પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા
જય ગૌમાતા સાથે મુંબઈ સમાચારનાં તમામ વાચકોને જણાવવાનું કે હમણાં થોડાં સમયથી કોરોનાની ત્રીજી લહેર વીશે ચીનનાં વીડિયો બતાવીને ફરીથી ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તે જોતાં આગામી દિવસોમાં કદાચ કેન્દ્ર સરકાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે નિયમો,શરતો અને પ્રતિબંધો લાવી શકે છે.
પરંતુ મુંબઈ સમચારનાં વાચકો એ ગભરાવાની કાંઈ જરૂર નથી. કેમકે મારા આ ગૌસેવકો, ગૌભક્તો અને ગૌ પ્રેમીઓ પંચગવ્યની સુરક્ષામાં હશે..
વિશ્ર્વમાતા ગૌમાતા ઉપર વિશ્ર્વાસ રાખશો તો સંસાર તરી જાશો.. તેમાં બે મત નથી.
છતાં કોઈ વધુ ભણેલાં ગણેલા અંગ્રેજી ડિગ્રી ધારકોને પ્રમાણની જરૂર જણાય તો ????
(ચમત્કાર સિવાય નમસ્કાર ન કરતાં સેક્યુલર દંભી, મા કરતાં માસીના વ્હાલાં હોય તેમણે)
તમારી આસ પાસ જે પણ ગૌશાળા હોય ત્યાં રૂબરૂ….. (કેમકે પ્રત્યક્ષ દર્શન, અનૂભવ સિવાય વિશ્ર્વાસ નહીં આવે.) મુલાકાત: લઈને ત્યાં કામ કરતાં સાચા કૃષ્ણ ભેરુઓ અને ગોપીઓ ૨૪ડ્ઢ૩૬૦ દિવસ/રાત ગૌમાતાની સેવા કરતાં હોય, તેમની બાજુમાં બેસીને કોરોના વીશે પૂછી લેવું.
જવાબ મળ્યાં પછી જો તમારી જ્ઞાનપિપાસા શાંત થઈ ગઈ હોય તો પેહેલાં એ ગૌપાલકના ચરણસ્પર્શ કરશો. ગોપાલ સખા ગોવાળ ની ચરણ રજ પણ ચમત્કાર કરે છે….
હું છેલ્લાં લોકડાઉનથી મારાં બધાજ ગૌપ્રેમીઓ ને વિનંતી કરતો આવ્યો છું. પંચગવ્ય ઉત્પાદનોનો બને તેટલો ઊપયોગ કરો.* મારાં રેગ્યુલર વાચકોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારાં પરિવાર ઉપર મહેરબાની કરશો કે આજ પછી ઘરની તમામ સફાઈ નાં સાધનો, ફિનાઇલ, ગૌમૂત્ર, પંચગવ્ય સાબુ, શેમ્પૂ સૌંદર્ય પ્રસાધનો, મચ્છર માટે ધૂપસ્ટીક, શાકભાજી ને કેમિકલ રહિત કરવા માટે ગૌમૂત્ર અર્ક, પાણીના રોગો સામે બચવા ગોમય ભસ્મ અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ.તમને ગમ્મે ત્યાં, ઓનલાઇન હોમ ડિલિવરી કરવા, મારા તમારા જેવા ગાંડા ગૌપ્રેમીઓ પોતાની વિદેશી મોટા પગારની નોકરીઓ અને મોટા બિઝનેસ ગુરુઓ. મોટી મોટી ડીગ્રીઓ વાળા સરકારી નોકરીને લાત મારીને, આવાં બધાં પંચગવ્યનાં વૈજ્ઞાનિકો, જે પોતાની દરેક પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં ડંકો વગાડે તેટલી ચોકસાઈ, ઉચ્ચ નીતિ ધોરણ, અને સમાજસેવા સાથે દેશ સેવા કરતાં આ છુપાં સૈનિકો દ્રારા આપના ઘર આંગણે મોકલવાં તૈયાર છે…
મારાં જેવાં ગણતરીનાં લોકો તો નાના ખેડૂતો પાસેથી ગૌ આધારિત શુદ્ધ પ્રાકૃતિક, આધ્યાત્મિક સાધના દ્વારા ઉગાડેલાં શાકભાજી પણ ઘેરબેઠાં હોમ ડિલિવરી કરે છે. તેમનો લાભ લ્યો. અને શરીર રૂપી અમૂલ્ય મશીન માં શુદ્ધ તત્ત્વોથી ભરપૂર આહાર આપો. બાકી બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ અને મોંઘી સુવિધાઓ વાપરશો કેવી રીતે…????
મોંઢામાં દાંત ન હોય અને અખરોટ, ખારેક ખાવા મળે, કે પછી ગોઠણ સાથ ન આપે ત્યારે હિલસ્ટેશન ઉપર એનિવર્સરી શું ઊજવવાનાં..??
જો આપણે મોટી આર્થિક સંકટ અને બીમારીઓથી બચવા માટે પણ (પોતાનાં અંગત સ્વાર્થ માટે) જો ગૌમાતાના શરણે જશું તો નક્કી આજે પણ ચમત્કાર થાય છે, પુરાવા ગણશો તેટલાં ગણીને થાકી જશો…
પપ્પુ બોકસ (ટીવી)ની જાળમાં નઈ ફસાતા.
ન્યૂઝ (સમાચાર) જોશો તો તમારું બીપી, ટ્રેસ, થાઈરોઈડ, ડિપ્રેશન, કબજીયાત વગેરે લાઇન બંધ બિમારીઓ આવવાનું આમંત્રણ ગણાશે.
ટીવી, યૂટયુબ જોવું જ હોય તો ધાર્મિક સ્થળોની મુલાકાત લ્યો. આનંદ કરાવતાં શો જુઓ. પ્રોગ્રામ વગરે જોઈને કંટાળી ગયાં હોવ, તો ઘરમાં સાત્વિક ગુણોથી ભરપૂર હોય તેવી રસોઇ સ્પર્ધા કરો. પોતે બનાવો, બાકી બધાંને ચખાડો, બીજી બૌધ્ધિક રમતો રમો.
આમ તમે પરિવારમાં વધું સમય આપશો. તો બધાં લાગણીનાં તંતુઓ મજબૂત થશે. અને જે વ્યક્તિના જેટલાં વધુ આત્મીય સબંધો હોય તે માનસિક રીતે મજબૂત હોય જ. અને આપણે બધાં જાણીએ છીએ કે જેનું માનસિક સ્તર ઊંચું હોય તેમનાં નિર્ણયો પણ ચોક્કસ હોય છે.
આમ આવી નાની નાની બાબતોમાં રસ દાખવતા, અને સાથે પોતાનો અંગત પ્રિય શોખ ધરાવતાં હોય, અને ખાસ શોખ ખાતર સમય આપતાં હોય, તેમને ક્યારેય હાર્ટએટેક આવતો નથી. (પ્રમાણ ઘણાં છે)
ગયાં લોકડાઉન વખતે અમારી આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈની ટીમ દ્વારા મુંબઈમાં અસંખ્ય માનવ સેવા અને સમસ્ત ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જીવદયાના કાર્યો અવિરત પણે કરતાં, અમારો સ્વાનુભવ થયો હતો, કે જેમનાં ધરે ગૌમાતાની સેવા થતી હતી ત્યાં, અને સમસ્ત ગૌશાળાઓ (એક પણ અપવાદ રૂપ કોરોના કેસ હજી સુધી નથી મલ્યો )માં એક પણ આ કોરોના મહારોગ પ્રવેશી શક્યો નથી. આથી સાબિત થાય છે. શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે તે પ્રમાણે ગૌમૂત્રમાં ભગવાન ધન્વન્તરિનો વાસ ૧૦૦% સત્ય છે. ગૌમૂત્રમાં સમસ્ત રોગનું નિવારણ છે.
બાકી જેમને ડર લાગતો હોય તો વ્હેમની સારવાર ઈશ્ર્વર પાસે પણ નથી.
પહેલી વેવમાં રેમડેસિવરે કોઇ ગેરંટી આપ્યાં વગર કરોડોનો ધંધો કરી લીધો, બીજી વેવ માં પુનાવાલા એ અબજોનો વેપાર કરી લીધો. અને વહેતી ગંગા માં ડોલો નામની ભળતી જ કંપનીએ બીજાં કરોડો છાપી લીધાં. એના સિવાય માસ્ક અને સેનીટાઇઝરે તો હદ વટાવી દીધી, દરેક ઘરના દરવાજા થી લઇને અંગત બેડરૂમ, બાથરૂમ સુઘી પહોંચી ગયાં.
જે ખરેખર વૈજ્ઞાનિક રીતે પણ અયોગ્ય સાબિત થયું છે. (મુંબઈ હાઈ કોર્ટે મહારાષ્ટ્રમાં ફરજિયાત માસ્ક માટે દંડ ઉઘરાવવા બદ્દલ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને જેમને પણ માસ્ક ઉપર લેવામાં આવેલ દંડ પરત કરવા માટે તાકીદ કરવામાં આવ્યો છે.)
માટે માસ્ક વિશે અધીરા ન થશો. *અવેકન ઇન્ડિયા* નામની સંસ્થા કોરોના વિશે ભ્રામક જાહેરાતો, માસ્ક અને ફરજીયાત વેક્સિન સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેનાં વિશે જાણકારી લઇને તેમનો સપોર્ટ આપવો જોઈએ.
તેઓ પોતાનાં માટે નહીં મારાં તમારાં માટે…..? કોરોનામાં અને આફ્ટર વેવ વેક્સિનનાં સાઈડ ઈફેક્ટથી થતાં સ્ટ્રોકમાં થતાં મોતનાં જવાબદાર સામે લડવાની તૈયારી કરી લીધી છે. આખરે કોઇ તો જવાબદાર છે જ; આપણાં સ્વજનો ગુમાવ્યા નાં…??
હાલ માં સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને સવાલ કરતાં, સામે કેન્દ્ર સરકારે પોતાના હાથ ઊંચા કરી દીધા છે. કે વેક્સિન ની સાઈડ ઈફેક્ટ થી મૃત્યુ પામેલા પરિવારે વેક્સિન બનાવનાર કંપની ઉપર કેસ કરી શકે છે. વેક્સિનની સાઈડ ઈફેક્ટ માટે સરકાર જવાબદાર નથી.
આની સામે તમને ખબર જ હશે કે વેક્સિન જનક આદર વાડિયા(પૂનાવાલા) એ આ અવેકન ઇન્ડિયાનાં સ્વયંસેવકો ઉપર ૧૦૦ સો કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે જેથી આ મૂવમેન્ટને દબાવી શકાય. બાકી જો વેક્સિન બનાવનાર કંપની દોશી જણાય તો લાખો, કરોડો નહીં અબજો ભરપાઈ કરવાનો વારો આવે.. અને આ ષડયંત્રમાં સંડોવાયેલ દરેક વ્યક્તિ માટે ખૂબજ ખરાબ સમાચાર સાબિત થાય તેમ છે.
આ બધી માથાં ફૂટમાં ન પડવું હોય, અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય રક્ષણ કરવું હોય, તો એક માત્ર સચોટ ઉપાય છે ગૌમાતાની શરણ.
આજથી દેરક વ્યક્તિ સવારે વાસી મોંઢે એક ઢાંકણું ગૌમૂત્ર અર્ક ( હૂંફાળા પાણીમાં)નું સેવન,
૨) નહાવામાં પંચગવ્ય સાબુ, શેમ્પૂ..
૩) દાંત સાફ કરવા પંચગવ્ય દંતમંજન….
૪) લોશન માટે શુદ્ધ ઘી, માખણ અથવા નારિયેળ તેલ..
૫) નાસ્તા સાથે ઘી ગોળ, દહીં…
૬) બપોરે જમ્યાં પછી નમક વગરની માખણ કાઢેલી છાસ…
૭) સાંજે સૂર્યાસ્ત પહેલાં ભોજન અને
૮) રાત્રે એક ઢાંકણું ગૌમૂત્ર.. ૧૦ મિનિટ પછી હળદરવાળું દૂધ…
૯) સારી ઊંઘ માટે પંચગવ્ય નસ્ય…
(નાક દ્વારા શરીરમાં આવતાં તમામ હાનિકારક તત્વો સામે રક્ષણ).
૧૦) સેનિટાઈઝર:- ગૌમૂત્ર અર્ક.
૧૧) ફ્લોર સફાઈ :- ગૌમૂત્ર અર્ક.
૧૨)શાકભાજી જંતુરહિત, રસાયણ મુક્ત કરવા માટે:- ગૌમૂત્ર અર્ક.
૧૩) ઓર્ગેનિક, ઝેરી રસાયણો વગર ઉગાવેલા પ્રાકૃતિક શાકભાજી, ફળો અને અનાજનો ઉપયોગ કરવો…
નાની મોટી બીમારીઓથી ગભરાવું નહીં, વડીલોએ સંયમથી કામ લેવું, કોઇ પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. (દરેક ઘરે એક આયુર્વેદિક ડોક્ટરનો નંબર સામે જ રાખવો. અને ઈમરજેન્સીમાં તેમને પહેલો ફોન કરશો તો મોટાં ખાડામાં પડતાં બચી શકાય) ઘણીવાર એવું પણ બને છે કે સામાન્ય તાવ, જુલાબ, અને ગભરામણ સમયે ડરનાં લીધે કે માયાને લીધે આપણે ઇમરજન્સી હૉસ્પિટલમાં દાખલ કરાવીએ છીએ. પછી ખબર પડે કે સાવ સામાન્ય વ્યાધિમાં લાખોનો વિમો ખર્ચાઈ ગયો..
આપણે સહુ ગૌમાતાને શરણે ખુશ રહીએ, સુખી થઈએ, આબાદ રહીએ, સશકત બનીએ, નિરોગી રહીએ અને જાણ્યે અજાણ્યે તમને જાણવામાં અમારી કોઇ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો નતમસ્તક છું. ક્ષમાં આપશો તેવી ગૌમાતા સમક્ષ પ્રાર્થનાં.