પારસી મરણ
બેહરામ બાપુજી દારૂવાલા (ઉં. વ. ૯૦) તા. ૨૫-૧૧-૨૨ના ગુજરી ગયા છે. તે થ્રીતીના ખાવીંદ, તે ખુરશેદના પપા. મહારૂખ ખુરશેદ દારૂવાલાના સસરાજી. મરહુમ બાપુજી ને મોટલામાયના દીકરા. તે મરહુમ નરીમાન તથા સુનામાય માલેગામવાળાના જમાઇ. ઉઠમણાંની ક્રિયા તા.૨૭-૧૧-૨૨, રવિવારે બપોરે ૩.૪૫ વાગે, લાલબાગના વાડયાજીની અગિયારી. રે. ઠે. એચ/૭, નવરોઝ બાગ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨.
તેહમી રતન દમનવાલા તે મરહુમો નાજામાય તથા બેહરામશા કુંવરજી પારડીવાલાના દીકરી. તે રતનશા જહાંગીર દમનવાલાના ધણિયાની. તે ખરશેદ તથા મરહુમો જાલભાઇ, શાવકશા મીનોચહેર, કેકીના બહેન. ડો. બેહરામ, નીના ઝરીર કલ્યાણીવાલા, ફરાહ ફરોખ જીજીના તે ઝરીર, પરસી, રશના આદીલ, પુનીવાલા, ખુશરૂ ને કૈઝાદના ફૂઇજી. તે મરહુમો ધનમાય તથા જહાંગીર દમનવાલાના વહુ. (ઉં. વ.૯૧) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૧૧-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
એમી રતન ઉમરીગર તે મરહુમ રતન નસરવાનજી ઉમરીગરના વિધવા. તે જીમી ર. ઉમરીગર, મીકી ર. ઉમરીગર તથા નીલુફર બોમી ભોતના માતાજી. તે મરહુમો કોલામાય તથા ધનજી શા બલસારાના દીકરી. તે સનોબર જીમી ઉમરીગર, બોમી ભોત તથા વીલુ મીકી ઉમરીગરના સાસુજી. તે મરહુમો ખોરશેદ તથા નસરવાનજી ઉમરીગરના વહુ. (ઉં.વ.૮૧). ઉઠમણાંની ક્રિયા : તા. ૨૭-૧૧-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, સાહેર અગિયારી, ભુલાભાઇ દેસાઇ રોડમાં થશેજી.
મની માનેક વજીફદાર તે મરહુમ માનેકના ધણિયાની. તે મરહુમો માનેકબાઇ ને રુસ્તમજી રાનદેરીયાના દીકરી. તે ખુરશેદ તથા શેરનાઝના માતાજી. તે નાઝનીન ને બેહરામના સાસુજી. તે રોશન તથા મરહુમો જમશેદ અને પેસીના બહેન. (ઉં.વ.૯૨) ઉઠમણાની ક્રિયા: તા. ૨૭-૧૧-૨૨ના દીને બપોરે ૩.૪૫ વાગે કરાની અગિયારીમાં છેજી.
શિલુ કેરશાસ્પ બર્ડી (ઉં. વ. ૯૩) તા. ૨૫-૧૧-૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ કેરશાસ્પના વાઇફ. મરહુમ પેરીન અને મરહુમ કાલખુશરુના દીકરા. સાયરસ અને પર્સીના મધર. જેહાન અને શનાયાના ગ્રેન્ડમધર. ઉઠમણું તા. ૨૭-૧૧-૨૨એ બપોરે ૩.૪૦ વાગ્યે.