Homeટોપ ન્યૂઝસંસદનું બજેટ સત્ર: પીએમ મોદીએ કહ્યું ‘સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર’

સંસદનું બજેટ સત્ર: પીએમ મોદીએ કહ્યું ‘સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર’

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન આવતી કાલે 1લી ફેબ્રુઆરીએ નવા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજુ કરશે. એ પહેલા આજે બપોરે 1 વાગ્યે તેઓ આર્થિક સર્વે રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન કુલ 27 બેઠકો થશે. બજેટ સત્ર શરુ થતા પહેલા વડાપ્રધાન મોદીએ બજેટને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ આજે સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંયુક્ત ગૃહને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેમનું સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનું ગૌરવ છે અને આજે મહિલાઓના સન્માનનો પ્રસંગ પણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા નાણાપ્રધાન પણ એક મહિલા છે. તે આવતીકાલે દેશને બીજું બજેટ રજૂ કરશે. આજના વૈશ્વિક સંજોગોમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર છે. ‘ભારત ફર્સ્ટ, સિટિઝન ફર્સ્ટ’ના વિચાર સાથે અમે સંસદના આ બજેટ સત્રને આગળ વધારીશું. હું આશા રાખું છું કે વિપક્ષી નેતાઓ સંસદ સમક્ષ તેમના વિચારો રજૂ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે અસ્થિર વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ વચ્ચે ભારતનું બજેટ સામાન્ય નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, વિશ્વ જે આશાનું કિરણ જોઈ રહ્યું છે તે વધુ પ્રકાશિત બનશે. આ માટે હું દ્રઢપણે માનું છું કે નિર્મલા સીતારમન તે આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular