SSC Scam: ઈડીની તપાસમાં વધુ એક ખુલાસો! થયો પાર્થ-અર્પિતાએ ખરીદ્યું હતું ફાર્મ હાઉસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પ્રકરણે મોટો ખુલાસો થયો છે. મમતા બેનર્જી સરકારમાં પાર્થ ચેટર્જીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ આ પ્રકરણે વધુ એક ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીએ મળીને શાંતિનિકેતનમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. બંનેએ મળીને 10 વર્ષ પહેલા 20 લાખ રૂપિયાની ચુકવણી કરીને ફ્લેટ ખરીદ્યો હતો.
નોંધનીય છે કે ઈડી આ એસએસસી સ્કેમ પ્રકરણે કડકાઈથી તપાસ કરી રહી છે. ઈડીએ અર્પિતા મુખર્જીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં તપાસ એજન્સીને ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા મળ્યા હતાં. એજન્સીના વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ અંગેની જાણકારી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.