પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

અસ્પી અદી એલાવ્યા તે મરહુમો ટેહમી તથા અદી ધનજી શાહ એલાવ્યાના દીકરા. તે હીરાના ખાવીંદ. તે આદીલના બાવાજી. તે રૂપીંદરના સસરા. તે જીયાને અરમાનના બપાવાજી. તે હોશી અદી એલાવ્યાના ભાઇ. તે કેટીના જેઠ. તે બેઝાદના કાકાજી. તે મરહુમો દૌલત તથા નોશીરવાન જાલનાવાલાના જમાઇ. (ઉં. વ. ૭૬) રે. ઠે. પારસી કોલોની, ૬૫૪, ફીરદોશી રોડ, દાદર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૧૩-૭-૨૨ બપોરે ૩.૪૫ પી.એમ. દાદર મધે રૂસ્તમ ફરામમાં છે.
વીસ્પી પેશોતન ભાવનગરી તે મરહુમ શીરીન તથા પેશોતન ફીરોઝ શાહ ભાવનગરીના દીકરા. તે ડોશીના ખાવીંદ. તે પ્રીતી ને નવાઝના ભાઇ. તે મરહુમો શેરૂ તથા બરજોર પુનાવાલાના જમાઇ. (ઉ. વ. ૮૪) રે. ઠે. ૨/૨ અજંટા એપાર્ટમેન્ટ, ૭૫ કોલાબા રોડ, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા : ૧૩-૭-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. હ્યુઝીસ રોડ, મધે વાચ્છા ગાંધી અગિયારીમાં છે.
દીનશૉ ગુસ્તાદ ઇરાની તે દોલી દીનશૉ ઇરાનીના ખાવીંદ. તે ગુસ્તાદ દીનશા ઇરાનીના બાવાજી. તે મરહુમો દૌલત તથા ગુસ્તાદ દીનશૉ ઇરાનીના દીકરા. તે ફ્રેની શેરીયાર બમાસી તથા મરહુમો પેરીન ફરેદુન મોબેદજીના, જહાંગીર ગુસ્તાદ ઇરાની, બેહરામ ગુસ્તાદ ઇરાની તથા સીમીન દીનશૉ વાડીવાલાના ભાઇ. તે મરહુમો શેરીયાર બમાસી, ફરેદુન માબેદજીના, હોમાય ઇરાની તથા દીનશા વાડીવાલાના બ્રધર ઇન લૉ. તે મરહુમો જરબાનુ તથા અસ્પંદીયાર રૂઇનતનના જમાઇ. (ઉં. વ. ૮૫) રે. ઠે. ફલેટ નં-૧, ઔબર્ન હાઉસ, ફોરજેટ સ્ટ્રીટ, ગોવાલીયા ટેન્ક, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.
પેરીન નાદર સહીયાર તે મરહુમ નાદર ક. સહિયારના વિધવા. તે ડેઝી સામ ભરૂચા, પરસીસ નેવીલ કાસદ તથા બીનાઇફર નાદર સહિયારના માતાજી. તે મરહુમો માનેક તથા હોરમસજી થાનેવાલાના દીકરી. તે સામ મીનુ ભરૂચા તથા નેવીલ જાલ કાસદના સાસુજી. તે ફરઝાના, ઝીન્યા, પીરાન, તીના ને પર્લના મમઇજી. તે દારીયન, રેચલ, યાનાને ઝેદીનના મોટા મમઇજી. (ઉં. વ. ૮૯) રે. ઠે. ટી/૩૦, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૭-૨૨ના રોજે બપોરે, ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.