મુંબઈઃ મુંબઈના પરેલ બ્રિજ પર એક ટ્રકમાં આગ લાગી હતી, સદ્ભાગ્યે ટ્રક ચાલકે સમયસર ટ્રકમાંથી કૂદકો મારતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના સવારે સાતેક વાગ્યાની આસપાસ બની હતી. ટ્રક ચાલકે સમયસર ટ્રકમાંથી કૂદકો મારી દેતાં તેનો જીવ બચી ગયો હતો.
અગ્નિશામક દળને માહિતી મળતાં જ જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા બંને તરફનો ટ્રાફિક થોડો સમય માટે રોકી રાખવામાં આવ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડના જવાને ટ્રકની આગ બૂઝાવવા માટે ત્યાંથી જ પસાર થઈ રહેલાં એક પાણીના ટેન્કરની મદદ લીધી હતી. અગ્નિશામક દળના જવાને દાખવેલી સમયસૂચકતાને પગલે ટ્રકનો ખાસ્સો એવો હિસ્સો બચાવી લેવામાં સફળતા મળી હતી, જોકે આગને કારણે ટ્રકની કેબિનમાં ખાસુ એવું નુકસાન થયું છે.
ટ્રક ભિવંડીથી એલ્યુમિનિયમનો સામાન લઈને પાયધુની જઈ રહ્યો હતો એ સમયે આ ઘટના બની હતી. આ બર્નિંગ ટ્રકને કારણે પરેલ બ્રિજ પર થોડાક સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો,