મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ શિવસેનાના બે જૂથની વચ્ચે ઘર્ષણ કરવામાં આવ્યા પછી પાલિકા સ્થિત તમામ પક્ષની રાજકીય કચેરીને સીલ કરી દેવામાં આવી છે. બુધવારે પાલિકા સ્થિત કાર્યાલયમાં શિવસેનાના બંને જૂથની વચ્ચે જોરદાર ઘર્ષણ કરવામાં આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાલિકાના કમિશનરે જણાવ્યું હતું. પાલિકાના હેડ ક્વાર્ટરમાં તમામ મુખ્ય પક્ષોની કચેરી આવેલી છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના એમ બંને જૂથની વચ્ચે બુધવારે સાંજના પાલિકાના હેડ ક્વાર્ટરના પક્ષના કાર્યાલયમાં ઘર્ષણ થયું હતું. બંને પક્ષની વચ્ચે જોરદાર ઘર્ષણ થયા પછી તનાવની સ્થિતિ ઊભી થયા પછી પોલીસને હસ્તક્ષેપ કરવાની નોબત આવી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બન્યા પછી શિંદે જૂથના નેતૃત્વહેઠળના શિવસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે પાલિકા પ્રશાસને હેડ ક્વાર્ટર સ્થિત શિવસેના, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પક્ષના કાર્યાલયોને સીલ કરી દીધી છે.
ઉદ્ધવ જૂથના શિવસેનાએ પાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો.