પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા
સ્વાસ્થ્યનો વિષય હંમેશાથી પડકાર રૂપ અને રોચક રહ્યો છે. પડકાર એટલાં માટે કે વિવિધ પરિસ્થિતિ, કાળ અને ઋતુઓ પ્રમાણે નીત નવી બીમારીઓને. અલગ અલગ ઉંમર અને પ્રકૃતિ ધરાવતા રોગીઓ ઉપર રોગને માત દેવા માટે હર હંમેશ એક પડકાર હોય છે. રોચક એટલાં માટે કે ઉપચારનાં પ્રકાર અને વિસ્તાર બહું ફેલાયેલ હોવાથી, જાત જાતના છોડ, વૃક્ષોની વિસ્તૃત જાણકારી સાથે વનસ્પતિની છાલ, બીજ, ફળ, ફૂલ અને મુળ વિશે ગુણ, દોષની જાણકારી ભેગી કરવી, તેમની પ્રકૃત્તિ સમજીને તેમનો ઉપયોગ કરવો તે પણ એક રોચક વિષય છે.
આજનાં સમયમાં એલોપથી ચિકિત્સાની માયાજાળ ફેલાતી જાય છે. અને દવાઓ અને ઉપચાર મોંઘા થતાં જાય છે. સાથોસાથ એલોપથી દવાઓની ભયંકર આડઅસરો પણ સામે આવી રહ્યાં છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ માટે સસ્તી અને સુલભ ચિકિત્સા પદ્ધતિનું પ્રચલન, અનુકરણ બહુજ આવશ્યક બની જાય છે. ઠઝઘ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા દવાઓની પેટન્ટને કારણે, દવા બનાવનારી વિદેશી કંપનીઓ ને ભારત દેશ માં ચાંદી થઈ ગઈ છે. નવી નવી કંપનીઓ પોતાની દવાઓનાં પરીક્ષણો બેરોક ટોક ભારત દેશમાં કરી રહી છે. અને ભ્રષ્ટ અધિકારીઓનાં પ્રતાપે અધૂરા પરીક્ષણો અને આડઅસરોની અવગણના કરીને પૈસાની આંધળી લૂંટ મચાવી રહ્યા છે. ઘણી કંપનીઓ પહેલેથી જ ભારતની બજારમાં કબ્જો જમાવી પોતાની બ્રાન્ડની દવાઓ વેચવાનું કુચક્ર સફળતાપૂર્વક ચલાવી રહી છે. બીમારી હોય કે ન હોય.. વીમો કાઢાવો.., હપ્તા ભરો.. કર્જો કરો પણ તમે ૧૦૦% હૉસ્પિટલ આવવાનાં છો. અને તમે અમારી મોંઘી સારવાર અને પરીક્ષણોથી બચવા માટે તમારે અગાઉથી પ્લાનિંગ કરવું ફરજિયાત છે. તમે કોઇપણ સંજોગોમાં એલોપથીથી બચવા અસમર્થ હશો. તેવી જાહેરાતો, પ્રચારનો મારો ચલાવી રહ્યા છે. કાઇ બીમારી ન પણ હોય તો પણ જો તમે ૪૦ પાર કરી ગયાં છો..? તો તમને ડાયાબિટીસ, કેન્સર, બીપી, સ્ટ્રોક અને લીવર કિડનીની ગંભીર બીમારીની શરૂવાત હોઈ શકે છે. તમે અમારી ફલાણી સંસ્થા, ક્લિનિકની ફ્રી મેડિકલ ચેકઅપ અને મફત ડોક્ટરની સલાહ લઇ પોતાનો વહેમ દૂર કરી શકો છો. આમ છાસવારે ફ્રી મેડિકલ ચેકઅપનાં નામે ભોળાં અભણ (પોતાનું શરીર વિજ્ઞાન નહી શીખેલા) ને મેડિકલ લોબી ડરાવીને મફતમાં ચેકઅપ કરે છે. અને તેમાંથી ૫૦% નવાં પેશન્ટ ઊભા કરવામાં આવે છે. બાકી ૩૦% ને વહેમમાં રાખવામાં આવે છે. છેલ્લે ૨૦% આર્થિક ગરીબ લોકોને સરકારી હૉસ્પિટલોમાં મોકલવામાં આવે છે. અને પહેલાં બીમારી ન આવે માટે નીત નવી વૅક્સિન માતાનાં ગર્ભથી ચાલું કરો. છેલ્લા શ્ર્વાસ સુધી કોરોના ૧,૨,૩ નાં નામે વૅક્સિન વગર જીવાય જ નહીં. અન્યથા સંતાન લૂલૂં, લંગડું ખામીવાળું આવશે તેવી ખોટી ભ્રમણા (માયાજાળ)માં ફસાવવામાં આવે છે. અને બધુ જ કરવાં છતાં વિરુદ્ધ પરિણામ આવે તો જવાબદારી તમારી, નસીબ તમારાં..?? આવી નફ્ફટાઈ ફકત ભ્રષ્ટ ભારત માં જ થાય..
બાકી અન્ય દેશોમાં તો ખોટી દવાઓ આપનાર કંપનીઓ અને સબંધિત તમામ લુચ્ચાઓ સામે કડક કાર્યવાહી અને જેલની સજા કરવામાં આવે છે. આવામાં આપણી સ્વદેશી આયુર્વેદ અને પંચગવ્ય ચિકિત્સા ની સખત જરૂર જણાય તે સ્વાભાવિક છે. અને હવે વિશ્ર્વમાં પ્રચલિત થઈ રહી છે.
આપણી ભારતીય સભ્યતામાં ઘરનાં વૈદ્ય, દાદીમાંનાં નુસખાની વર્ષો જૂની પરંપરા રહી છે. હજારો વર્ષ થી આપણાં વડવાઓ દેશી નુસખાઓનો ઉપયોગ કરતાં આવ્યાં છે. નાની મોટી બધી બિમારીઓ માં ક્યાંક ને ક્યાંક દાદીમાનો નુસખાઓનાં અનૂભવ જાણવા, સાંભળવા મળી જાય છે.
પરંતુ આપણી સભ્યતા અને સંસ્કૃતિ થી અજાણ આજની આધુનિક ઈંગ્લીશ પેઢીને આપણા દેશી નુસખાઓનું જ્ઞાન શૂન્ય દેખાય છે, પરંતુ હજુ ઘણાં ભારતિય સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલા પરિવારો અને વનવાસીઓ,નાનાં ગામડાંનાં સમાજમાં જૂની પરંપરાઓ સાથે સંકળાયેલ નુસખાઓ અને જીવનશૈલી હજી પણ જીવંત છે. હોળી, દિવાળી, વાર તિથિ પ્રમાણે ભોજન, ઉપવાસ, જાગરણ, તપ, એકાષણા જેવાં તહેવારો મુજબ જીવનશૈલી હજુ જીવંત છે.
જ્યાં હજી સુધી આધુનિક સભ્યતા નથી પહોંચી ત્યાં આજે પણ જડીબૂટીઓ અને ગાય આધારિત પંચગવ્ય ઉપચાર પ્રચુર માત્રામાં વિશ્ર્વાસ ધરાવે છે. ઊપયોગમાં લેવાય છે. સફળતા પૂર્વક સારવાર અને સ્વાસ્થ્ય લાભ લેવાય છે. કારણકે આપણી સભ્યતામાં આવા નુસખાઓ અને ઉપચારો ઉપર કોઇ ઋષિમુનિઓ, તપસ્વીઓ એ કોઇ પણ જાતની કોપી રાઈટ નથી રાખ્યાં, માટે હજી આ દુર્લભ જ્ઞાન ઉત્તરોઉત્તર લોકવાયકામાં પ્રચલિત છે. જેનો લાભ આજે પણ સમસ્ત સમાજ લે છે.
મારાં લેખમાં જે પણ આયુર્વેદિક પંચગવ્યનાં નુસખાઓ અને ઉપચાર લખું છું. તે કોઇ મારાં અંગત ન માનશો. આ બધાં ઉપાયો વિવિઘ ગ્રંથો, પુસ્તકો, અનુભવી વૈદ્યો અને મારાં ગુરુજનો પાસેથી મેળવેલા છે. આ બધી સારવારની શોધ મેં નથી કરી, પરંતુ જ્યાં ત્યાં વિખેરાયેલા નુસખા, પ્રયોગો અને સારવાર પદ્ધતિને મારી સમજણ મુજબ સંપાદિત કરેલ છે.
જેમકે સમસ્ત રોગનું મુળ પેટ દ્વારા થાય છે. જે સર્વવિદીત છે. સમય, સંજોગ, સ્થળ અને શરીર ની તાસીર વિરૂદ્ધ પથ્ય અપથ્ય આહાર જ બધાં રોગનું કારણ બને છે.
ત્રણ પ્રકારના આહારનાં ગુણ સમસ્ત શરીર ઉપર પ્રભાવ આપે છે. (સાત્વિક, તામસી, રાજસી) આમાં જો જાણ્યે અજાણ્યે ભૂલ થી કે પરિસ્થિતિ, કાળ પ્રમાણે વિરુધ્ધ આહાર લેવાઈ ગયો હોય તો…??
એનિમા: એનિમા એક એવી સીધી સાદી પ્રક્રિયા છે કે જેમાં આંતરડાં (હોજરી) માં ફસાયેલ જૂનાં મળ ને સાફ કરવા માટે પંચગવ્યમાં વર્ણન મુજબ ગૌમૂત્ર (ગમ્મે ત્યારનું) ને ગુદામાં પ્લાસ્ટિકની પાતળી નળી દ્વારા (૧૦૦ થી ૨૦૦ મિલી) લેવામાં આવે છે. આ પ્રયોગ દ્વારા આંતરડાંમાં ચોંટેલો જૂનો મળ સાફ થઈ જાય છે. સ્નાયુઓ પુન: સક્રીય અને ચેતનવંતા બનીને સ્થિતિસ્થાપક બને છે. કબજિયાત, કોલાટીસ, મસા કે ભગંદરનાં રોગોમાં ગૌમૂત્રનો એનિમા લેવામાં આવે તો ગુદામાં પડેલાં ચાંદામાં રૂઝ આવે છે. કયારે અને કેટલાં સમય સુધી પ્રયોગ કરવો તે નિષ્ણાંત વૈદ્યનાં માર્ગદર્શન હેઠળ કરવો..
જો કે આમાં પણ કોઇ (સાઈડ ઈફેક્ટ) આડ અસર નથી જ…
પગના ચીરા, વાઢિયા: સર્વ સામાન્ય રોગ છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન પગની પાનીની ચામડીમાં ઊંડા ચીરા પડે છે. તેને આપણે વાઢિયા કહીએ છીએ. ચાલવામાં તકલીફ થાય, ખૂબ જ પીડા થાય, ઘણીવાર લોહી પણ પડે છે.
ઉપાય: ગૌમૂત્રમાં રૂનું કપડું પલાળીને હળવે હાથે ચોપડવું, માલિશ કરીને તેમજ ગાયનું શુધ્ધ ઘી.. ઘા માં ભરી પાટો બાંધવો. થોડાં સમયમાં ઘા રૂઝાઈ જશે. પગની ચામડી લીસી અને સુંવાળી થઈ જશે. શક્ય હોય તો ગૌમૂત્રનું સેવન કરવું…
તાજું ગાયનું છાણ લગાવી પાટો બાંધવાથી પણ લાભ થાય.
ગૌમૂત્ર નેતી: એક ગ્લાસ જેટલું ગાળેલું ગૌમૂત્ર સહેજ હૂંફાળું અડધું પાણી ઉમેરેલું. વાટકીમાં ભરી તેમાં નાક ડૂબાડી તેને નાકથી ખેંચી તરત જ મોઢું ખોલી નાખો. ગળામાં આવેલું ગૌમૂત્ર થૂંકી નાખો. આ રીતે આખો ગ્લાસ (૨૦૦ મિલિગ્રામ) વાટકીમાં થોડું થોડું લઇ નાક દ્વારા નેતી ક્રિયા કરો. નાકમાં રહી ગયેલું ગૌમૂત્ર સારી રીતે થૂંકી નાખો. શરૂઆતમાં મૂંઝવણ થાય તો ગભરાશો નહીં. બે દિવસમાં નોર્મલ થઈ જશે. દિવસમાં બે ત્રણ વાર કરો. એક સપ્તાહ ચાલુ રાખો. શરદી સળેખમ, નાક ગળવું, નાકના મસા, શ્ર્વાસની તકલીફ વગેરે રોગોમાં રાહત થશે.જો આમ કરતાં ન ફાવે તો બજારમાં નેતી માટેનાં પ્લાસ્ટિકનાં પોટ તૈયાર મળે છે. જેનું મુખ નાકમાં જઈ શકે તેટલું પાતળું હોય છે.. જેથી નેતી લેવામાં સરળતા રહે છે..
નાસૂર: નાસૂર આ એક સામાન્ય દેખાતી ગંભીર બીમારી છે. નાસૂરમાં ચામડીથી હાડકા સુધી ઊંડો ઘા પડે છે. રૂઝ આવતી નથી, દર્દીને ખૂબ જ પીડા થાય છે,પરુ નીકળે છે, આવા દર્દીનાં નાસૂરને ગૌમૂત્રથી ધોઈ નાખી,ગોબરમાં ખાદીનું સાફ કપડું પલાળી નાસૂરના ઘામાં ઊંડે સુધી મૂકવાથી લાભ થાય છે. આ પ્રમાણે દિવસમાં ચાર પાંચ વાર કરવું તેમ જ દર્દીને સવાર સાંજ ગૌમૂત્ર પીવડાવવું, છાણથી ઘા ઢાંકી દેવો.
બીજો પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિમાં પ્રચલિત છે, ગેન્દાસ્પ્રે, ગેન્દા મલમ સારું, ઝડપી પરિણામ આપે છે. ગલગોટા (ગેંદા ફૂલ)નાં પીળાં, કેસરી ફૂલોની પાંખડીઓ જુદી કરી, ગૌમૂત્રમાં ઉમેરી, બાષ્પીભવન યંત્ર દ્વારા ગરમ કરતાં જે વરાળ મળે. તે વરાળને ઠંડી કરીને જે પાણી જેવું દેખાતું પારદર્શક (આંશિક પીળાશ પડતું) પ્રવાહી મળે તે ગેંદાઅર્ક. ગેંદાઅર્કનો દિવસમાં ચાર પાંચ વખત સ્પ્રે કરવામાં આવે છે. સવાર પ્રથમ બે કલાકનો સીધો સૂર્યપ્રકાશ ઘા ઉપર પડે તે ન ભૂલવું..
બીજું ગલગોટાનાં ફૂલની પાંખડીઓને તાજા ગૌમૂત્રમાં ખરલ કરવામાં આવે, અને ખૂબજ બારીક ચટણી બનાવતાં મલમ તૈયાર થાય છે. જે દિવસમાં બે વાર ગૌમૂત્રથી ઘાને ધોઈને લગાવવામાં આવે તો ગમ્મે તેટલો જટીલ, પછી ભલેને ડાયાબીટિસ વાળો દર્દી હોય રૂઝ આવે જ છે.
લકવો, પેરાલિસિસ: લકવા થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. આ એક પ્રકારનો માનસિક રોગ કહી શકાય. ઈશ્ર્વરે આપણા શરીરનાં મુખ્યસંચાલક મગજ ની અદભુત રચના કરી છે. આખા શરીર નું સંચાલન મગજ કરે છે. જો મગજનાં જ્ઞાન તંતુઓમાં ખામી સર્જાય. તો શરીરના જે તે અવયવની કામગીરીમાં અવરોધ ઉત્પન્ન થાય છે. અને આ પ્રક્રિયાને સમજવામાં આજનું વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો પણ તેની સામે ટૂંકા સાબિત થયા છે. તો આ કહેવાતા મોડર્ન ચિકિત્સકો અને રોબોટ શું સારવાર કરતાં હશે..?? અનુમાન લગાવીને ખોટી દિશામાં સારવાર કરીને આપણાં સ્વજનોનું શરીર અને પૈસાનું પાણી કરતાં હશે..???
માથાના વાળ કરતાં પણ પાતળી રક્ત વાહિનીઓ અને તેની કાર્યક્ષમતા ની જટીલ સંરચના નું ૧૦૦% વિશ્ર્લેષણ પણ નથી કરી શક્યા. તો પછી ઇમર્જેન્સી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા મોટાં ભાગનાં હુમલાઓમાં દર્દીઓ ને છેવટે ફિઝિયો થેરાપી ને ભરોસે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે.
મેં પહેલાં કહ્યું તેમ સમય, સંજોગ, શારીરિક અને માનસિક પરિસ્થિતિ કાળ પ્રમાણે રોગ નો પડકાર હોય છે.
આવાં કિસ્સામાં આ પ્રકારના રોગીનું અડધું અંગ નકામું થઈ જાય છે. એક પગ , એક હાથ અને અડધું મોં લકવા ગ્રસ્ત થઈ જાય છે. આ અંગના જ્ઞાનતંતુઓ નિષ્ક્રિય થઈ જાય છે. તેના ઉપર મગજનો કાબૂ રહેતો નથી. આવા દર્દીઓ ચાલી શકતા નથી. કે એક હાથથી કામ કરી શકતા નથી.દર્દી પોતાની રોજની ક્રિયાઓ પોતે કરી શકતા નથી. આ અંગો ખોટા પડી જાય છે. તેમ જ નબળાં પાચન,પોષણ ને લીધે પાતળા પણ પડી જાય છે. એલોપેથીની તાત્કાલિક સારવાર લેવાથી સારા પરિણામ મળી શકે છે. પરંતુ જો એલોપેથી માં ૧૦૦% પરિણામ ન મળે તો પણ આપણી ધરોહર આયુર્વેદ, પંચગવ્ય, મર્મ ચિકિત્સા, ગંધ ચિકિત્સા અને માલિશ અને યોગ દ્વારા સેંકડો સાજા થયાંનાં પ્રમાણ છે. આવા પ્રકારના રોગીઓને રોજ ત્રણ વખત ગૌમુત્ર આપવું. તેમ જ તે અંગો ઉપર ગૌમુત્ર અને છાણની માલિશ વારંવાર કરવી. સવાર નો તડકો લેવાથી લાભ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે. મેડપ પદ્ધતિના શોધ કરતા શ્રી નારાયણ દેશપાંડેને લકવાનો હુમલો થયો હતો. ગાયના છાણથી તેમને ઘણો ફાયદો થયો છે.
રોગીને એકલાં ન મૂકતા વધુ ને વધુ એક્ટિવ રાખવાં, અથવા તેમની મનગમતી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવાં જોઈએ. તેમને ગમતાં ગીત, સંગીત સંભળાવવા જોઈએ. તેમનું મન જેટલું પ્રફુલ્લિત રહેશે. તેટલો ઓછો સમય લાગશે તેમને આત્મનિર્ભર બનવા માટે…
મને યાદ છે ઘણાં વર્ષો પહેલાં ૧૯૯૫ માં મારી માતા ને એક પછી એક બે હુમલાઓ આવ્યા હતા. પહેલાં હુમલા વખતે હું મુંબઇ બહાર હતો. અને મને જેવી જાણ થઈ કે લકવા નો હૂમલો આવ્યો છે. મને યાદ છે, મેં ત્યારે તેમની સાથે ફોન ઉપર વાત કરવાની જીદ કરેલી. બધાના વિરોધ છતાં મે જાણી જોઈને માં સાથે વાત કરવાની જીદ ચાલું રાખતાં મને કહેવામાં આવ્યું હતું કે તે વાત નહી કરી શકે, પરંતુ કાન પાસે ફોન રાખશું કદાચ ફકત સાંભળશે. આમ મેં મારી માતા સાથે એમ જ વાત ચાલું કરી જેમ પહેલાં કરતો હતો. થોડીવાર પછી મેં ફોનમાં જ માં ને જીદ કરી કે કમસે કમ હા, ના તો બોલ..??? શું તું મારાથી નારાજ છે..?? રિસાઈ છે…??? સતત ૧૦ મિનિટ સુધી મેં ઉશ્કેરી હશે.. અને બધાનાં આશ્ર્ચર્ય વચ્ચે હા, નાં… થી ચાલું થયું અને ફ્કત અઠવાડિયા માં મારી સાથે ભાંગ્યું તૂટ્યું બોલવાનું ચાલું થઈ ગયેલું. અને દોઢ વર્ષ સુધી નોર્મલ રહ્યાં હતા.
દોઢ વર્ષ પછી બીજાં હુમલામાં મેં તેમની સાથે તેમની પ્રિય મનગમતી પ્રવૃત્તિ વીશે વિડીલો પાસેથી ખબર પડી કે તેઓ નાનપણમાં કેરમ, ચેસ રમતાં. બસ તરતજ ઍક મોટું કેરમ અને ચેસ લઇ આવ્યો. તેની સામે કેરમ, ચેસ લઇને બેસી જતો… જેમ કઈ આવડતું ન હોય તેમ તેનું માથું ખાવાનું ચાલું રાખ્યું…. અંતે ત્રીજે દિવસે પથારી માંથી બેસી ને જોવાંનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે તેમનો હાથ પકડી ને રમાડવાનું ચાલું રાખ્યું. અને ખરેખર ગૌમૂત્ર અને કેરમે ચમત્કાર કર્યો. ચોથા મહિને ૯૦% શરીર કામ કરતું થઈ ગયું હતું.
આથી મે અનુમાન લગાવ્યું તે સાબિત થઈ ચૂક્યું હતું કે લકવો, પેરાલિસિસનો નો હૂમલો મગજ ની કોઈ નસમાં બ્લોક થવાથી થઈ શકે છે. અને આટલી નાજુક રક્ત વાહિનીઓ માં સર્જરી, ઓપરેશન શક્ય નથી.. આ અવરોધ શરીર પોતાની સંરક્ષણ અને રિપેર પ્રણાલી જ સુધારી શકે છે. અને આ પ્રણાલિ ને પ્રેરિત કરવામાં આવે તો પરીણામ વહેલું મળે. અને તે પ્રણાલિ ને પ્રેરિત કરવામાં મહત્વ નો ભાગ મનગમતી પ્રવૃત્તિ અને ખુશનુમા વાતાવરણ ભજવે છે.
છેલ્લા મારાં પંચગવ્ય ચિકિત્સાના અભ્યાસ દરમ્યાન જાણ્યું કે લકવા નાં દર્દી ને જો હૂમલો આવ્યાં નાં પહેલાં કલાક થી જ નાકમાં પંચગવ્ય નસ્યના બે બે ટીપાં દર પાંચ અને દસ મિનિટે નાખવામાં આવે, અને એક મોટો આદુ નો ટુકડો અથવા લીલું લવિંગ્યું મરચું મોઢામાં લઈને ચાવી ચાવીને ખવડવવામાં આવે, તો હૂમલો ટાળી શકાય છે..
લકવા ગ્રસ્ત દર્દી જો પથારી માંથી ઉભા થઈ ન શકતાં હોય. તો તેમના બન્ને પગનાં તળિયામાં કોઇ તાંબાના પાત્ર અથવા તાંબા નું પતરું બાંધી તેને તાંબા નાં વાયર સાથે જોડી ને બીજો છેડો ઘરની બહાર જમીનમાં ઍક ફૂટ ઊંડે ભીની જમીન માં દાટી દેવા થી રોગી ને ગુરુત્વાકર્ષણ બળ મળે છે.. જે રોગીને પ્રાણ શક્તિ આપશે…
ઘરમાં નિત્ય સવાર સાંજ અગ્નિહોત્ર જરૂર કરવો. અગ્નિહોત્રની પાંચ ઊર્જાનો પ્રભાવ અને ત્યાર બાદ આ અગ્નિહોત્ર કુંડમાં રોગીને અપાતી ઔષધિઓની આહુતિ આપવાથી ચમત્કારિક પરિણામો જોયા છે.
નોંધ: અગ્નિહોત્ર એટલે ફકત દેશી ગાયનાં છાણા ને પૂરા પ્રગટાવી નિર્ધૂમ્ર (ધુમાડા રહિત) અગ્નિ (દેવતા) ઉપર દેશી ગાયનું શુદ્ધ વલોણાનું ઘી અને બે ચપટી આખા ચોખાની આહુતિ.
જય ગૌમાતા..