Homeપુરુષમારી વ્યથા ગોપષ્ટમીના પર્વે

મારી વ્યથા ગોપષ્ટમીના પર્વે

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલ કાટેલિયા

આપશ્રી સંસ્થાના તથા જીવદયાપ્રેમીઓને સવિનય જણાવવાનું કે આજે અત્યારે એક પશુ ચિકિત્સક (આપણી ગાંધીનગરની ટીમ)ના ફોન દ્વારા જાણવામાં આવ્યું કે ભાવનગરમાં છેલ્લાં ૧૯ વર્ષથી ગૌરક્ષા કરી રહેલા સંદીપભાઈ ગઢવી જેમની ઉપર હાલ માં ૩૮૫ ઋઈંછ ગુજરાત ન્યાયાલયમાં ચાલું છે.. તેમનાં જીવનમાં અસંખ્ય જીવ છોડાવ્યાં છે…
હાલમાં ભાવનગરની ગૌશાળાઓ જીવ લેવાની ના પડતાં તેઓ ધંધુકા, પાલિતાણા બાજુ ગૌશાળાઓ ને આજીજી કરીને જીવ મુકાવે છે…
પોલીસ તંત્ર સાથ આપે છે, પરંતુ કોઇ સંસ્થા આજ સુધી આવાં જીવનાં જોખમે જીવ છોડાવતા હોય, પરિવારની આર્થીક સ્થિતિ સારી ન હોવાથી ગમ્મે તેટલું સારું કે પૂણ્યનું કામ કરતાં હોવ તો પણ પરિવારના ભરણપોષણમાં કે બાળકોની જવાબદારીમાં ટૂંકા પડતા હોય તેવા ખરા પ્રથમ હરોળના સૈનિકનું કોઇ જીવદયપ્રેમીઓ , સંસ્થાઓ કે સરકાર પાસેથી કોઈપણ પ્રકારની મદદ મળતી નથી તે કડવી પણ સત્ય વાસ્તવિકતા છે..
આ સમસ્ત જીવદયાપ્રેમીઓ અને સંસ્થાઓ માટે શરમજનક છે કે આપણે બધા નવી નવી ગૌશાળાઓ અને તેમાં લાખો રૂપિયાના શેડ, ગોદામ બનાવીને પરિવાર ની તકતીઓ મુકાવી, ટ્રસ્ટીઓ સાથે ફોટા વીડિયો બનાવી ને જીવદયાનો પ્રચાર કરી રહ્યા છીએ, પરંતુ ખરી સેવા કરનારા પોતાનાં સ્વ ખર્ચે, જીવનાં જોખમે પોતાની નૈતિક જવાબદારી નિભાવતા ગૌરક્ષકો અને ત્યારબાદ આ જીવોની જીવે ત્યાં સુધી ફક્ત બે ટાઇમ રોટલા અને છાપરું મળે તેવા પાંચ થી દસ હજારના પગાર ઉપર પોતાનાં પરિવારની જવાબદારીઓ સાથે એક પણ રજા રાખ્યા વગર ૩૬૫ દિવસમાં એક પણ દિવસ ચારો, પાણી અને સફાઈમાં ભૂલ કરી હોય તેવાં સાચા પુણ્યશાળી ઉપર દુર્લક્ષ કરી રહ્યા છીએ.
ઉપેક્ષા કરી રહ્યા છીએ….
આ પણ ઈશ્ર્વરના ચોપડે પાપ, પૂણ્ય, લોભ, મોહ, ક્રોધ, ઈર્ષ્યા સાથે ઉપેક્ષા, ભેદભાવ પણ લખાતાં હશે….?
એક વાર વિચાર કરી જુઓ… કે આપણે આપણા બધા જ તહેવારો પરિવાર સાથે લાખોનો ખર્ચ કરીને ધામધૂમથી ઉજવીએ છીએ…
જ્યારે આ ગૌરક્ષકોના પરીવારને આશા નહીં હોય…?
કે આટલાં વર્ષોથી જીવદયાનું પૂણ્ય ભેગું કરવામાં અમારો કોઇ ભોગ નથી….?
શું અમારાં બાળકો સારું જીવન પણ જીવી ન શકે….?
ગૌશાળાઓમાં ટ્રસ્ટીઓ, મહેમાનોનાં નામે મોટાં આલીશાન સમસ્ત સુવિધાઓ જેવી કે ચોખ્ખા સફેદ બાથરૂમ, ગરમ પાણી, એરક્ધડીશન, મોંઘા ગાદલાઓ સાથે લેટેસ્ટ ફર્નિચર, બારીનાં મોંઘા પડદાઓવાળા બંગલાઓ, કોટેજ બનાવી શકે છે…
પરંતુ કોઇ મહેમાન કે ટઈંઙ દાતાઓને ગૌશાળામાં કામ કરતાં ખરા (સાચા), પહેલી હરોળનાં સેવકોની જીવનશૈલી જાણવાની કોશિશ કરી છે…?
આ ખરા સૈનિકોને જ મળવા હું દરેક ગામે ગામ જાઉં છું…(શ્રેય આદિ જિન ને જાય)
મેં મારી નજરે જોયું છે આ પહેલી હરોળના સેવકો કાળા, ઘોબા પડેલાં એલ્યુમિનિયમના ટોપમાં રસાવાળું (મોંઘું શાક ઓછું પોષાય) શાક અને લોઢી, તાવડીના રોટલા સિવાય કાઈ નથી જોયું…
દાળભાત તો તેમનાંથી પોસાય જ નહી…
ફકત ભંડારામાં કે કોઇ મફતના ફંકશનમાં ખવાય તેવી લકઝેરી આઇટમ કેવાય….
કપડાં…??
કોઈનાં જૂના મફતમાં મળે તો માપ નઈ જોવાનું…
બાકી રવિવારની ગુજરીમાં (ગૌશાળામાં સાંજની જવાબદારી નિભાવી ને) જૂના કપડાં રોડ ઉપર જ ટ્રાયલ લઈને તેમાં પણ ભાવ તાલમાં ખિસ્સા ને પોસાય અને ગમી જાય તો જ આપણા દાન કરેલાં પૂણ્યના પૈસા (ચિલ્લર)માંથી લેવાનાં…
આખા પરિવારની અંગત જરૂરીયાતનું લીસ્ટ લઇને ઓપન સ્કાય મોલમાં જ્યાં છેલ્લી અવસ્થાએ પહોંચેલા પ્રોડક્ટ જ મળતાં હોય ત્યાં જ આખા વર્ષનાં તેહેવારોની ખરીદી થાય.. (એમાં ભેદભાવ નહીં.. કોઈપણ જ્ઞાતિ જાતિનાં ઉતરેલાં, વાપરેલાં જૂના કપડાં, વાસણ બધું જ ચાલે)
આવા ગૌસેવકોના પ્રતાપે આજે અસંખ્ય ગૌશાળાઓ, પાંજરાપોળ અને મારી તમારી જેવી સંસ્થાઓ ટકી છે… એમ કહું તો અતિશયોક્તિ નથી ગણતો….
માની લો આ ૫ૠ ના જમાનામાં તેમના હાથમાં પણ મોબાઈલ છે જ, આ મોબાઇલ માં એને આટલી મહેનત અથવા એનાથી ઓછી મહેનતનાં વધુ પૈસા મળે અને કમાવાના મોકા મળે અને (ગમ્મે ત્યારે કાઈ પણ ખાવાની, પીવાની, મોજ કરવાની રજા ની છૂટ મળે ) તે પોતાનું જીવદયા કે જીવસેવા છોડી દે તો..?
આપણામાંથી કેટલા દિવસના થાક ઉપરાંત રાત્રે અંધારા રસ્તાઓના ખૂણામાં આંખનું પલકારું કર્યા વિના કસાઈઓની રાહ જોઈ શકીએ..?
તેમને પડકારી શકીએ..?
પોતાની ગાડી, પેટ્રોલ વાપરીને પીછો કરી શકીએ??? (વળતાં પ્રહારમાં ગાડીનું નુકસાન અલગ)
કદાચ આપણે પોલીસ દ્વારા આ કામ પૈસા આપીને (વગર પૈસે તો હવાલદાર પણ ભાવ નો દે) રેડ
પાડીને કે રસ્તા ઉપર જીવ છોડાવીએ તો ઋઈંછ માં પોતાનું પેલ્લું નામ કોણ લખાવે…????
નામ લખાવે તો કોર્ટમાં દર ૧૫ દિવસે તારીખમાં કોણ જાય…????
કોઇ કારણસર કોર્ટમાં ગેરહાજર થાવ તો ઋઈંછ કરનારનાં નામે વોરંટ નીકળે…
ઘરે પોલીસ વોરંટ લઇને આવે ને… ત્યારે અડોસપડોસમાં ગુસપુસ છાને ખૂણે ચર્ચાઓ શરૂ થઈ જાય કે ફલાણો તો મોટાં કાંડ કરતો લાગે છે…
(સધિયારો કોઇ નહી આપે)
એનાથી વિરુદ્ધ આ ગૌરક્ષકો જયારે કસાઈઓના મોહલ્લામાં પગ મૂકે કે તરત બાળકો સહિત મહિલાઓ જ પહેલો મોર્ચો સાંભળી લે. પથ્થર, લાકડી, ચાકુ, કોયતો હાથમાં જે આવે તે લઇને પોલીસની સામે ગૌરક્ષકોનો વિરોધ કરે, ભૂંડી ગાળો દે, સાથે હિંસક હુમલાઓ કરે અને કસાઈઓ ને ભાગવામાં મદદ કરે.
તો છે કોઇ ગૌમાઈ નો લાલ.????
ગૌરક્ષકોની ટીમમાં ભરતી ચાલુ છે…
વગર પગારે…
ગાંઠનાં ગોપીચંદન કરી ને…
પરિવાર અને સમાજનો વિરોધ સહન કરીને….
૯૦૦૪૮૯૧૫૫૧ ઉપર તમારો બાયો ડેટા મોકલશો.
આ ગૌ રક્ષક તો માલીક થયાં જેણે જીવનાં જોખમે પોતાની નૈતિક જવાબદારી નિભાવી.
સાથે જો ગૌશાળા અને પાંજરાપોળમાં પ્રથમ પંક્તિના ગૌસેવકો ન હોય તો…???
કયો ટ્રસ્ટી પોતાનાં ધીકતા વ્યવસાયને કોરે મૂકીને ગૌશાળા, પાંજરાપોળમાં બે ટાઇમ સફાઈ, ચારો પાણી આપવા જશે…?????
છે કોઇ સંસ્થા ..? કે આવાં જીવદયા ધામમાં સેવા કરી શકે..? કે સેવકો મોક્લી શકે…????
હોય તો ૯૦૦૪૮૯૧૫૫૧ ઉપર જણાવશો.
મને પણ તમારી જેમ ઘણાં સવાલો મનમાં આવે છે, સાથે ઉકેલ પણ દેખાય છે….
પણ ફરીથી એ જ બહાનું સાલું સમય ક્યાં છે..??
તો આનો જવાબ છે ચર્ચા, અને મંથન…
કોઈને શું કામ ચિંધવું..???
મારી નૈતિક જવાબદારી નિભાવવામાં કોઈની શી જરૂર..??
હું પોતેજ કેમ શરૂવાત કરું…??
ચર્ચા કરતાં મંથન રૂપી ઉકેલ મળશે જ મને ૧૦૦ આશા સાથે ખાતરી છે…
જો તમને કોઇ નવો ઉકેલ મળે તો જ ફોન કરશો…
બાકી તમે પણ ચર્ચાઓમાં મંથન કરતાં રહો…
ઉકેલ મળે ત્યારે જ ફોન કરશો.
મારી વ્યથા મૂંગા જીવ જરૂર જાણશે તેવી આશા સાથે ગૌભક્તને, સહુ જીવદાયાપ્રેમીઓને ગોપાસ્ટમીના જય ગૌમાતા

RELATED ARTICLES

Most Popular