મારી ક્ષમાપનાની પા… પા… પગલી

ઇન્ટરવલ

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

અણગમાને अप्पाणं वोसिरामि કરે એની સંવત્સરી સાર્થક!
જેના પરમ સદ્ભાગ્ય જાગે છે, તેને ક્ષમાપનાની પા… પા પગલી ભરવાના ભાવ જાગે છે.
સંવત્સરીની સવારે servant બનીને brainમાં પડેલાં negativitiesના, અણગમાના, વેર-ઝેરના, દ્વેષભાવના કચરાને clean કરવાના છે. Brain અને Heart જ્યારે clean થાય છે, ત્યારે સાચી ક્ષમાપના થાય છે.
ભૂલ કોઈની પણ હોય, મારે કોઈ ભૂલને યાદ રાખવી નથી.
જ્યારે આપણે સ્વયંને શ્રેષ્ઠ માનીએ છીએ, ત્યારે આપણે બીજાની ભૂલોને જોઈએ છીએ. જે ભૂલને સ્વીકારી શકે છે તે જ ક્ષમાપનાની પા… પા પગલી ભરી શકે છે. બને છે શું?
ભૂલ હોય છે ૧૦૦ ગ્રામ જેટલી પણ એના ઉપર over thinking કરીને વ્યક્તિ તેને ૧૦૦૦ ગ્રામની બનાવી દે છે, માટે જ, આજે brainમાં ભરેલાં ભૂલોના stockને clear કરવાનો છે.
સંવત્સરી શેના માટે હોય?
સ્વયંના સ્વભાવને સુધારવા માટે કે સામેવાળાના સ્વભાવને સુધારવા માટે હોય?
જે સુધરી જાય છે, તેની સંવત્સરી સાર્થક થઈ જાય છે અને જે સુધારવા જાય છે, તેની સંવત્સરી નિરર્થક થઈ જાય છે.
સંબંધો બગડવાનું કારણ હોય છે, આવેશ, આક્ષેપ અને self centre થવું. સંબંધોને સુધારવા બીજાની ભૂલોને erase કરી, સ્વયંના ગુણોને highlight કરવા જોઈએ, પરિવારજનોની પ્રશંસા કરવી જોઈએ.
જે પરિવારજનોના ઉદારદિલે વખાણ કરે છે, તેમને sorry કહેવાનો વારો જ નથી આવતો.
જે પરિવારમાં એક-બીજા પ્રત્યે સદ્ભાવ હોય, ત્યાં એક-બીજાના સદ્ગુણો પ્રગટ થતાં હોય છે.
આજે તમારા ઘરમાં ક્ષમા, સમતા, સહનશીલતા અને સદ્ગુણોના સમવસરણનું સર્જન કરી દો, ભવિષ્યમાં પ્રભુના સમવસરણમાં જવાનું booking થઈ જશે.
એ માટે એક ડાયરી બનાવો.
એક page પર પરિવારની વ્યક્તિઓના સદ્ગુણો લખો અને સામેના page પર તમારી ભૂલો લખો.
જ્યારે સામેવાળાના સદ્ગુણો દેખાવા લાગે છે, ત્યારે ‘ભૂલ મારી હતી’, એ વાક્ય બોલવું સહજ થઈ જાય છે.
જ્યાં ભૂલ સ્વીકારવાની ભાવના હોય છે, ત્યાં સંબંધોમાં મીઠાશ હોય છે. એકબીજા પ્રત્યે ગમો અને પ્રેમભાવ હોય છે.
સંવત્સરી શા માટે હોય છે?
સંવત્સરી અણગમાને अप्पाणं वोसिरामि કરવા માટે હોય છે.
ક્ષમા માગવા માટે અહંકાર છોડવો પડે છે.
ક્ષમા આપવા માટે અણગમો છોડવો પડે છે.
અંદર જ્યારે thinking“ nature હોય છે, ત્યારે અહંકાર હોય છે.
અંદરમાં જ્યારે over thinking“નો  natureનો ક્ષફિીંયિ હોય છે, ત્યારે અણગમો હોય છે.
ગુસ્સો આવતા ભવમાં સાથે નથી આવતો, પણ અણગમો વેર બનીને સાથે આવે છે.
વેર તમારા ભવને વધારે છે, માટે આજે જ વેરને વિદાય આપી દો.
જેમ-જેમ બીજાની ભૂલો દેખાય, તેમ-તેમ અણગમો વધતો જાય.
ચંડકૌશિક સર્પ કહે છે, મેં મારા શિષ્ય પ્રત્યે અણગમો રાખ્યો, એ અણગમાના વેર-ઝેરએ મને સાધુમાંથી સર્પ બનાવી દીધો.
આ પર્યુષણમાં મારે,
મારા અહંકારને છોડીને, સામેથી ક્ષમા માગવા જવું છે.
મારે અણગમાને છોડીને, પ્રેમથી ક્ષમા આપવી છે.
જો આ બે process  થઈ તો તમારી સંવત્સરી તો સાર્થક થશે અને તમારા ઘરમાં સમવસરણનું સર્જન થશે. પ્રભુને અને ગુરુને એમના શુદ્ધ-વિશુદ્ધ થયેલા ભક્તના ઘરે પધારવાનું મન થશે.
‘મને બધાં સાથે ફાવે અને મને પરમાત્મા સિવાય કોઈ સાથે ન ફાવે.’
આ સૂત્રને મનમાં ઘૂંટી, ego અને અણગમાને વોસિરાવી, સંવત્સરીને સાર્થક કરવી એ શ્રાવકનું કર્તવ્ય હોય છે.
ઈચ્છા મૃત્યુનો ઉપાય છે સેવા અને સ્વાધ્યાય!
Foodની સાથે Mood મને છોડવો એ શ્રેષ્ઠ તપ છે.
Food તો આપણે દિવસમાં ત્રણ વાર લઈએ પણ moodનો (ઈચ્છાનો) આહાર તો આખો દિવસ ચાલુ હોય છે. જેમણે mood ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હોય એની aura શુભ હોય. Mood ઉપર control કરવો એ તપધર્મ છે.
જ્યાં-જ્યાં ઈચ્છા છૂટે ત્યાં-ત્યાં ઈચ્છા નિરોધ તપ થાય અને ઈચ્છા નિરોધ તપ દરેક તપનો શ્ર્વાસ હોય છે.
weekમાં ૨ દિવસ mirror નહીં વાપરું, ૩ દિવસ સ્નાન નહીં કરું, પિરસેલી થાળીને 2 min જોયા કરીશ, પછી વાપરીશ, આવા નાના-નાના steps દ્વારા ઈચ્છા નિરોધ તપ આરાધના કરી શકાય છે.
આવું તપ કરવું જોઈએ અને અન્યને પણ તપ કરતા શીખવવું જોઈએ. રિક્ષાવાળાને શીખડાવો, passenger પાસેથી પૈસા લેતા પહેલાં હાથ જોડી, આંખ બંધ કરી પછી આંખ ખોલી પૈસા લેવા, આને પરિગ્રહ ત્યાગનું તપ કહેવાય.
નાની-નાની ઈચ્છાઓ પર control આવી જશે તો મોટી-મોટી ઈચ્છાઓ પર પણ control આવી જશે. Desire is the mother of sin.
ઈચ્છાથી જેનો ભોગ થાય, એ ઈચ્છા ક્યારેય પૂરી ન થાય એવા કર્મ બંધાય છે.
ઈચ્છામુક્તિનું તપ કરવું અને કરાવવું એ છે પર્યુષણની સાર્થકતા!

પર્યુષણની પરમ પ્રેરણા
સંવત્સરી મહાપર્વ
પોતાની અંદરના memory part clean કરવાનો અવસર.
પોતાની વૃત્તિને check કરવાનો અવસર.
અણગમાને વોસિરાવવાનો અવસર.
Egoનેzero કરવાનો અવસર.
અબોલાને અપ્પાણં વોસિરામિ કરવાનો અવસર.
સામેવાળાના સ્વભાવને બદલવાનો અવસર.
બીજાની ભૂલોનો જે stock brainમાં ભર્યો હોય, તેને remove કરવાનો અવસર.
સંવત્સરી – આખા વર્ષના ભારને હળવા કરવાનો અવસર.
આલોચના – પ્રભુની સમક્ષ open થવું.
પ્રતિક્રમણ – સ્વયંને વિશુદ્ધ કરવા
આત્માના પ્રક્ષાલનને પ્રતિક્રમણ કહેવાય છે.
જે ભૂલને ભૂલે છે, તે ભગવાન બને છે.
કોઈની ભૂલોને જોવી, એ પણ એક પ્રકારનો રોગ હોય છે.
સ્વયંને સુધારવા માટે unlimited પુરુષાર્થ કરો. અન્યને સુધારવા માટે limited પ્રયત્ન કરો.
Pastનિુંંpostmortam નહીં, પણ futureને સુધારવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
જેમને અન્યના સદ્ગુણોને શોધતાં આવડી જાય, એમની સંવત્સરી સાર્થક થઈ જાય.
પ્રેરણા : તમારા પરિવારજનોના ગુણોની ડાયરી બનાવો.
એક page પર પરિવારની વ્યક્તિના ગુણો લખો. સામેના page પર સ્વયંની ભૂલોને લખો.
જ્યારે હૃદયમાં સદ્ભાવ પ્રગટે છે, ત્યારે સામેવાળાના સદ્ગુણો દેખાય છે અને ત્યારે જ ‘ભૂલ મારી હતી’ એ વાક્ય સહજતાથી બોલી શકાય છે.
વેર તો સ્મશાનની રાખમાં પણ રાખ ન થાય, એ તો ભવોભવ સાથે આવે.
ગુસ્સો મન, વચન, કાયામાં હોય, વેર આત્મામાં હોય.
અણગમો : અંદરના અબોલાને અણગમો કહેવાય છે. Over thinking અણગમાને વધારે છે. ગુસ્સા કરતાં પણ ખરાબ હોય છે અણગમો!
ક્ષમા માગવા માટે અહંકાર છોડવો પડે.
ક્ષમા આપવા માટે અણગમો છોડવો પડે.
અણગમો દ્વેષનું સર્જન કરે. દ્વેષ વેરનું સર્જન કરે. વેર મન, વચન, કાયામાં ઝેરનું સર્જન કરે.
જે મન, વચન, કાયામાં ઝેર રાખે છે, તેનું ભાવિ ઝેરમય હોય છે.
જેના સંબંધોમાં કડવાશ નહીં, પણ હળવાશ હોય, તેની સંવત્સરી સાર્થક હોય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.