લોનાવલામાં બંગલા ભાડે આપતા લોકો સામે પોલીસની લાલ આંખ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ચોમાસાની સિઝનમાં શનિ-રવિ વીક એન્ડ દરમિયાન મુંબઇથી લોનાવલા જનારા લોકોની ભારે ભીડ હોય છે. વીક એન્ડ દરમિયાન લોનાવલામાં પર્યટકોને બંગલા ભાડે મળતા હોય છે. ટૂંક સમય પહેલા જ આવા એક બંગલાના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી અને કરંટ લાગવાથી બે જણના મૃત્યુ થયા હોવાની ઘટના નોંધાઇ હતી. આ બાબતની નોંધ લઇ નગરપાલિકાએ હવે તમામ સ્વિમિંગ પુલોની તપાસ હાથ ધરી છે.
પર્યટકોને બંગલો ભાડે આપતા પહેલા જરૂરી મહારાષ્ટ્ર ટૂરિસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી)ની પરવાનગી લેવામાં નથી આવતી અને અનધિકૃત રીતે બંગલા ભાડે આપવામાં આવતા હોવાની માહિતી પાલિકાને મળતા જ તેમણે તપાસ હાથ ધરી હતી અને 10 વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ગેરકાયદે બંગલા ભાડા પર આવતાથી પર્યટકોની સલામતી અને સુરક્ષા સામે સવાલ ઊભા થવાથી પોલીસે અને નગરપાલિકાએ આકરા પગલા લેવાની શરૂઆત કરી છે. બંગલામાં આવેલા સ્વિમિંગ પૂલોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ સ્વિમિંગ પૂલો બનાવતા સમયે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.