પાર્થ ચેટર્જી સામે મમતા સરકારે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના SSC recruitment scamમાં નામ આવ્યા બાદ પાર્થ ચેટર્જીને પ્રધાનપદેથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે મમતા સરકારમાં પાર્થ ચેટર્જી ઉદ્યોગ પ્રધાન તરીકે કામ કરી રહ્યા હતાં. જ્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતાં તે સમયે થયેલા આ કૌભાંડ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બંગાળના ચીફ સેક્રેટરી તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર પાર્થ ચેટર્જીને ઉદ્યોગ પ્રધાન પદેથી હટાવવામાં આવ્યા છે. આ સાથે બાકી પદ પરથી પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમાં સૂચના અને પ્રસારણ વિભાગ, સાંસદીય મામલાથી જોડાયેલા વિભાગનો સમાવેશ થાય છે.
