Homeતરો તાજાઅગ્નિહોત્ર મંત્રનો પ્રભાવ

અગ્નિહોત્ર મંત્રનો પ્રભાવ

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા

“!!સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે!! આ વાક્ય એ સ્વતંત્રપ્રેમી લોકોના હૃદયમાં ઘર કરી લીધું હતું. પ્રત્યેક આઝાદીના લડવૈયાઓના રોમ રોમમાં આ વાક્ય વણાઈ ગયું હતું. એ સમય હતો સ્વતંત્રતા આંદોલનકાળનો. આમ જોવા જઈએ તો આ પાંચ શબ્દોમાં વિશેષતા શું હશે..?? પરંતુ પોતાની ધીર ગંભીર વાણીથી લોકમાન્ય તિલક દ્વારા આ શબ્દોનું ઉચ્ચારણ કર્યું ત્યારે તેમની સ્વતંત્રતા સંગ્રામની તપસ્યા, સ્વતંત્રતા પ્રાપ્તિની ઉત્કટ ભાવનાઓનું જોશ,ઉત્સાહ જોવા મળે છે. આ કારણે જ સહજ ભાવથી નીકળેલા શબ્દ જેના જેમનાં જેમનાં કાને પડ્યા ત્યાં જાદુનું કામ કર્યું.
અમુક શબ્દો માં નિર્માણની શક્તિ હોય છે. તેમ માનીએ તો આ પદ્ધતિ (પ્રમાણે) થી તૈયાર કરવામાં આવેલ આપણા ધર્મ ગ્રંથ અને વેદમાં વપરાયેલ શબ્દો જ મંત્રમુગ્ધ, મંત્રમયતા સમર્થ હતાં. માટે જ વેદ- પુરાણો માં વપરાયેલ શબ્દોને મંત્ર કહેવામાં આવે છે તે માનવું રહ્યું.
મંત્રથી વર્ણમાળા, શબ્દ અથવા શબ્દોનો સમૂહ ઋષિમુનિઓએ પોતાના તપોબળ દ્વારા સિદ્ધ કર્યા હોય છે. એટલેજ આ શબ્દોમાં એક પ્રકારની શક્તિ હોય છે. જો લોકમાન્ય તિલકના શબ્દો (વાક્ય) ની શક્તિનો પ્રભાવ અને અનુભવ જાણ્યો છે માન્યો છે તો રિષિમુનિઓ દ્વારા સિદ્ધ શક્તિને કેમ ન માનીએ..???
પરંતુ શબ્દ બે પ્રકારના હોય છે.
૧) “નિત્ય શબ્દ તથા
૨) “કાર્ય શબ્દ.
જે શબ્દ નિત્ય હોય અથવા જે શબ્દ દ્વારા નિર્માણ થનાર કંપન નિત્ય સ્વરૂપૃના હોય તેને નિત્ય શબ્દ કહે છે. અમુક શબ્દો કાર્ય સિદ્ધ થતા જ લુપ્ત થઈ જાય છે. અથવા જે શબ્દો કાર્ય સિદ્ધ થતાંજ નિર્માણ થયેલ કંપન અનિત્ય થઈ જાય છે. તેને “કાર્ય શબ્દ કહી શકાય.
કાર્ય શબ્દ નું ઉદાહરણ જોઈએ તો લોકમાન્ય તિલક નાં શબ્દો લઈ શકાય. જે સ્વતંત્રતા આંદોલન કાળમાં જનમાનસ પર જે શક્તિ પ્રભાવિત હતી તે આજે સ્વતંત્રતા મળ્યાં બાદ નથી. જયારે વેદ-પુરાણોમાં વપરાયેલ નીત્ય શબ્દો હજારો વર્ષ પહેલાં તેનામાં રહેલી શક્તિ ત્યારે પણ એટલીજ પ્રભાવી હતી તેટલી જ આજે પણ છે. અને અનંત કાળ સુધી રહેશે. આવાં નિત્ય સામર્થ્યવાન શબ્દોને જ મંત્ર કહે છે.
વેદ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા સંસારની સમસ્ત ભાષાઓની જનની (માતા) છે. અન્ય ભાષાઓમાં સંસ્કૃતનો શબ્દ મળી આવે છે.પરંતુ સંસ્કૃતમાં અન્ય કોઈ ભાષાનો શબ્દ નથી આવતો. વેદમાં લખેલ વિશિષ્ટ શબ્દથી વિશિષ્ટ ધ્વનિ નીકળે છે.. અને વાયુમંડળ ઉપર તેનું વિશિષ્ટ પરિણામ પણ થાય છે. જો શબ્દોમાં પરિવર્તન થાય તો ધ્વનિ માં પરિવર્તન થઈ એના પરિણામો પણમાં પણ પરિવર્તન જોવા મળે છે. એક જ અર્થના બે શબ્દો હોય તો પણ જે તે શબ્દો દ્વારા નિર્માણ થનાર ધ્વનિ કંપન અલગ-અલગ હોય.અને પરિણામ પણ અલગ હોય. સમાન અર્થ વાળા બે શબ્દો હોય તોપણ એકની જગ્યાએ બીજો શબ્દનો પ્રયોગ નથી કરી શકાતો. તો પછી અગ્નિહોત્ર ના મંત્ર નો અન્ય ભાષામાં અનુવાદ નો તો પ્રશ્ર્ન જ નથી ઉભો થતો.
અગ્નિહોત્રના મંત્રોમાં અગ્નિ, સૂર્ય, પ્રજાપતિ આ શબ્દ ઈશ્ર્વર વાચક છે. અને એકમાત્ર ઈશ્ર્વરની શક્તિના વિવિધ તેજોગુણ નાં વખાણ કર્યા છે. આ મંત્રનો અર્થ થાય છે કે હું અગ્નિ, સૂર્ય અને પ્રજાપતિને આહુતિ અર્પણ કરી રહ્યો છું ; જે અગ્નિ, સૂર્ય અને પ્રજાપતિની થઈ હવે મારી ન રહી. અપિત્તું આ ત્રણેય શબ્દનો અર્થ એક જ છે, પરંતુ આ શબ્દો દ્વારા ઉત્પન્ન થનાર ધ્વનિકંપનોનું શરીર, મન તથા પ્રાણ ઉપર પ્રભાવ અલગ હોય છે.
અગ્નિહોત્રના આ મંત્ર દ્વારા પ્રાપ્ત થનાર પ્રકાશરૂપી કિરણોનું ધ્વનિમય સાર છે. અગ્નિહોત્રના મંત્રનું અચૂક સમયે ઉચ્ચારણથી વાતાવરણ શુદ્ધ થાય છે. આ મંત્રનો અનુવાદ કરવાથી શુદ્ધિકારક શક્તિનો અનુભવ અસંભવ છે. આ મંત્રોના ઉચ્ચારણથી વર્ણ એવમ ધ્વનિના કંપન વાતાવરણમાં ફેલાય છે.
વર્ણ શબ્દનાં બે અર્થ થાય છે. “ધ્વનિ તથા “રંગ. કંપનોથી શક્તિ નિર્માણ થાય છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કંપન સ્વરૂપ શક્તિથી થઈ છે. એવું વૈજ્ઞાનિકો પણ માને છે. જ્યાં સુધી ધ્વનિનો પ્રશ્ર્ન છે. ત્યાં સુધી ધ્વનિકંપનોના સારા-નરસા પરિણામો વૈજ્ઞાનિકો પણ જાણે છે, જેમ કે સંગીત સાંભળીને ગૌમાતા દૂધ વધારે આપે છે. વનસ્પતિ અને વૃક્ષોની વૃદ્ધિની ગતિ તેજ થઈ જાય છે. સૈનિકો ને કોઈપણ પુલ ઉપર ચાલતી સમયે બેતાલ ચાલવાનું કહેવામાં આવે છે. કેમકે તાલબધ્ધ (પરેડ) ચાલવાથી પુલ તૂટી જવાનાં ઘણાં ઉદાહરણ છે. સુમધુર નાદનું શરીર તથા મન ઉપર સારો પ્રભાવ પાડે છે. આજકાલ આ ધ્વની લહેરોનો પ્રયોગ સમુદ્રની ઊંડાઈ માપવા, નાજુક ઓપરેશનનો તથા કેન્સરના નિદાન સુધી કરવામાં આવે છે. આથી અગ્નિહોત્રનો મંત્ર ધ્વનિ-ચિકિત્સાનો ગુણ ધરાવે છે તે સાબિત થાય છે .
“વર્ણ નો એક અર્થ “રંગ પણ થાય છે. રંગ-ચિકિત્સા (ક્રોમોપેથી)નું આધુનિક ચિકિત્સામાં પોતાનું વિશિષ્ટ સ્થાન છે. ધ્વનીના માપને “તરંગયામ કહે છે. અલગ અલગ ઘનતા, જાડાઈ અને કંપન સંખ્યાની “તરંગયામો” દ્વારા અલગ અલગ રંગ પેદા થાય છે. મંત્ર શાસ્ત્ર અનુસાર સંસ્કૃત વર્ણમાળા સફેદ, લાલ, પીળા અને વાદળી (બ્લુ) રંગોમાં વિભાજિત છે. દરેક રંગનું અલગ અલગ મહત્ત્વ, કાર્ય, પરિણામ તથા ઉપચાર છે. જેમ કે લાલ રંગ ઉષ્માપ્રદાન કરે છે. લોહી અને ચર્મ રોગોમાં સારું પરિણામ સાબિત થાય છે. માનસિક ઉર્જા દે છે.(પંચગવ્ય રંગ ચિકિત્સા ફરી ક્યારેક વિસ્તાર પૂર્વક જણાવીશ)
અગ્નિહોત્ર દ્વારા વાતાવરણમાં અનુકૂળ અને પોષક તત્ત્વો પ્રસારિત કરતી વખતે મંત્રોચ્ચારણ દ્વારા આસપાસના વાયુમંડળમાં સૂક્ષ્મ ધ્વનિ કંપન પ્રસારિત કરવામાં આવે છે. અને સાથે આહુતિ દેવામાં આવે છે. આહુતિના જ્વલનથી ઉત્પન્ન થતી જ્વાળાનો લાલ, પીળા, વાદળી રંગો સાથે પણ અગ્નિહોત્ર મંત્રનો અદ્ભુત સમન્વય છે. આ પ્રકારે આ મંત્રોમાં રંગ- ચિકિત્સા (પ્રભાવ) પણ સમાહિત હોય છે.
નોંધ: અગ્નિહોત્રના મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે ધ્યાન રાખવું કે હોઠ ભીડીને બબડવું નહીં કે મોટેથી બોલવું નહીં. અગ્નિહોત્રનો મંત્ર સદભાવના નિર્માણ કરવા વાળો શબ્દ છે. તો એ જ ભાવથી તેનો ઉચ્ચારણ થવું જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular