Homeટોપ ન્યૂઝપંકજનું 'અટલ' લૂક જાહેર

પંકજનું ‘અટલ’ લૂક જાહેર

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ છે ત્યારે આ ખાસ પ્રસંગે તેમના જીવન પર આધારિત ફિલ્મ ‘મૈં અટલ હૂં’ની પહેલી ઝલક રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલ બિહારી વાજપેયીનો રોલ પ્લે કરી રહ્યા છે. પંકજનો અટલ અવતાર જોઈને ચાહકો ચોંકી ગયા છે.
પંકજ ત્રિપાઠીના આ લૂક પાછળ પ્રોડક્શન હાઉસે ખૂબ મહેનત કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
પંકજ અટલ બિહારી વાજપેયીનનો રોલ નિભાવવા માટે ઉત્સાહિત
પંકજે જણાવ્યું હતું કે, અટલજી જેવા માનવીય રાજકારણીને પડદા પર રજૂ કરવા એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર રાજકારણી જ નહોતા, પરંતુ તેનાથી પણ વિશેષ તેઓ એક ઉત્કૃષ્ટ લેખક અને પ્રખ્યાત કવિ હતા. તેમના પગલે ચાલવું એ મારા જેવા અભિનેતા માટે કોઈ વિશેષાધિકારથી ઓછું નથી. મરાઠી ફિલ્મો “નટરંગ” અને “બાલગંધર્વ” માટે જાણીતા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે, જે આવતા વર્ષે અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષને ચિહ્નિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular