પ્રોચી રૂમી મસાલાવાલા તે મરહુમો ગુલ તથા એરચ બેલગામવાલાના દીકરી. તે મરહુમ રૂમી નીલ મસાલાવાલાના ધણીયાણી. તે કેનોઝ પૌરૂસ બેહરામ, કામદીન ને પરીનાઝ રૂમી મસાલાવાલાના માતાજી. પૌરૂસ હોમી બેહરામ કામદીન, દાનેશ શાપુર ખોદાદીના સાસુજી. તે ફરીશ્તે પૌરૂસ બેહરામ કામદીનના મમઈજી. તે ખુરશેદ એરચ બેલગામવાલા ને નરગીશ કેરસી દુબાશના બહેન. તે પરવીન બેહરામગોર પોચખાનાવાલાના ભાભી. (ઉં.વ. ૭૧). રહેવાનું ઠેકાણું: ૨/એ, ફલેટ નં. ૨૮, ૯મે માળે, તાતા મિલ્સ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, પરેલ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૩-૧૨-૨૨ના બપોરે ૩.૪૫ પી.એમ. મઝગામ મધ્યે પટેલ અગિયારીમાં છે.
હોમી મીનોચેર દસ્તુર (ઉં.વ.૯૬) તા. ૨૨-૧૨-૨૨એ ગુજરી ગયા છે. તે રોશનના હસબન્ડ. મરહુમ ગુલ અને મરહુમ મીનોચેરના દીકરા. રોશન, દિના, શેરનાના ફાધર. પરમીન્દરના સસરા. મરહુમ કેકી અને એમીના ભાઇ. ઉઠમણું : તા. ૨૩-૧૨-૨૨ બપોરે ૩.૪૦ વાગ્યે.