Homeતરો તાજાઅગ્નિહોત્ર અને ચમત્કાર

અગ્નિહોત્ર અને ચમત્કાર

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા

સૂર્યોદય અને સૂર્યાસ્તના સંયોજનનો એક ચોક્ક્સ પળ (સમય) સેકંડ પ્રમાણે.
હર રોજ સૂર્યોદય અને સૂર્યાસ્તના ચોક્કસ સમયે આગળ બતાવેલ મંત્ર સાથે ફ્કત બે આહુતિ.
સૂર્યોદય:-
૧) સૂર્યાય સ્વાહા: સૂર્યાય ઈદં ન મમ.
૨) પ્રજપતયે સ્વાહા:
પ્રજપતયે ઈદં ન મમ.
બસ સવારની અગ્નિહોત્રની વિધિ પૂરી.
સૂર્યાસ્ત:-
૧) અજ્ઞેય સ્વાહા: અજ્ઞેય ઈદં ન મમ.
૨) પ્રજપતાયે સ્વાહા: પ્રજાપતાયે ઈદં ન મમ.
સંધ્યાકાળનો અગ્નિહોત્ર પૂરો.
ગયાં અઠવાડીયે બતાવ્યા મુજબ તાંબાના (નિશ્ર્ચિત) પાત્રમાં દેશી ગાયનાં છાણાંનાં દેત્વા (અંગારા) ઉપર સવાર સાંજ બે વખત અગ્નિહોત્ર કરી શકાય.
આ અગ્નિહોત્ર કોઇ એક દેશ,ધર્મ, સંપ્રદાય માટે ન ગણી શકાય. આ અગ્નિહોત્ર સમસ્ત વિશ્ર્વ પટલ (પૃથ્વી) ઉપર સમસ્ત જીવ ઉપર સકારાત્મક પ્રભાવ આપે છે.
આહુતિ આપ્યા બાદ જ્યાં સુધી પાત્રમાં અગ્નિ જીવંત છે, ત્યાં સુધી પાત્રની બાજુમાં સ્થિરતા પૂર્વક બેસવું જોઈએ. આ ક્ષણો દરમ્યાન તમને અપૂર્વ માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થશે. આ અનુભૂતિ તમને આગલા અગ્નિહોત્ર સુધી પ્રસન્નચિત્ત બનાવી રાખશે. અગ્નિહોત્ર સમયે આપને કોઇપણ પ્રકારનું બીજું બંધન નથી. કોઇપણ સ્થાન, પોશાક, પવિત્ર, અપવિત્ર શરીર બાધક નથી.
પરીવાર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, ગૌશાળાનાં કોઇપણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને બાકી બીજાં જેમ પ્રાર્થના, આરતીમાં હાજર હોય તેમ પાસે બેસીને, દૂર ઊભા રહીને (બુટ, ચપ્પલ સહિત અથવા રહિત પણ) પણ સહભાગી બની શકે છે. બધાને એક સરખો લાભ મળે છે.
આ ક્રિયામાં પ્રયુક્ત સમસ્ત તત્ત્વો ઔષધી ગુણો યુકત હોય છે. આથી ફકત સૂર્યોદય અને સૂર્યાસ્ત ની સંધીવેળામાં અગ્નિહોત્ર કરવાથી આ બધાં ગુણો આસપાસનાં વાતાવરણ ભળી જાય છે. જેનું પરીણામ આસપાસનાં દરેક સજીવનાં શરીર, મન અને બુદ્ધિ ઉપર સકારાત્મક ઊર્જાનો સુખદ અનુભવ થાય છે.પરીવાર અને પરિસરમાં શાંતિ, સામંજસ્ય અને અનુશાસનનું વાતાવરણ બને છે. એક બીજા જીવ પ્રત્યે પ્રેમ અને આત્મીયતા બંધાય છે. વાયુ મંડળમાં એક અનોખી સુગંધ પ્રસરાય છે. આસપાસ સમસ્ત જીવ પ્રસન્નચિત થાય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો અગ્નિહોત્ર કરવા માટે અચૂક સમય સ્થાન પ્રમાણે હોય છે. આ સમય ની પહેલા અથવા પછી કરવામાં આવેલ અગ્નિહોત્ર નિરર્થક છે. એટલે સમયની પાબંદી અગ્નિહોત્ર નું મહત્વપૂર્ણ અંગ છે. આ સમય સ્થાનિક પંચાંગો અથવા સ્થાનનીય વેદશાળાઓથી પ્રાપ્ત કરી શકાય છે. મોબાઇલમાં અગ્નિહોત્ર બડી (અલક્ષશવજ્ઞિિંફ બીમમુ) નામની એપ્લિકેશન પણ મળી રહે છે.
શુદ્ધ દેશી ગાયનું (વલોણાં )ઘી અગ્નિહોત્ર માટે અનિવાર્ય છે. અન્ય કોઈ પણ શુદ્ધ ઘી નહીં ચાલે. પાલીશ વગરનાં બે ચપટી આખા ચોખામાં ગાયના ઘીનાં બે ટીપાં (કોઇપણ હાથની હથેળીમાં) ઉમેરી મિક્સ કરી બે ભાગ બનાવી બે આહુતિ આપવી.
આગળ જણાવેલ પ્રમાણે અગ્નિહોત્ર મંત્રનું ઉચ્ચારણ કરવાથી. ઉત્પન્ન થતા ધ્વનિ કંપનો વાતાવરણમાં તથા મન ઉપર સૂક્ષ્મ પ્રભાવ પાડે છે. જે સુખદ અને શાંતિનો અનુભવ થાય છે. આહુતિ આપ્યા બાદ અગ્નિહોત્ર પાત્રન સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવી. જ્યાં સુધી ઠંડી ન પડે. અગ્નિ ઠંડો પડ્યા પછી પાત્રને ખસેડી શકાય. અગ્નિહોત્ર પાત્રમાં નિર્માણ થયેલ રાખ અત્યંત ઉપયોગી છે. આને અગ્નિહોત્ર ભસ્મ કહેવાય. ભસ્મનો ઉપયોગ ઔષધી નિર્માણ તથા ફૂલ ઝાડમાં ખાતર સ્વરૂપે વાપરી શકાય છે.
વેદોક્ત પ્રાણ ઊર્જાવિજ્ઞાનથી સંબંધિત અગ્નિહોત્રની કૃતિ, પ્રકૃતિ એક લય પર આધારિત છે. અગ્નિહોત્રનો નિયમિત આચરણ પર્યાવરણનાં પ્રદૂષણ સામે રક્ષણ કરે છે. અગ્નિહોત્ર પદૂષણ જનિત રોગો સામે રક્ષણ આપે છે. ધર્મના અનેક ગ્રંથો વાંચવાથી અને પ્રવચનો સાંભળવાથી જે નથી મળી શક્યું. તે અત્યંત અલ્પ સમયમાં કેવળ અગ્નિહોત્ર કરવાથી મળવા લાગે છે. જે આજના યુગમાં પણ ચમત્કાર સર્જે છે. આથી ફકત ભારત જ નહીં અમેરિકા તથા યુરોપીય અને એશિયાઈ દેશોના હજારો પરિવાર અગ્નિહોત્ર નો લાભ લઈ રહ્યા છે. સમય તથા પરિસ્થિઓ નો સંકેત છે, કે સત્ય, ધર્મ અથવા પંચસાધન માર્ગનો પ્રથમ અંગ અગ્નિહોત્રનું સાર્વજનિક આચરણ સાથે પ્રચાર- પ્રસાર આવશ્યક છે.
આજના વિજ્ઞાનયુગમાં મનુષ્ય પોતાની બુદ્ધિ બળ નાં જોર ઉપર ઔદ્યોગિકરણની સીમા પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ સાથો સાથ પ્રદૂષણરૂપી મહાભયંકર, ભસ્માસુરનું પણ નિર્માણ કરી લીધું છે. આજે આ દૈત્યના પ્રભાવમાં હવા, પાણી, ધ્વની, પ્રકાશ, ભૂમિ વગેરે બધું જ આવી ચૂક્યું છે. માનવજાતિનું આ ધરતી ઉપર અસ્તિત્વ નું જોખમ તોળાઈ રહ્યું છે. પર્યાવરણનું અસંતુલન થતા અતિવૃષ્ટિ, દુષ્કાળ, તેમજ હિમ્સખલન જેવી ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં અગ્નિહોત્ર જ એક ઉપાય છે. જે આ દૈત્યથી છુટકારો અપાવી શકે છે, આ બે મિનિટનો યજ્ઞ મોટો ચમત્કાર કરે છે.
“સૂર્યોદય અને સૂર્યાસ્ત
“આપણી ચારે બાજુ જગતના ભૌતિક પરિવર્તનોના વિશે વિચારતા આ અદ્રશ્ય પ્રકૃતિની તાલ આપણે ભૂલી રહ્યા છે. કેમ કે ન તો આ દેખાય છે. ના તો એની કોઈ પ્રત્યક્ષ અનુભૂતિ થાય છ, પરંતુ આ પ્રકૃતિનો તાલ વાતાવરણ ઉપર ઘણો પ્રભાવ આપે છે. વસ્તુત: તો મનુષ્ય ચારો તરફથી આઠે દિશાએ ગુરુત્વાકર્ષણ, વિદ્યુતચુંબકીય ક્ષેત્રો, પ્રકાશ કિરણો દ્વારા ધ્વનિ તરંગો તથા વાયુ મંડલીય દબાવમાં (પ્રભાવ) કેદ છે. ગ્રહોની ગતિથી જે નિર્માણ થઈ રહેલાં તાલચક્રો નું મહત્વપૂર્ણ પરિણામ ઉપર ધ્યાન નથી ગયું.
ઉપરોક્ત વિધાન બ્રહ્મવેદો અને ઉપનિષદોથી નહીં, પરંતુ અમેરિકાથી પ્રકાશિત થનાર પબ્લિક હેલ્થ બુલેટિનના બાયોલોજિકલ સાઈકીઆટ્રી એન્ડ મેડિસિન શીર્ષક લેખ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ તાલચક્ર શું છે.?? જો હું એમ કહું કે તમે તો શું ? નાના મોટા બાળકો પણ આનાથી પરિચિત છે. તો ખોટું ન ગણાંશે. હા આના પરિણામો અને પ્રભાવોના વિષયમાં જરૂર તમે અજાણ હોઈ શકો.
બ્રહ્મતો ચાલો જોઈએ તાલચક્રનું શું પરિણામ થાય છે.? અને અગ્નિહોત્રનો આની સાથે શુભ સંબંધ છે.???
પૃથ્વી પોતાની ધરી ઉપર ફરવાની સાથે સૂર્યની પણ પરિક્રમા કરે છે. આ તો તમે પણ જાણતા હશો. પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરો કરવા માટે પૃથ્વીને એક વિશિષ્ટ સમય લાગે છે. આ સમયના ને તાલ (રીધમ) કહેવાય છે. આમ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી રહે. આમ પૃથ્વીનો અડધો ભાગ સૂર્ય તરફ અને અડધો ભાગ વિપરીત દિશાએ રહેતો હોય છે. જે સ્થાન ઉપર સૂર્યની કિરણ સૌથી પહેલા પહોંચે એ સ્થિતિને ઉદય કહી શકાય. અને જે સ્થાન પર અંતિમ કિરણ લુપ્ત થતી હોય તે સ્થિતિને ‘અસ્ત’ કહી શકાય. પૃથ્વીના વાયુમંડળમાં સૂર્યના કિરણોનો પ્રવેશ અને લુપ્ત થાય છે, આ સ્થિતિને અસ્ત કહે છે. પૃથ્વીના વાયુમંડળમાં આ પરિવર્તનોનો પ્રભાવ પ્રત્યેક જડ- ચેતન વસ્તુ ઉપર થાય છે. (૨૪ કલાકમાં) ઉદય અને અસ્તની ક્રિયા એક એક વાર થવાથી પ્રકૃતિમાં જે પરિવર્તન આવે છે એ ક્ષણને પ્રકૃતિનો તાલ કહેવાય. આને સમયની જનેતા કહી શકાય.
સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રકૃતિના સૌથી નાના તાલ-ચક્ર છે. અન્ય તાલ-ચક્ર પ્રતિ સાત (સપ્તાહ), પંદર- (પક્ષ), ત્રીસ -(મહિનો),૬૦ -(ઋતુ),૧૮૦-
(અયન),૩૬૦- (વર્ષ ) પ્રત્યેક દિવસની ગણના મુજબ અંતરથી થાય છે. હિન્દુ કેલેન્ડર ફરી એકવાર વાંચી લેવું.
એસ્ટ્રોફિઝિક્સમાં સૂર્યોદય-સૂર્યાસ્તના સૌથી નાના તાલ-ચક્ર (રીધમ). તથા મોટા તાલચક્રને ઇન્ફ્રીડીયમ રીધમ કહે છે
આ સમય-સંધી એવી હોય છે, કે જ્યારે પૃથ્વીનાં વાયુમંડલમાં આકસ્મિક પરિવર્તન થઈને તેનું સારું અને ખરાબ પરિણામ પૃથ્વીની સજીવસૃષ્ટિ ઉપર થાય છે. વનસ્પતિ પ્રાણી તથા મન પર પરિવર્તનોની પ્રતિધ્વની ઉત્પન્ન થાય છે.
દાત: આપણા પ્રત્યેક કાર્ય દિવસ, સપ્તાહ, માસ, ઋતુ, વર્ષનું પરિણામ હોય છે. જ્યારે મનના કાર્યકલાપ પણ આનાથી પ્રભાવિત થાય છે. અર્થાત્ આ વિશિષ્ટ સમય ઉપર આપણે શારીરિક, માનસિક રૂપથી દુર્બળ અથવા પ્રબળ થતા રહે છે. શરીરની રોગપ્રતિકાર ક્ષમતા પણ આ તાલચક્રથી પ્રભાવિત થાય છે. ઔષધીઓના ગુણની ક્ષમતા પણ આ તાલચક્રથી પ્રભાવિત થાય છે.
પાગલ વ્યક્તિ માટે અંગ્રેજીમાં લ્યુનેટિક શબ્દનો પ્રયોગ થાય છે. અંગ્રેજીમાં ચંદ્રને ‘લ્યુના’ કહે છે લ્યુના- અર્થાત ચંદ્રમાની કળાઓ. આ કળાઓનું મનુષ્ય ઉપર પ્રતિક્રિયા પ્રભાવ આપે છે.
અમાવસ (અમાસ)અને પૂર્ણિમાના દિવસે પાગલ વ્યક્તિઓનું ગાંડપણ ચરમ અવસ્થાએ હોય છે. અને પાગલખાનાઓમાં આ દિવસોમાં તેમને સંભાળવા મુશ્કેલ થઈ જતા હોય છે. અષાઢ મહિનાના વાદળછાયા વાતાવરણમાં વ્યક્તિની પાચનશક્તિ મંદ થઈ જાય છે. અસ્થમાના રોગી આ દિવસોમાં વધારે દુ:ખી થાય છે. માનસિક દુર્બળતા,સ્ત્રીઓના માસિક સ્ત્રાવ, ઉચ્ચરક્તચાપ જેવા શરીરના આંતરિક કાર્યો ઉપર પણ આ કાળ, તાલ -ચક્રનું સારા- ખરાબ, પ્રભાવ પ્રમાણે પરિણામ જોવા મળે છે. આધુનિક મનોવિજ્ઞાન અનુસાર આ સીર્કેડિયન (ઉદય) તથા ઇન્ફ્રીડીયમ(અસ્ત) તાલ-ચક્ર, પ્રકાશ, તરંગો, વિદ્યુત ચુંબકીય શક્તિઓ તથા વાયુમંડલીય દબાવને કારણે માનવશરીરની ક્રિયાઓને પ્રભાવિત થાય છે.
વેદોક્ત પ્રાચીન ચિકિત્સાવિજ્ઞાન આ તાલચક્ર ઉપર આધારિત છે. આ પ્રાચીનવિજ્ઞાને આ તાલ-ચક્રોના મહત્વ વિશે જાણ્યું અને માનવના શરીર એવમ મન-મસ્તકનાં સ્વાસ્થ્ય માટે આનો ઉપયોગ કર્યો. મનને શાંતિ અને સમાધાન દેવાવાળી અગ્નિહોત્ર વિધિ સૂર્યોદય-સૂર્યાસ્તની આવી જ એક પ્રકૃતિ-ચક્ર પર આધારિત છે. આ પ્રકૃતિ-ચક્રનું વિશિષ્ટ મહત્ત્વ છે.
ચોક્કસ (સૂર્યોદયના) સમયે અનેક અગ્નિ, વિદ્યુત શક્તિઓ, પ્રકાશ અને સૂક્ષ્મ શક્તિઓ, સૂર્યથી નીકળીને પૃથ્વી તરફ ત્રાટકે છે. આ જે સ્થાન ઉપર (બિંદુ) સૌથી પહેલા પડે, ત્યાં તેને સૂર્યોદય થયો એમ કહી શકાય. આ બિંદુ ઉપર આ બધી શક્તિઓ એક સાથે આઘાત કરે છે. સાચે જ કેવી વિસ્મયજનક છે. આ પ્રભાવ પોતાના રસ્તામાં આવતી તમામ અશુદ્ધતા નષ્ટ કરતા કરતા દરેકને નવજીવન આપવાનું કાર્ય કરે છે, શુદ્ધ કરે છે. અને જીવન માટે પરમ આવશ્યક આ શક્તિનો પ્રચંડ સ્ત્રોત આપીને, સમસ્ત જીવ સૃષ્ટિને સદૈવ ઉલ્લાસમય કરી દે છે. સૂર્યોદય સમયે એક પ્રકારનું સંગીત સાંભળવા મળે છે. સૂર્યોદય સમયના અગ્નિહોત્રનો મંત્ર આ સંગીતનો સાર છે. દિવસ દરમિયાન આ શક્તિઓ આ દિવ્ય શક્તિઓ પૃથ્વી ઉપર વરસતી રહે છે સંધ્યાકાળ-સૂર્યાસ્તના સમયે આ શક્ત ફરીથી પોતાના ઉદ્ગમ સ્થાન તરફ જતી રહે છે. ત્યાર બાદ અગ્નિહોત્ર પાત્રમાં રહી જાય છે એ સર્વસ્પર્શી અગ્નિની શક્તિ. સૌજન્ય: “લાઈટ ટુવર્ડ્સ ડિવાઈન પાથ.
આ છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયનું સૃષ્ટિ-રહસ્ય. અગ્નિહોત્ર આ કાલ-ચક્ર ઉપર આધારિત હોવાથી આના સમયમાં કોઈ પરિવર્તન થઈ ન શકે(અસંભવ). માટે ચુસ્ત-સમયની બાબતે અગ્નિહોત્ર વિધિની પહેલી અને મહત્ત્વપૂર્ણ શર્ત છે. આમાં કોઈ પ્રકારની છૂટછાટ નથી. આમ છતાં કોઈ કારણ વશ રહી જાય, તો કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. બીજા દિવસથી રાબેતા મુજબ ક્રમ ચાલુ રાખી શકાય.
ચોક્કસ સમયે અગ્નિહોત્ર કરવાથી દિવસભર સૂર્ય શક્તિ, અને રાત્રે ચંદ્રની શક્તિઓ, તથા અન્ય ગ્રહોની શક્તિઓને અગ્નિહોત્રનું પાત્ર આકર્ષિત કરતું રહે છે. આ શક્તિઓને આવર્તન-પ્રત્યાવર્તન નો કલ્યાણકારી પ્રભાવ સમસ્ત પરિસર કે વાતાવરણમાં સંક્રમિત થાય છે. આ શક્તિઓનું સ્વાસ્થ્ય કલ્યાણકારી પ્રભાવ સતત ૨૪ કલાક રહે છે.
સૂર્યોદય-સૂર્યાસ્ત સમયે પ્રત્યેક શહેર અક્ષાંશઓ રેખાંશઓ ઉપર નિર્ભર કરે છે. આપણા ઘરના પંચાંગમાં પ્રકાશિત આપણા શહેર પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય જોવા મળે છે. અન્ય શહેરોના પંચાંગમાં ત્યાંના સમય પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અલગ હોય છે. માટે આપણા શહેરમાં આવેલ વેદ્ય-શાળા પાસેથી ચોક્કસ સમય મળી શકે છે. સ્થાનિક અખબારોના મથાળે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સ્થાનિક સમય જોવા મળે છે. અન્ય વિકલ્પ પ્રમાણે ગ્લોબલ ટાઈમ (વૈશ્ર્વિક) ઘડિયાળના આધારે બનેલ (અલક્ષશવજ્ઞિિંફ બીમમુ) એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી,પોતાનું (ૠઙજ કજ્ઞભફશિંજ્ઞક્ષ) જીપીએસ દ્વારા બતાવેલ લોકેશન આપી જાણી શકાય. તેવી એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી રાબેતા મુજબ અગ્નિહોત્ર કરી શકાય છે. ચોક્કસ સમયે કરેલો અગ્નિહોત્રનો પ્રભાવ મન ઉપર તરત શાંતિદાયક પ્રભાવ અગ્નિહોત્રની અનુભૂતિ પોતાની ઓળખ આપે છે.
અગ્નિહોત્ર પાત્ર વિશે વધુ જાણશું આવતાં અંકે…
આવનારી ૧૪મી જાન્યુઆરીએ પરમ પાવન અવસર મકર સંક્રાંતિ આવે છે. અને આપણા લોક-વાયકા (હિન્દુ રીતિ- રિવાજ) પ્રમાણે આ પવિત્ર દિવસે કરાતાં દાનનો ખાસ મહિમા છે. સંક્રાંતિ વિશે ઘણી બધી માન્યતાઓ માં વિશેષ ગૌમાતાને ગોળ અને ગોળનાં બનેલાં લાડું, લાપશીનો ભોગ પ્રસાદ આપવામાં આવે છે. આમાં અપવાદ રૂપ દરેક પરીવાર ધર્મ પૂણ્યનાં લાભ થી વંચિત ન રહી જાય. માટે આ એક જ દિવસમાં અસંખ્ય લાડું, મિષ્ટાન, લીલો ચારો વગેરે અધધ પ્રમાણમાં આપવામાં આવે છે. ત્યારે ઘણી વખત પૂણ્ય કરતાં પાપનાં ભાગીદાર (અનાયાસે) ન થઈ જવાય તે ખાસ સાવચેતી રાખવાની જરુર છે. કારણકે સમસ્ત ભારત દેશનો મકર-સંક્રાંતિનાં દિવસનો ડેટા (ગણનાં) જોશો તો ખ્યાલ આવશે કે ફકત આ પવિત્ર દિવસ બાદ (સપ્તાહના) ગૌવંશના મરણ આંક સૌથી વધુ હોય છે. આનું સીધું સાચું કારણ એ છે કે અબોલ ભૂખ્યા ગૌવંશને જયારે અચાનક તેની ક્ષમતા કરતાં વધું ખોરાક આપવામાં આવે છે. વધું ખોરાક થી આફરો, અપચો, ગેસનાં કારણે આંતરડાંમાં સોજો અને અંતે ફાટી જવાનાં કિસ્સા નોંધાયા છે. માટે વાચકોને મારી નમ્ર વિનંતી છે. કે પ્રસાદનાં સ્વરૂપમાં પ્રમાણ જાળવે. અને શક્ય બને તો તે સાંજે સુવા, અજમો, કે શુંઠ ભેળવેલા અનાજ, લાપશી કે લાડું આપશો. જેથી તેમનાં પેટમાં ગેસ થવા નહીં દે.
બીજું કે અતિશય લીલું ઘાસ પીરસવાથી બગાડ પણ ખૂબ જ થાય છે, જે બીજાં દિવસે ખાવાલાયક ન હોવાથી ફેંકવામાં(એંઠવાડ) જાય છે. તો આપ સહુને નમ્ર વિનંતી છે કે તેઓ આ એક દિવસે વરસવા કરતાં જે તે ગૌશાળા ને રોકડા રૂપિયા આપી લાંબે ગાળે એક સરખો ખોરાક મળે તેવો લાભ લેવો જોઈએ. આ બધી ગૌશાળાઓ મારા તમારાં જેવાં ગૌભકતો ઉપર જ નિર્ભર છે. તેઓને બાકી દિવસોમાં લીલો, સુકો ચારો મોંઘા ભાવે ખરીદવાના પણ પૈસા નથી હોતા. મેં એવી ઘણી ગૌશાળાઓ જોઈ છે, એકલાં શ્રી આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈમાં જ મહિને ૫૦થી ૬૦ ગૌશાળાઓ ફકત ચારા માટેની અરજીઓ મોકલે છે. આવી બીજી ઘણી બધી સંસ્થાઓ અને ગૌપ્રેમીઓ સતત વર્ષ દરમિયાન ફંડ ફાળો ઉઘરાવે છે. અમુક ભજન મંડળીઓ, કથા વાચકો મારાં તમારાં જેવાં ગૌભકતો નાં સહયોગ પણ ચારા માટે ટૂંકા પડે છે. તયારે જેઓ વર્ષ દરમ્યાન કર્જો કરીને કે વેપારી પાસેથી ઉધારમાં ઘાસ મંગાવીને દિવસો કાઢતાં હોય છે, અને વેપારીઓ પણ જાણે છે કે આ અબોલ જીવો નાં પેટ ખાતર આપેલ ઉધાર આવાં પવિત્ર તહેવારનાં દિવસે આવેલ ફાળામાં ચૂકતે થઈ જશે. તેવો વિશ્ર્વાસ હોય છે. અને આ ગૌમાતા ઉપર વિશ્ર્વાસ તૂટે નહીં તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણકે આપણે વર્ષમાં ફકત બે ત્રણ તહેવારમાં ગૌમાતાને યાદ કરીએ છીએ, પરંતુ સંકટ સમયે આવાં વેપારીઓ જ ગૌમાતા ને સાચવે છે..
માટે વર્ષ નાં દરેક સારા- નરસા પ્રસંગે ગૌમાતા ને યાદ કરવાં જોઇએ, પછી ભલે પરીવાર માં કોઈ નો જન્મદિવસ હોય કે પુણ્યતિથિ બધાં ખર્ચની સામે તેટલું જ દાન ગૌશાળામાં કરવું જોઇએ. હવે તો ઘણી ગૌશાળાઓ તો અંત્યવિધી માટે ગાયનાં છાણાંની સેવા પણ આપે છે. આપણે પણ જે તે ગૌશાળાનાં નંબર લઈ રાખવાં જોઈએ જેથી કોઈને આપણા હિન્દુ રીતિ – રિવાજ મુજબ અંત્યવિધી કરવી હોય તો કામ લાગશે. સદગત આત્મા નાં મોક્ષાર્થે ગાય નાં છાણામાં અગ્નિસંસ્કાર આપી ગૌશાળાની સમસ્ત ગૌવંશનાં ચારાનો લાભ લઇ શકાય.
પ્રાર્થનાંસભા તેત્રીસ કરોડ (પ્રકાર) દેવતાઓની સાક્ષી ગૌમાતા સામે ગૌશાળામાં કરી શકાય.
સાથે રજાના દિવસે સપરિવાર આસપાસમાં આવેલ ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ. જો એક દિવસ ગૌ સેવા કરવાથી આટલું પુણ્ય મળતું હોય, તો રજાનાં દિવસે પણ પુણ્ય સાથે ગૌમાતાની ઊર્જા મેળવી સ્વાસ્થ્ય લાભ લેવો જોઈએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular