ક્રિકેટ અને બોલીવૂડ, બોલીવૂડ અને પોલિટિક્સ વચ્ચેના સંબંધો કંઈ નવા નથી. ઘણી વખત આપણે નેતા અને અભિનેત્રી વચ્ચે દિલ સે દિલના કનેક્શન જોડાઈ જાય છે. હવે તમને થશે કે આજે અચાનક કેમ પોલિટિક્સ અને બોલીવૂડ વચ્ચેના કનેક્શનની વાત કેમ કરી રહ્યા છે તો બોસ આ વિચાર આજે અચાનક મગજમાં આવવાનું કારણ છે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી બી-ટાઉનની બબલી ગર્લ પરિણીતી ચોપ્રાની તસવીરો છે.
એક્ટ્રેસ પરિણીતી ચોપરા બુધવારની સાંજે મુંબઈની માયા નગરીમાં આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી અને બસ ત્યારથી જ બંને વચ્ચે કુછ તો હૈની ચર્ચાઓ ચાલી રહી છે. બી-ટાઉન અને પોલિટિક્સ સર્કલમાંથી એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે કે શું પરિણીતી અને રાઘવ એકબીજાને ડેટ કરી રહ્યા છે?
View this post on Instagram
જોકે, આ અંગે કંઈપણ કહેવું જરા વધારે પડતું જ વહેલું છે, પરંતુ અહીં એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને એકસાથે ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચિવર ઓનર્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે.
ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) દ્વારા આ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનું આયોજન બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.
તમારી જાણ માટે કે 15 વર્ષ પહેલાં પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી અને રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર હતા અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ હતા. પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી. હવે જોવાની વાત એ છે કે શું બંને વચ્ચે ખરેખર કંઈક રંધાઈ રહ્યું છે અને જો આવું છે કે આ કપલ ઈન્ડસ્ટ્રીનું એકદમ ઈન્ટરેસ્ટિંગ કપલ સાબિત થશે…