Homeઆમચી મુંબઈપરીક્ષા પહેલાં પનવેલ અને ઔરંગાબાદમાં વિદ્યાર્થીએ ઉઠાવ્યું આવું પગલું

પરીક્ષા પહેલાં પનવેલ અને ઔરંગાબાદમાં વિદ્યાર્થીએ ઉઠાવ્યું આવું પગલું

આજથી શરૂ થયેલી બારમા ધોરણની પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓને ટેન્શન થાય એ સ્વાભાવિક છે પરંતુ આ જ ટેન્શનને કારણે ઔરંગાબાદની સાથે સાથે જ મુંબઈના પનવેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. 17 વર્ષીય વંશ મ્હાત્રે બારમા ધોરણમાં ભણી રહ્યો હતો અને આજથી શરૂ થયેલી બારમા ધોરણની પરીક્ષા પહેલાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
પનવેલની દેવદર્શન સોસાયટીમાં રહેલાં વંશ મ્હાત્રેએ સોમવારે રાતે 9 વાગ્યાની આસપાસ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને હું અભ્યાસથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું એવું તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આજથી વંશની પરીક્ષા શરૂ થઈ રહી હતી, પરંતુ અભ્યાસના તાણ અને પરીક્ષાના ટેન્શનથી કંટાળીને વંશે આત્મહત્યા લીધી હતી.
પનવેલની સાથે સાથે જ ઔરંગાબાદમાં પણ પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતાં આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ઔરંગાબાદના એન8 સિડકોની એક સોસાયટીમાં રહેતાં આમન રવિન્દ્ર આહેરેવાલ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આમન બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો અને તે હંમેશ જેમ જ અભ્યાસ કરવા માટે પોતાના રૂમમાં ગયો હતો અને ત્યાં આત્મહત્યા જેવું ટોચનું પગલું લઈ લીધું હતું.
બારમા કે દસમા ધોરણની પરીક્ષાએ એ ચોક્કસ જ મહત્ત્વની છે. પણ જો તમે અભ્યાસ કર્યો છે કે નથી કર્યો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આત્મહત્યા જેવું અંતિમ પગલું તો ના જ ઉઠાવવું જોઈએ. દસમા કે બારમા ધોરણની પરીક્ષા તમારું ભવિષ્ય છે પણ જીવનને પૂરું કરી દેવાનું કારણ તો ન જ બની શકે. જો આ વખતે પરીક્ષામાં નિષ્ફળતા મળી તો પણ તેનાથી નાસીપાસ થયા વિના બીજી વખત પ્રયાસ કરો. જીવન ખૂબ જ સુંદર છે, તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો અને એમાં આગળ વધો. હારીને કે નિરાશ થઈને આત્મહત્યા કરી લેવું એ કોઈ પર્યાય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular