કંગના રનૌત બોલિવૂડની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર કોઈને કોઈ વાત પર બિન્દાસ પોતાના મંતવ્ય વ્યક્ત કરતી હોય છે. એટલે જ લોકો એને ‘કોમેન્ટ એક્સપર્ટ ક્વીન’ કહે છે. હવે તેણે ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર ટિપ્પણી કરી છે. મોટા ભાગે લોકોને ટોણા મારતી કંગનાએ અનુષ્કા અને વિરાટના ખુલ્લેઆમ વખાણ કર્યા છે.
તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કા બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા. કંગના તેનાથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંનેના વખાણ કર્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ઘણીવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે. આજે બંને બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ કોહલીએ બાબા મહાકાલની મુલાકાત લીધી હતી. જોકે, વિરાટ-અનુષ્કા અવારનવાર તીર્થસ્થળોની મુલાકાત લેતા હોય છે. આ પહેલા પણ વિરાટ-અનુષ્કા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા રહ્યા છે. બંનેની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે. કંગનાએ તેમની તાજેતરની તસવીરો પર પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે આ સ્ટોરી તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘આ પાવર કપલ એક સારું ઉદાહરણ બેસાડી રહ્યું છે. માત્ર મહાકાલના દર્શન માટે જ નહીં, પણ આ પદ્ધતિ સનાતન પર બનેલા ધર્મ અને સભ્યતાનો પણ મહિમા વધારે છે. તેમનો આ પ્રયાસ સૂક્ષ્મ સ્તરે મંદિર/રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપે છે. આ પદ્ધતિ દેશનું આત્મસન્માન વધારે છે અને દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ ઉજ્જૈન મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપી હતી. દર્શન કર્યા બાદ વિરાટે મીડિયાને ‘જય મહાકાલ’ કહ્યું હતું. અનુષ્કાએ જણાવ્યું હતું કે ‘ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવવા બહુ સારું છે’. મંદિરની મુલાકાત દરમિયાન વિરાટ-અનુષ્કા લગભગ દોઢ કલાક સુધી નંદી હોલમાં બેઠા હતા.