ખેડમાં ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન એકનાથ શિંદેની શિવસેનાને આપવાનો નિર્ણય લીધો તેના પર અત્યંત આક્રમક વલણ અપનાવતાં આ નિર્ણય પછીની પહેલી જાહેર સભામાં કહ્યું હતું કે ચૂંટણી પંચ અમારું નામ અને ચિહ્ન છીનવી શકે છે, પરંતુ અમારી પાર્ટી છીનવી શકશે નહીં.
મારી પાસે અત્યારે કશું જ નથી તેમ છતાં આટલી મોટી સંખ્યામાં મને મળવા માટે આવ્યા છો આને માટે પૂર્વજોના પૂણ્યની આવશ્યકતા પડે છે. શિવસેનાની સ્થાપના ચૂંટણી પંચના પિતાએ નહીં, મારા પિતાએ કરી છે, એમ જણાવતાં તેમણે વડા પ્રધાન મોદી પર આડકતરો હુમલો કરતાં ઉમેર્યું હતું કે પહેલાં ભાજપને ગલીનો શ્ર્વાન પણ પૂછતો નહોતો.
મારે ચૂંટણી પંચને ખાસ કહેવાનું છે કે તેમની આંખોમાં મોતિયો થયો ન હોય અને સાચી શિવસેના કઈ છે તે જોવામાં ખરેખર રસ હોય તો અહીં આવીને જૂઓ. આ ચૂના લગાવ પંચ છે. તે સત્તાના ગુલામ છે. ઉપરથી જે આદેશ આવે તે પ્રમાણે કામ કરનારા છે. આ ચૂંટણી કમિશનર બનવાને લાયક નથી એમ હુું જાહેરમાં કહું છું.
ચૂંટણી પંચે જે આધાર લઈને શિંદે જૂથની શિવસેના સાચી જાહેર કરી તે આધાર જ ખોટો છે. શિવસેનાની સ્થાપના ચૂંટણી પંચના પિતાએ નહીં, મારા પિતાએ કરી હતી. કદાચ ત્યાં ઉપર ચૂંટણી પંચની પિતા બેઠા હશે. તેઓ ચૂંટણી પંચના પિતા હોઈ શકે છે, મારા નહીં, એમ પણ ઉદ્ધવે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે શિવસેના ફોડનારા મરાઠી માણસોના અને હિંદુઓની એકતા પર ઘા કરી રહ્યા છે. હિંદુત્વ માટેશિવસેનાપ્રમુખે પોતાનું આખું જીવન વ્યતિત કર્યું. જે હિંદુત્વની પાંખો ફેલાઈ રહી હતી ત્યારે જ શિવસેનાના ટુકડા કરી નાખવામાં આવ્યા. ભાજપની શું હાજરી હતી, કોઈ શ્ર્વાન પણ પૂછતો નહોતો.
ત્યારે શિવસેના પ્રમુખ તેમની પડખે ઊભા રહ્યા ન હોતે તો આજે તે દેખાયા પણ ન હોત. તેઓ નિષ્ઠુર અને નિર્ઘુણ રીતે વર્તન કરી રહ્યા છે. જેમણે તેમનો સાથ આપ્યો તેમને જ ખતમ કરી રહ્યા છે. તેમણે અમને ખતમ કરી નાખવાનો પ્રયાસ કરી જોવો, એવો પડકાર ઉદ્ધવ ઠાકરેએ ફેંક્યો હતો.
પક્ષનું નામ અને ચિહ્ન છીનવી શકશે પાર્ટી નહીં: ઉદ્ધવ ઠાકરે
RELATED ARTICLES