાવટી ઓડિટોરિયમ, નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભકિતભાવના રાતે આઠ વાગ્યાથી નવ સુધી અને નવથી દસ પ્રસિદ્ધ વક્તાઓનું વક્તવ્ય.
શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા: શ્રી ગુજરાતી કેળવણી મંડળ, માટુંગા, શ્રી માનવ સેવા સંઘ-સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જે.જે.સી સાયન-માટુંગા અને જૈન સોશિયલ ગ્રુપ સાયનના સંયુક્ત ઉપક્રમે પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે ભક્તામર સ્તોત્રની સમજણ વિષય પર તા. ૨૪મી ઑગસ્ટના ડૉ. રેખાબહેન વોરાનું પ્રવચન શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રીઅમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી અહેમદ કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ, પ્રવચન પહેલાં દરરોજ ૮-૪૦ કલાકે ભક્તિભાવના અને નવ વાગ્યે પ્રવચન.
પૂ. ધીરગુરુદેવનું યુટ્યુબ પર પ્રવચન: શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘ (કાટકોલા નજીક) દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે આજથી તા. ૩૧મી ઑગસ્ટ સુધી રોજ સવારે ૯.૩૦ કલાકથી ૧૦.૩૦ કલાક સુધી યુટ્યુબ ચેનલ ધીરપ્રવચનધારા પર પૂ. ધીરગુરુદેવનું પ્રવચન યોજાશે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.